વડોદરા: વિશ્વ વિખ્યાત ગરબા આયોજક યુનાઈટેડ વેની ઓફિસમાં GST વિભાગના દરોડા, જુઓ VIDEO

  • Updated On - 7:18 am, Thu, 17 October 19 Edited By: TV9 Webdesk11
વડોદરા: વિશ્વ વિખ્યાત ગરબા આયોજક યુનાઈટેડ વેની ઓફિસમાં GST વિભાગના દરોડા, જુઓ VIDEO

વિશ્વ વિખ્યાત ગરબા આયોજક યુનાઈટેડ વેની ઓફિસમાં GST વિભાગની ટીમના દરોડા પડ્યા છે. ગરબા આયોજનમાં GST ટેક્ષની ચોરી કરી હોવાની આશંકાને લઈને દરોડા પાડ્યાની આશંકા છે. ગત શનિવારથી તપાસ ચાલી રહી છે પરંતુ બહુ મોટા હિસાબો હોવાથી અને કર્મચારીઓ હાજર ન હોવાથી આજે ફરી તપાસ કરવામાં આવશે. સ્ટોલના નાણાની આવકમાં GST ચોરી થઈ હોવાની શક્યતાના આધારે તપાસ થશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ખૈલૈયાઓ પાસેથી મહિલાના 1500 અને પુરુષના 3500 રૂપિયા લેવામાં આવે છે. યુનાઈટેડ વેમાં 50 હજાર ખૈલૈયાઓ ગરબા રમતા હોવાનો દાવો કરવામાં આવે છે. દેશ વિદેશથી ખૈલૈયાઓ ગરબા રમવા માટે આવે છે. નવરાત્રી આયોજનમાં ખૈલૈયા પાસ, ગાયકો, કલા વૃંદ, ખાણીપીણીના હિસાબોમાં કંઈ ગડબડ ન થાય તે માટે એસઆરપીનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Click on your DTH Provider to Add TV9 Gujarati