હૈદરાબાદઃએક જ પરિવારના 4 લોકોની ઝેર પીને આત્મહત્યા! આર્થિક તંગીથી કંટાળી કરી સામૂહિક આત્મહત્યા

હૈદરાબાદઃએક જ પરિવારના 4 લોકોની ઝેર પીને આત્મહત્યા! આર્થિક તંગીથી કંટાળી કરી સામૂહિક આત્મહત્યા


હૈદરાબાદના એક જ પરિવારના ચાર લોકોએ ઝેર પીને આત્મહત્યા કરી લીધી. સંતોષી માતા કોલોની વિસ્તારમાં સામૂહિક આત્મહત્યાને પગલે આસપાસના વિસ્તારમાં અરેરાટી ફેલાઈ છે. દેવરકોંડાના નેરડૂકોમ્મા ગામના પ્રદીપે પત્ની સ્વાતિ અને બે પુત્ર કલ્યાણ અને જયકૃષ્ણ સાથે ઝેર પીને જીવન ટૂંકાવ્યું. આ સામૂહિક આપઘાત પાછળ આર્થિક તંગી જવાબદાર હોવાની આશંકા છે. મૃતક પ્રદીપે લખેલી સ્યુસાઈડ નોટમાં 40 લાખ રૂપિયાના દેવાનો ઉલ્લેખ કરાયેલો છે. પોલીસે ચારેય મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલીને વધુ તપાસ હાથ ધરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: સુરત: ભાજપના વોટ્સઅપ ગ્રુપમાં ફરી મુકાયા અશ્લીલ વીડિયો! ગ્રુપમાં સાંસદ, ધારાસભ્ય અને કાર્યકરો

Click on your DTH Provider to Add TV9 Gujarati