પ્રેમની નિશાની અને વિશ્વની અજાયબી તાજમહેલને જોવા પહોંચ્યા અમેરિકાના રાષ્ટ્રપતિ

પ્રેમની નિશાની અને વિશ્વની અજાયબી તાજમહેલને જોવા પહોંચ્યા અમેરિકાના રાષ્ટ્રપતિ


અમદાવાદમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ અને ગાંધી આશ્રમ બાદ ટ્રમ્પ પોતાના પરિવાર સાથે આગ્રા પહોંચ્યા છે. આગ્રામાં ડોનાલ્ડ ટ્રમ્પનું સ્વાગત કરવા માટે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલ પહોંચ્યા હતા. જે બાદ તુરંત તાજ મહેલને જોવા માટે ટ્રમ્પનો પરિવાર પહોંચ્યો હતો. જ્યાં ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલાનિયા ટ્રમ્પે ફોટો પડાવ્યા હતા. અને મન ભરી તાજ મહેલની સુંદરતાને નિહાળી હતી. તો ડોનાલ્ડ ટ્રમ્પની દિકરી ઈવાન્કા ટ્રમ્પ પણ પોતાના પતિ સાથે છે. ઈવાન્કા અને જેરેડ કુશનરે પણ પ્રેમની આ નિશાની નિહાળી હતી. અમેરિકાના અનેક રાષ્ટ્રપ્રમુખો ભારત આવ્યા છે. પરંતુ ખાસ વાત એ છે કે, ભારતની આ સુંદર પ્રેમની નિશાનીને નિહાળ્યા વગર કોઈ જતું નથી.

આ પણ વાંચોઃ ટ્ર્મ્પ તો ભારતીય સિનેમા પર થઈ ગયા ફિદા, આ બે ફિલ્મના નામ સાથે કર્યા ભારોભાર વખાણ

ત્યારે અમેરિકાના હાલના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ પોતાના પરિવાર સાથે પ્રેમની આ નિશાની જોવા માટે આગ્રા પહોંચ્યા હતા. જ્યાંથી તેઓ દિલ્હી ખાતે પહોંચશે. ડોનાલ્ડ ટ્રમ્પ અને તેનો પરિવાર આવતીકાલે પણ દિલ્હીમાં છે. જ્યાં દિલ્હીની સ્કુલની મુલાકાતે પણ મેલાનિયા ટ્રમ્પ જશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો