24 ફેબ્રુઆરીના રોજ ડોનાલ્ડ ટ્રંપ ભારત આવી રહ્યાં છે અને તેઓ અમદાવાદ ખાતેના મોટેરા સ્ટેડિયમના ઉદઘાટન પ્રસંગે હાજરી આપશે. આ ઘટનાને લઈને ગુજરાતમાં ચાંપતો બંદોબસ્ત ખડકી દેવાયો છે. જો કે ગુજરાતના સૌથી મોટા બંદર કંડલાથી એક સેટેલાઈટ ફોન મળી આવતા સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી છે. ઉલ્લેખનીય છે કે સેટેલાઈટ ફોન દ્વારા સરહદની આરપાર વાત કરી શકાય છે કે અને તેને ટ્રેસ કરવો મુશ્કેલ હોય છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો : પાકિસ્તાનના 2500 વર્ષ જૂના મંદિરમાં આઝાદી બાદ પહેલી શિવરાત્રીની ઉજવણી
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો