કોરોનાથી બચાવવા વડોદરા પોલીસે હાથ ધર્યુ સ્પેશીયલ માસ્ક ઓપરેશન
કોરોનાનું સંક્રમણ વધતુ અટકાવવા માટે, હવે વડોદરામાં પોલીસે ખાસ માસ્ક ઝુંબેશ શરૂ કરી છે. વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા કાર સહીતના વાહનોને રોકીને માસ્ક ના પહેર્યુ હોય તેવા લોકો સામે દંડનાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વાહનચાલકો દ્વારા માસ્ક ના પહેરવા અંગે અવનવા બ્હાના બતાવવામાં આવી રહ્યા છે. વાહનચાલકોના બહાનાને તાબે થયા વિના પોલીસ દ્વારા તેમનો […]
કોરોનાનું સંક્રમણ વધતુ અટકાવવા માટે, હવે વડોદરામાં પોલીસે ખાસ માસ્ક ઝુંબેશ શરૂ કરી છે. વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા કાર સહીતના વાહનોને રોકીને માસ્ક ના પહેર્યુ હોય તેવા લોકો સામે દંડનાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વાહનચાલકો દ્વારા માસ્ક ના પહેરવા અંગે અવનવા બ્હાના બતાવવામાં આવી રહ્યા છે. વાહનચાલકોના બહાનાને તાબે થયા વિના પોલીસ દ્વારા તેમનો માસ્ક વિનાનો કે નીચા માસ્ક સાથેનો ફોટો પાડી લેવામાં આવે છે. શ્વાસ લેવામાં તકલીફ, નાસ્તો કરતા હતા, પાણી પિવા, મસાલો ખાતા હતા વગેરે જેવા બહાના બતાવી રહ્યાં છે. પરંતુ પોલીસ દ્વારા બહાનાને તાબે થયા વિના કોરોનાથી બચાવવા માટે દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો