વડોદરામાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા, ખોડીયારનગર ખાતે હજારોની સંખ્યામાં ભીડ ભેગી થઈ

વડોદરામાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા, ખોડીયારનગર ખાતે હજારોની સંખ્યામાં ભીડ ભેગી થઈ


વડોદરામાં એક તમાશો એવો થયો જેને જોઈ વહિવટીતંત્ર સહિત પોલીસ વિભાગની પણ આંખો અધ્ધર થઈ ગઈ. ખોડીયાનગર વિસ્તારમાં 3 હજારથી પણ વધુ લોકો ધાર્મિક કાર્યક્રમમાં એક સાથે પહોંચ્યા. એક વ્યક્તિ ધૂણી રહ્યો હતો, ત્યારે તે વ્યક્તિને માતા આવી હોવાનું સમાજના લોકો માની બેઠા હતા. અને જોતજોતામાં હજારોની સંખ્યામાં લોકો એક્ઠા થઈ ગયા હતા. મહત્વનું છે કે કોરોનાના કપરા કાળ વચ્ચે અહી સોશિયલ ડિસ્ટન્સના લિરેલીરા ઉડ્યા હતા. વધુમાં એક પણ વ્યક્તિએ માસ્ક ન પહેરતા સોશિયલ મીડિયામાં વીડિયો વાયુ વેગે વાયરલ થયો હતો. જેને જોતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને કાર્યક્રમનું આયોજન કરનાર સહિત 57 લોકોની ધરપકડ પણ કરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો