ભારતમાં ડાઉન થયું Twitter, પેજ રીફ્રેશ કરવામાં યૂઝર્સને પડી મુશ્કેલીઓ

ભારતમાં ડાઉન થયું Twitter, પેજ રીફ્રેશ કરવામાં યૂઝર્સને પડી મુશ્કેલીઓ

જાણીતી સોશિયલ નેટવર્કિગ સાઈટ ટ્વીટર છેલ્લા 1 કલાકથી ડાઉન છે અને અત્યાર સુધી 2,200થી વધારે લોકો DownDetector વેબસાઈટ પર તેને લઈ ફરિયાદ કરી ચૂક્યા છે. DownDetectorની રિપોર્ટ મુજબ ટ્વીટર પર લોકો પોતાના ન્યૂઝ ફીડને રિફ્રેશ નહતા કરી શકતા. આ મુશ્કેલી માત્ર ટ્વીટરના વેબ વર્ઝનમાં જ નહીં પણ આઈફોન અને એન્ડ્રોઈડ યૂઝર્સને પણ પડી રહી છે.

 

twitter-down-in-india-as-users-unable-to-refresh-feed-on-pc-android-ios-platform India ma down thayu twitter page refresh karva ma users ne padi muskelio

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

એવું માનવામાં આવી રહ્યું છે કે કોઈ ટેક્નિકલ ગ્લિચના કારણે યૂઝર્સને આ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને ઝડપી જ કંપની તેને ફિક્સ કરી લેશે. ઉલ્લેખનીય છે કે હાલમાં પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે અને ફરીથી આ સોશિયલ નેટવર્કિગ સાઈટ શરૂ થઈ ગઈ છે. આ મુશ્કેલીની શરૂઆત આજે સાંજે 7.40 મિનિટે થઈ હતી અને યૂઝર્સ મુજબ તે ટ્વીટર પર કંઈ અપડેટ કરી શકતા નહતા અને પેજ પણ રિફ્રેશ નહતું થતું. ત્યારે ટ્વીટરે અત્યાર સુધી આ વાતને લઈ કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Click on your DTH Provider to Add TV9 Gujarati