જો તમારી પાસે છે આધારકાર્ડ તો ઘરે બેઠા જીતી શકો છો 30 હજાર રૂપિયા, કરવું પડશે આ કામ

જો તમારી પાસે આધારકાર્ડ છે તો ઘરે બેઠા 30 હજાર રૂપિયા સુધી જીતવાની તક છે. આધારકાર્ડની સંસ્થા UIDAIએ એક ખાસ કોન્ટેસ્ટની શરૂઆત કરી છે. આ કોન્ટેસ્ટમાં ભાગ લેવાની છેલ્લી તારીખ 8 જુલાઈ છે. તેના માટે થોડીક શરતોનું પાલન કરવુ પડશે.   Web Stories View more Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે […]

જો તમારી પાસે છે આધારકાર્ડ તો ઘરે બેઠા જીતી શકો છો 30 હજાર રૂપિયા, કરવું પડશે આ કામ
Follow Us:
| Updated on: Jun 24, 2019 | 9:35 AM

જો તમારી પાસે આધારકાર્ડ છે તો ઘરે બેઠા 30 હજાર રૂપિયા સુધી જીતવાની તક છે. આધારકાર્ડની સંસ્થા UIDAIએ એક ખાસ કોન્ટેસ્ટની શરૂઆત કરી છે. આ કોન્ટેસ્ટમાં ભાગ લેવાની છેલ્લી તારીખ 8 જુલાઈ છે. તેના માટે થોડીક શરતોનું પાલન કરવુ પડશે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

UIDAIએ થોડા દિવસ પહેલા My Aadhaar Online કોન્ટેસ્ટની શરૂઆત કરી છે. આ કોન્ટેસ્ટમાં ભાગ લેવા માટે આધારકાર્ડ દ્વારા આપવામાં આવતી સેવાઓમાંથી કોઈ એક સેવાનો એનિમેટેડ ટ્યૂટોરિયલ વીડિયો બનાવવો પડશે. આ વીડિયો 30થી 120 સેકન્ડની વચ્ચે હોવો જોઈએ. જે સેવાનું ટ્યૂટોરિયલ બનાવી રહ્યા છો, તે એ એનિમેટેડ વીડિયોમાં સરળતાથી સમજાય તેવો હોવો જોઈએ.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ વીડિયો તમે હિન્દી કે અંગ્રેજી ભાષામાં બનાવી શકો છો. તમે તમારા વીડિયોને યૂટયૂબ, ગૂગલ ડ્રાઈવ કે કોઈ અન્ય વીડિયો શેરિંગ પ્લેટફોર્મ પર અપલોડ કરીને તેમની લિંક UIDAIના ઈમેલ media.division@uidai.net.in પર મોકલી શકો છો.

આ કોન્ટેસ્ટમાં UIDAI દ્વારા 48 વિજેતાને પસંદ કરવામાં આવશે. રોકડ રકમ માટે કુલ 15 કેટેગરી છે અને દરેક કેટેગરીના ટોપ 3 વીડિયોને એવોર્ડ મળશે. તેમાં પ્રથમ વિજેતાને 20,000 રૂપિયા, બીજા વિજેતાને 10,000 રૂપિયા અને ત્રીજા વિજેતાને 5,000 રૂપિયા આપવામાં આવશે. બધી જ કેટેગરીમાં જેનો વીડિયો સૌથી સારો હશે તેના પ્રથમ વિજેતાને 30,000 રૂપિયા, બીજા વિજેતાને 20,000 રૂપિયા અને ત્રીજા વિજેતાને 10,000 રૂપિયા આપવામાં આવશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ કોન્ટેસ્ટમાં ભાગ લેવા માટે જરૂરી છે કે આધારકાર્ડ તમારા બેન્ક એકાઉન્ટ સાથે લિંક હોવું જરૂરી છે. જો તમારૂ આધારકાર્ડ તમારા બેન્ક એકાઉન્ટ સાથે લિંક નહી હોય તો 31 ઓગસ્ટ પહેલા તમારે લિંક કરવુ પડશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તે સિવાય તમારો આધારનંબર, આધારનંબર પર જે નામ છે તે, સરનામું, મોબાઈલ નંબર જેવી જાણકારી આપવી પડશે. આ કોન્ટેસ્ટની વધુ જાણકારી માટે https://www.facebook.com/notes/aadhaar/myaadhaaronline-contest-terms-conditions/2435648466719046/ લિંક પર માહિતી મેળવી શકો છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">