VIDEO: લેબ રિપોર્ટના નામે ગરીબ દર્દીઓ સાથે છેતરપિંડી, લેબ સંચાલક અને તબીબ વચ્ચે સાંઠગાંઠનો ઓડિયો વાયરલ
ખાનગી હોય કે સરકારી, હોસ્પિટલમાં રોગનું નિદાન તેના રિપોર્ટ પર આધારીત હોય છે. પછી ભલેને તે બ્લડ રિપોર્ટ હોય કે અન્ય કોઈ રિપોર્ટ જો કે લેબ રિપોર્ટના નામે ગરીબ દર્દીઓ સાથે થતી છેતરપિંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વડોદરામાં લેબ સંચાલક અને તબીબ સાથેની વાતચીતની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. Web Stories View more […]
ખાનગી હોય કે સરકારી, હોસ્પિટલમાં રોગનું નિદાન તેના રિપોર્ટ પર આધારીત હોય છે. પછી ભલેને તે બ્લડ રિપોર્ટ હોય કે અન્ય કોઈ રિપોર્ટ જો કે લેબ રિપોર્ટના નામે ગરીબ દર્દીઓ સાથે થતી છેતરપિંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વડોદરામાં લેબ સંચાલક અને તબીબ સાથેની વાતચીતની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ ઓડિયો ક્લિપ સ્વરા પેથોલોજી લેબના સચિન જોષી અને એક તબીબ વચ્ચે થાય છે. જેમાં લેબ સંચાલક અને તબીબ વચ્ચેની મિલીભગત સ્પષ્ટ થઈ રહી છે. જો કે કથિત વાયરલ ઓડિયો ક્લિપમાં કેટલી સચ્ચાઈ છે તે કહેવું મુશ્કેલ છે. પરંતુ દર્દીઓ સાથે રિપોર્ટના નામે થતી ઉઘાડી લૂંટનો આ બોલતો પુરાવો છે.
જો કે આ મુદ્દે જ્યારે સ્વરા પેથોલોજી લેબની અન્ય શાખાઓ પર તપાસ કરતા માલુમ પડ્યું કે ઓડિયો ક્લિપમાં જે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, તે મુજબ સચિન જોષી કુલ 4 લેબ સાથે જોડાયેલો છે. જો કે આ લેબમાં કામ કરતા કર્મચારીઓએ સચિન જોષી નામના વ્યક્તિને ઓળખવાનો ઈન્કાર કરી દીધો.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો