ગુજરાત બાહર પ્રાકૃતિક સૌંદર્યની મજા માણવા જતા ગુજરાતીઓને ખબર પણ નહીં હોય કે ગુજરાતમાં જ છે એવી જગ્યા, જ્યાં સહેલાણીઓ પ્રકૃતિનુ સોંદર્ય માણી થાય છે મંત્રમુગ્ધ, જુઓ VIDEO

ગુજરાત બાહર પ્રાકૃતિક સૌંદર્યની મજા માણવા જતા ગુજરાતીઓને ખબર પણ નહીં હોય કે ગુજરાતમાં જ છે એવી જગ્યા, જ્યાં સહેલાણીઓ પ્રકૃતિનુ સોંદર્ય માણી થાય છે મંત્રમુગ્ધ, જુઓ VIDEO

વરસાદ બાદ કુદરત સોળે કળાએ ખિલી ઉઠ્યું છે. ત્યારે ગીર-સોમનાથ જિલ્લાના કોડીનાર નજીક જમદગ્નિ આશ્રમ પાસે પ્રસિદ્ધ જમજીરનો ધોધ આવેલો છે. જંગલ વચ્ચે પ્રકૃતિની ગોદમાં વહેતા ઝરણા અને ધોધ જોવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ આકર્ષાય છે. સાસણ, સોમનાથ અને દીવ એમ ત્રણ પ્રસિદ્ધ ધાર્મિક અને પર્યટન સ્થળોથી નજીક આવેલા જમજીરના ધોધમાં સૌરાષ્ટ્ર જ નહીં દક્ષિણ ગુજરાતથી પણ અનેક પ્રવાસીઓ ધોધનું કુદરતી સૌંદર્ય માણવા જમજીર પહોંચે છે.

જમ્મુ-કાશ્મીર, કે હિમાચલ પ્રદેશ જેવા દૂરના સ્થળોએ પૈસા ખર્ચીને જવા કરતા અહીં ઓછા ખર્ચે કુદરતી વાતાવરણમાં ફરવાની મઝા પ્રવાસી ઉઠાવી શકે છે. રાજ્ય સરકાર જમજીર ધોધ આસપાસ રહેવા અને જમવા સહિતની યોગ્ય સુવિધાઓ ઉભી કરે તો દેશભરમાંથી પ્રવાસીઓ કુદરતની મઝા માણવા પહોંચે તેવી શક્યતા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જમજીરના ધોધનું આકર્ષણ જોઈ યુવાનો મોટી સંખ્યામાં તેમાં નહાવા આકર્ષાય છે. જો કે ધોધમાં ઉપરથી પડતું પાણી અને વહેણનો પ્રવાહ અત્યંત ખતરનાક છે. જમજીરના ધોધમાં નહાવા પડેલા 80થી વધુ યુવાનોએ જીવ ગુમાવ્યો છે. રાજ્ય સરકારે પણ જમજીરના ધોધ આસપાસ નહાતા પૂર્વે તકેદારી રાખવી તેવું સૂચના આપતું બોર્ડ લગાવ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati