ગુજરાતથી જોડાયેલ છેલ્લા 24 કલાકની 5 ખાસ ખબરો

ગુજરાતથી જોડાયેલ છેલ્લા 24 કલાકની 5 ખાસ ખબરો
Gujarat


ટોપ ન્યુઝ 1 : ભાજપના પુર્વ પ્રધાન ખુમાનસિંહ વાંસિયાએ નિવેદન આપ્યું છે કે ગુજરાતમાંથી દારૂબંધી હટાવી લેવી જોઈએ. તેમને કહ્યું  કે ગુજરાતમાં દારૂનો લઘુ ઉધોગ ચાલે છે. આજના યુવાનો કેમીકલ અને બેટરીનો દારૂ પીવે છે. દારૂને કારણે યુવાનોને શારીરીક નુકસાન પહોંચે છે.

ટોપ ન્યુઝ 2 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30મી જાન્યુઆરીએ નવસારી અને સુરતની મુલાકાત લેશે. સુરતના ઈન્દોર સ્ટેડીયમમાં 6000 પ્રોફેશનલોની સાથે વડાપ્રધાન મોદી વાતચીત કરશે. જેમાં શહેરના ડોકટર,વકીલ,સમાજસેવા સંસ્થાના અગ્રણીઓ,વેપારી આગેવાનો ઉપસ્થિત રહેશે. PMના સંવાદ કાર્યક્રમ માટે ખાસ રીવોલવીંગ સ્ટેજ બનાવવામાં આવ્યું છે.

ટોપ ન્યુઝ 3 : સરકાર વેરાવળ થી કોડીનાર સુધી નવી બ્રોર્ડ ગેજલાઈન બનાવી રહી છે. જેનાથી આસપાસના ખેડુતોની 430 વિઘા જમીનનું સંપાદન થવાનું છે. રેલ્વે લાઈન નાખ્યા પછી હજારો ખેડુતોને મુશ્કેલીનો સામનો કરવો પડે તેમ છે. જેથી આ રેલ્વે લાઈન પ્રોજેકટને રદ કરવામાં આવે તેવી ખેડુતોએ માંગ કરી છે.

ટોપ ન્યુઝ 4 : બાબા રામદેવના સાધુ-સંતોને ભારતરત્ન આપવાના નિવેદન પર સંતોએ નારાજગી વ્યકત કરી છે. મહામંડેલેશ્વર ભારતી બાપુએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે સંતો ત્યાગ કરીને જીવે છે અને ભોગવે પણ છે. સાધુને પદ,પ્રતિષ્ઠા કે પૈસા લોભાવી શકે તેમ નથી. માટે સાધુ સંતોને આવો કોઈ લોભ નથી.

ટોપ ન્યુઝ 5 : વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2019ના ઉદઘાટન સમયે SPGએ એક શંકાસ્પદ શખ્સને ઝડપયો હતો. વડાપ્રધાન મોદીની મુલાકાત સ્થળે VVIP ગેલેરીમાંથી ઝડપાયેલો અકીબ મેમણનું દુબઈ કનેકશન સામે આવ્યું છે. ATS પાછલા 10 દિવસથી અકીબ મેમણની સતત પુછપરછ કરી રહી છે.

 

[yop_poll id=876]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Click on your DTH Provider to Add TV9 Gujarati