વડોદરામાં મુખ્યપ્રધાન રૂપાણીના હસ્તે રૂ. 400 કરોડના કામોનું ખાતમૂહૂર્ત, કોંગ્રેસના શાસનમાં નળ તો હતા પણ જળ ન હોતું : રૂપાણી

  • Tv9 Webdesk18
  • Published On - 17:13 PM, 5 Dec 2020
વડોદરામાં મુખ્યપ્રધાન રૂપાણીના હસ્તે રૂ. 400 કરોડના કામોનું ખાતમૂહૂર્ત, કોંગ્રેસના શાસનમાં નળ તો હતા પણ જળ ન હોતું : રૂપાણી

વડોદરામાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ 400 કરોડ રૂપિયાના કામોનું ખાતમુહૂર્ત કર્યું. પાદરા પાણી પુરવઠા સુધારણા અને વડોદરા બલ્ક પાઇપલાઇનનું ખાતમુહૂર્ત કરતા CM રૂપાણીએ કોંગ્રેસ પર પણ પ્રહારો કર્યા હતા. કોંગ્રેસ પર નિશાન સાધતા તેમણે કહ્યું હતું કે કોંગ્રેસના શાસનમાં લોકોને પાણી માટે રઝળપાટ કરવો પડતો હતો. તેમણે એવું પણ કહ્યું હતું કે કોંગ્રેસના શાસનમાં નળ તો હતા પણ જળ નહોતું. કોંગ્રેસ પર આક્ષેપ કરતા કહ્યું હતું કે 1980થી 1990માં રાજ્ય સરકાર ટેન્કરો દ્વારા પાણી પહોંચાડાતુ. પરંતુ 100 ટેન્કર પાણી પહોંચતું અને 500 ટેન્કર પાણીનું બિલ બનતું હતું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો