UNમાં વડાપ્રધાન મોદીનું નિવેદન, ક્યાર સુધી ભારત કાયમી પદ માટે રાહ જોતું રહેશે?, ચીન અને પાક પર પ્રહાર, કહ્યું કે જ્યારે અમે મજબુત હતા ત્યારે કોઈને હેરાન નથી કર્યા અને મજબૂર હતા ત્યારે કોઈનાં પર બોજારૂપ નથી બન્યા, ભારત જેની સાથે દોસ્તીનો હાથ મેળવે છે તે કોઈ ત્રીજા વિરૂદ્ધ નથી હોતો

સંયુક્ત રાષ્ટ્રની 75મી રાષ્ટ્ર મહાસભાને વડાપ્રધાન મોદીએ ઓનલાઈન સંબોધન કરી હતી અને પોતાના વિચારો રજૂ કર્યા હતા. વડાપ્રધાનેજમાવ્યું હતપં ભારત દેશ એ 130 કરોડ લોકોનો દેશ છે અને તેની જનતા સૌથી વધારે UNમાં વિશ્વાસ ધરાવે છે. 1945થી ચાલી આવતું માળખું આજે પણ એવું જ છે અને ભારત ક્યાર સુધી તેમાં કાયમી પદ માટે રાહ જોતું […]

UNમાં વડાપ્રધાન મોદીનું નિવેદન, ક્યાર સુધી ભારત કાયમી પદ માટે રાહ જોતું રહેશે?, ચીન અને પાક પર પ્રહાર, કહ્યું કે જ્યારે અમે મજબુત હતા ત્યારે કોઈને હેરાન નથી કર્યા અને મજબૂર હતા ત્યારે કોઈનાં પર બોજારૂપ નથી બન્યા, ભારત જેની સાથે દોસ્તીનો હાથ મેળવે છે તે કોઈ ત્રીજા વિરૂદ્ધ નથી હોતો
Follow Us:
| Updated on: Sep 26, 2020 | 8:01 PM

સંયુક્ત રાષ્ટ્રની 75મી રાષ્ટ્ર મહાસભાને વડાપ્રધાન મોદીએ ઓનલાઈન સંબોધન કરી હતી અને પોતાના વિચારો રજૂ કર્યા હતા. વડાપ્રધાનેજમાવ્યું હતપં ભારત દેશ એ 130 કરોડ લોકોનો દેશ છે અને તેની જનતા સૌથી વધારે UNમાં વિશ્વાસ ધરાવે છે. 1945થી ચાલી આવતું માળખું આજે પણ એવું જ છે અને ભારત ક્યાર સુધી તેમાં કાયમી પદ માટે રાહ જોતું રહેશે. આ સંસ્થાનું જ્યારે ગઠન થયું ત્યારે તે સમયનો હિસાબ અલગ હતો હવે સમય બદલાયો છે અને સમયની માગ છે કે તેમાં પરિવર્તન આવે. વીતેલા વર્ષમાં UNની અનેક ઉપલબ્ધીઓ સામે આવી છે પણ સમય પ્રમાણે તેણે ગંભીર આત્મમંથન કરવાની પણ જરૂર છે.

રીફોર્મ પ્રોસેસ ક્યારે?

કહેવામાં તો એમ છે કે ત્રીજુ વિશ્વ યુદ્દ નથી થયુ પરંતુ સચ્ચાઈ એ છે કે જે પ્રકારના આતંકવાદી હુમલા થયા , લોહીની નદીઓ વહી, નિર્દોષ લોકોએ પોતાની મૂડી અને ઘર ગુમાવ્યા તે બધા મારા અને તમારા જેવા જ હતા તો શું આવા સમયે પણ UNનાં પ્રયાસો શું પર્યાપ્ત છે? ક્યાં છે તેમનો પ્રભાવશાળી જવાબ અને એટલે જ ભારતનાં 130 કરોડ લોકો UNનાં રીફોર્મ પ્રોસેસની રાહ જોઈ રહ્યા છે. અને ક્યાર સુધી ભારતને UN ડિસીઝન સ્ટ્રક્ચરથી દુર રાખવામાં આવશે.

ચીન અને પાકિસ્તાન પર નિશાન

વડાપ્રધાન મોદીએ આડકતરી રીતે ચીન અને પાકિસ્તાન પર નિશાન સાધતા જણાવ્યું હતું કે જ્યારે અમે મજબુત હતા ત્યારે દુનિયાને હેરાન નથી કરી અને જ્યારે મજબુર હતા ત્યારે કોઈનાં પર બોજો બનીને નથી રહ્યા. દેશમાં રહેલા પરિવર્તનના પ્રભાવને બીજા દેશો સાથે વહેંચીને તેમને પણ પ્રેરણા આપવાનં કામ કરે છે. જે આદર્શ સાથે UNની સ્થાપના થઈ તે આજ હોલમાં વસુધૈવ કુટુમ્બકમ શબ્દનો ઉચ્ચાર પણ વારંવાર થતો રહ્યો છે. અમે પુરા વિશ્વને પરિવાર તરીકે માનીએ છે.

વડાપ્રધાન મોદીએ ચીન પર ચુટકી લેતા જણાવ્યું હતું કે ભારત દોસ્તીનો હાથ મેળવે છે તો કોઈ ત્રીજા દેશની વિરૂદ્ધમાં નથી મેળવતો. વિકાસની સમજને લઈને અન્ય દેશોને પણ આગળ વધવાની પ્રેરણા આપે છે.

કોરોના સમયકાળમાં વિશ્વની મદદે ભારત

કોરોના મહામારીનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે ભારતે સ્વાર્થી નીતિ ક્યારેય નથી અપનાવી અને એટલે જ 150 કરતા વધારે દેશમાં જરૂરી દવા તેણે મોકલી છે. વેક્સીન ઉત્પાદક દેશ તરીકે UNને આશ્વાસિત કરવા માગું છું કે વૈશ્વિક વેક્સીન ડિલીવરી પુરી માનવતા કોમને મહામારીમાંથી બહાર કાઢવા માટે કામ લાગશે અને ભારત હમણા ફેસ-3 ક્લીનીકલ ટ્રાયલ તરફ આગળ વધી રહ્યો છે અને વેક્સીન સ્ટોરેજની દિશામાં પણ કામ ચાલી રહ્યું છે.

જન કલ્યાણથી જગ કલ્યાણનો માર્ગ

ભારત શાંતી, સુરક્ષા, સમૃદ્ધિ માટે અવાજ ઉઠાવશે. માનવજાત, માનવજાતી, માનવજાત મૂલ્યો માટે સાથે જ આતંકવાદ, હથિયારોની તસ્કરી, ડ્રગ્સ , મની લોન્ડરીંગ વિરૂદ્ધ અવાજ ઉઠાવતું રહેશે. ભારતનો લોકતંત્ર સાથેનો બોહોળો અનુભવ અન્ય વિકાસશીલ દેશો માટે મદદરૂપ સાબિત થશે.

રીફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મ

રીફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મનાં આ મંત્ર સાથે ભારતનાં કરોડો લોકોએ જીવનમાં બદલાવ લાવવાનું કામ કર્યું છે, વિશ્વનાં ગણાં દેશો એટલે જ અમારા માટે પણ ઉપયોગી છે. 400 મિલિયન લોકોને અમે બેન્કીંગ સિસ્ટમ સાથે જોડી દીધા. ચાર-પાંચ વર્ષમાં 600 મિલિયન લોકોને શૌચાલય પુરા પડાયા, બે ત્રણ વર્ષમાં 500 મિલિયન લોકોને વિના મૂલ્યે ઈલાજ સાથે જોચવાનું કામ કર્યું. એ જ રીતે ડિજીટલ ટ્રાન્ઝેક્શનમાં પણ ભારત પોતાને સુરક્ષિત કરી રહ્યું છે. 2025 સુદીમાં TBની બિમારીમાંથી ભારત મુક્ત થવાનો સંકલ્પ ધરાવે છે. 150 મિલિયન ઘરમાં પાઈપ વડે પાણી પુરૂ પાડવામાં આવી રહ્યું છે. ભારતે 6 લાખ ગામડામાં બ્રોડબેન્ડ ઓપ્ટીકલ ફાયબરની યોજનાની શરૂઆત કરી છે. કોરોના બાદ એટલે જ ભારતે આત્મનિર્ભર ભારત વિઝનની શરૂઆત પણ કરી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">