મહારાષ્ટ્રમાં સત્તા માટેનું મહામંથન સમાપ્તઃ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે બનશે મુખ્યપ્રધાન

મહારાષ્ટ્રમાં સત્તા માટેનું મહામંથન પૂર્ણ થયું છે. અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે બનશે મહારાષ્ટ્રના આગામી મુખ્યપ્રધાન. શિવસેના, કોંગ્રેસ અને NCPના ગઠબંધનની સરકાર બનશે. અનેક બેઠકો બાદ અંતે મહારાષ્ટ્રમાં એક સરકારનું ગઠન થવા જઈ રહ્યું છે. શરદ પવારની દિલ્હીમાં થયેલી અનેક બેઠકો બાદ આ પરિણામ આવ્યું છે. જો કે, બેઠકો દરમિયાન અનેક ફોર્મ્યુલા સામે આવી રહ્યા […]

મહારાષ્ટ્રમાં સત્તા માટેનું મહામંથન સમાપ્તઃ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે બનશે મુખ્યપ્રધાન
Follow Us:
| Updated on: Nov 22, 2019 | 1:45 PM

મહારાષ્ટ્રમાં સત્તા માટેનું મહામંથન પૂર્ણ થયું છે. અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે બનશે મહારાષ્ટ્રના આગામી મુખ્યપ્રધાન. શિવસેના, કોંગ્રેસ અને NCPના ગઠબંધનની સરકાર બનશે. અનેક બેઠકો બાદ અંતે મહારાષ્ટ્રમાં એક સરકારનું ગઠન થવા જઈ રહ્યું છે. શરદ પવારની દિલ્હીમાં થયેલી અનેક બેઠકો બાદ આ પરિણામ આવ્યું છે. જો કે, બેઠકો દરમિયાન અનેક ફોર્મ્યુલા સામે આવી રહ્યા હતા. જેમાં NCP-શિવસેનાના મુખ્યમંત્રી અઢી-અઢી વર્ષ માટે રહેશે. આ પ્રકારની વાત પણ સામે આવી હતી. જો કે હાલ પુરતું શિવસેનાના મુખ્યપ્રધાન બનશે. જો કે, આ ગઠબંધનમાં પણ કોઈ ફોર્મ્યુલા છે કે, નહીં તે સામે આવ્યું નથી.

આ પણ વાંચોઃ ટેરર ફન્ડિંગની તપાસ હેઠળ કંપની RKV પાસેથી ભાજપે ચૂંટણી ફંડ મેળવ્યુંઃ કોંગ્રેસ

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

નવા મુખ્યપ્રધાન અંગેના નામની જાહેરાત NCP પ્રમુખ શરદ પવારે કરી છે. તો આવતીકાલે શિવસેના-એનસીપી અને કોંગ્રેસ એક સાથે પત્રકાર પરિષદને સંબોધન કરશે. જો કે, સરકારના ગઠન બાદ ખાતાની વહેંચણી પર હજુ પણ ચર્ચા ત્રણેય પક્ષો કરી રહી છે. સૂત્રો પ્રમાણે કોંગ્રેસને નાયબ મુખ્યપ્રધાન અને વિધાનસભાના અધ્યક્ષનું પદ મળી શકે છે. કોંગ્રેસને 9 પ્રધાન પદ મળી શકે, જેમાં 5 કેબિનેટ અને 4 રાજ્યકક્ષાના પદ હોઈ શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ભાજપને સત્તાથી દૂર રાખવા કોંગ્રેસે આ કદમ ઉઠાવ્યું છે. મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના વચ્ચે મુખ્યપ્રધાનની ખેંચતાણ બાદ શિવસેનાએ છેડો ફાડ્યો હતો. કેન્દ્રમાં શિવસેનાના પ્રધાન અરવિંદ સાવંતે પણ રાજીનામું આપી દીધુ હતું. અને શિવસેનાને NDAમાંથી બહાર કરી દેવાઈ હતી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">