અમદાવાદમાં ATMમાંથી રૂપિયા ઉપાડવાની મદદના બહાને છેતરપિંડી આચરનારા બે શખ્સની ધરપકડ

અમદાવાદમાં ATMમાંથી રૂપિયા ઉપાડવાની મદદના બહાને છેતરપિંડી આચરનારા બે શખ્સની ધરપકડ

અમદાવાદમાં ATMમાંથી રૂપિયા ઉપાડવા જતાં લોકોની મદદ બહાને છેતરપિંડી આચરનાર બે શખ્સની ધરપકડ કરવામાં આવી છે. નારોલ પોલીસે અલગ અલગ બેન્કોના 56થી વધુ એટીએમ કાર્ડ સહિતના મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા છે.

આ પણ વાંચોઃ દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં ફરી હિંસા, વિદ્યાર્થી અધ્યક્ષ આઈશા ગંભીર રીતે ઘાયલ

પોલીસ પાસેથી જાણવા મળ્યું કે બંને આરોપીઓ મદદની બહાને લોકો સાથે છેતરપિંડી કરતા હતા અને ATM પીન નંબર જાણીને તેમના એકાઉન્ટમાંથી રૂપિયા ઉપાડી લેતા હતા. પ્રાથમિક તપાસમાં બંને શખ્સોએ 40 હજારથી વધુની છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે. હાલ તો પોલીસ બંને શખ્સો વિરૂદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Click on your DTH Provider to Add TV9 Gujarati