કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી કોરોનાથી સંક્રમિત, ટ્વીટ કરી આપી જાણકારી

union-minister-nitin-gadkari-infected-corona-isolates-himself

દેશભરમાં કોરોનાના સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા છે. ત્યારે કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી પણ કોરોનાથી સંક્રમિત થયા છે. ગડકરીએ ટ્વીટ કરી તેની જાણકારી આપી છે અને હાલમાં તે સેલ્ફ સાઈસોલેશનમાં છે. નિતિન ગડકરીએ ટ્વીટ કરી આ જાણકારી આપી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા ગાંધીનગરના સંસદસભ્ય અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, અમદાવાદ પશ્ચિમના સાંસદ ડો. કિરીટ સોલંકી, અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખ પટેલ, પોરબંદરના સાંસદ રમેશ ધડુક, નવસારીના સાંસદ અને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ, રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ કોરોનાગ્રસ્ત થઈ ચુક્યા છે. આ પૂર્વે ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન ભરતસિસ સોલંકી અને શંકરસિહ વાઘેલાને પણ કોરોના થઇ ચૂક્યો છે

ત્યારે ધારાસભ્ય કિશોર ચૌહાણ, પૂર્ણેશ મોદી, બલરામ થાવાણી, જગદીશ પંચાલ, કેતન ઈનામદાર, વી.ડી. ઝાલાવાડિયા, હર્ષ સંઘવી અને મંત્રી રમણ પાટકર સહીતના લોકો કોરોનાનો ભોગ બન્યા હતા. જ્યારે કોંગ્રેસમાંથી ઈમરાન ખેડાવાલા,નિરંજન પટેલ,કાન્તિ ખરાડી,ચિરાગ કાલરિયા અને ગેનીબેન ઠાકોરને કોરોના થયો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: રાજ્યમાં આજથી પોલીસ ચેકપોસ્ટ બંધ, ફાયદો કે નુકસાન ?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

FB Comments