સતત વરસાદથી ગુજરાતમાં લીલા દુકાળ જેવી સ્થિતિ, મગફળી અને કપાસના પાકને ભારે નુકસાન

દર વર્ષે જ્યાં વરસાદની અછત વર્તાતી હોય છે તેવા વિસ્તાર કચ્છમાં સારો એવો વરસાદ નોંધાયો છે તો રાજકોટમાં વરસાદે 100 વર્ષથી વધારે સમયનો રેકોર્ડ વરસાદે તોડી નાખ્યો છે.  નર્મદા ડેમ છલોછલ ભરાઈ જવાથી પાણીની તંગી નહીં રહે અને ખેડૂતો અન્ય સિઝનમાં પણ નહેરના પાણીથી પાક લઈ શકશે. આ બધાની વચ્ચે સતત વરસતા વરસાદના લીધે લીલા […]

સતત વરસાદથી ગુજરાતમાં લીલા દુકાળ જેવી સ્થિતિ, મગફળી અને કપાસના પાકને ભારે નુકસાન
Follow Us:
| Updated on: Sep 29, 2019 | 12:02 PM

દર વર્ષે જ્યાં વરસાદની અછત વર્તાતી હોય છે તેવા વિસ્તાર કચ્છમાં સારો એવો વરસાદ નોંધાયો છે તો રાજકોટમાં વરસાદે 100 વર્ષથી વધારે સમયનો રેકોર્ડ વરસાદે તોડી નાખ્યો છે.  નર્મદા ડેમ છલોછલ ભરાઈ જવાથી પાણીની તંગી નહીં રહે અને ખેડૂતો અન્ય સિઝનમાં પણ નહેરના પાણીથી પાક લઈ શકશે. આ બધાની વચ્ચે સતત વરસતા વરસાદના લીધે લીલા દુકાળ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.  કચ્છમાં આ વર્ષે 100 ટકા કરતા વધુ વરસાદ નોંધાયો છે તો ઉત્તર ગુજરાતમાં 100.71  ટકા વરસાદ નોંધાયો હતો. સૌરાષ્ટ્રમાં આ વર્ષે 132.86 ટકા વરસાદ નોંધાયો હતો. મધ્ય ગુજરાતમાં આ વર્ષે 122.69 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે સૌથી વધુ વરસાદ દક્ષિણ  ગુજરાતમાં 142.05 ટકા નોંધાયો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

આ પણ વાંચો ;   અંધશ્રદ્ધા! ઈમરાન ખાનની પત્નીનો ચહેરો અરીસામાં નથી દેખાતો, અધિકારીઓનો દાવો

રાજ્યના જિલ્લાઓની વાત કરીએ તો  91 જિલ્લામાં 40 ઈંચથી વધુ વરસાદ નોંધાયો થયો છે. 131 તાલુકાઓમાં 20 થી 40 ઈંચ વચ્ચે વરસાદ વરસ્યો છે જેના લીધે હવે ખેડૂતો પણ મેઘરાજા ખમૈયા કરે તેની રાહ જોઈ રહ્યાં છે. જ્યારે કપાસ જેવા પાકનું વાવેતર કરવામાં આવે અને સતત વરસાદ વરસે તો પાક બળી જાય છે અથવા છોડ પીળો પડી જાય છે. આમ વધારે વરસાદ હવે ખેડૂતો માટે ચિંતાજનક બન્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ક્યાં જિલ્લામાં કેટલા ડેમ છલોછલ? 

રાજકોટ જિલ્લાના 25માંથી 21 ડેમ છલકાઈ ગયા છે તો  જામનગર જિલ્લાના 20માંથી 16 ડેમ, સુરેન્દ્રનગરના 11માંથી 7 ડેમ, દ્વારકાના 12માંથી 8 ડેમ તો મોરબીના 10માંથી 7 ડેમ છલકાયા  છે અને હવે ખેડૂતોના પાકને સતત વરસતા વરસાદથી ભારે નુકસાન થઈ રહ્યું છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">