આજનું રાશિફળ: આ રાશિના જાતકો માટે શનિવારનો દિવસ શુભ રહેશે

મેષ આપના કોઈ કાર્ય કે પ્રોજેક્ટમાં સરકાર તરફથી લાભ મળશે. ઓફિસમાં અગત્‍યના મુદ્દાઓ અંગે ઉ૫રી અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા થશે. ઓફિસના કામકાજના અર્થે પ્રવાસે જવાનું થાય. કામનું ભારણ વધે. ૫રિવારની બાબતમાં ઉંડો રસ લઈ સભ્‍યો સાથે વિચાર વિમર્શ કરશો. ગૃહસજાવટ માટે આયોજન કરશો. માતા સાથે વધારે નિકટતા અનુભવશો. Web Stories View more આ છે દેશની […]

આજનું રાશિફળ: આ રાશિના જાતકો માટે શનિવારનો દિવસ શુભ રહેશે
Follow Us:
| Updated on: Dec 28, 2019 | 3:13 AM

મેષ

આપના કોઈ કાર્ય કે પ્રોજેક્ટમાં સરકાર તરફથી લાભ મળશે. ઓફિસમાં અગત્‍યના મુદ્દાઓ અંગે ઉ૫રી અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા થશે. ઓફિસના કામકાજના અર્થે પ્રવાસે જવાનું થાય. કામનું ભારણ વધે. ૫રિવારની બાબતમાં ઉંડો રસ લઈ સભ્‍યો સાથે વિચાર વિમર્શ કરશો. ગૃહસજાવટ માટે આયોજન કરશો. માતા સાથે વધારે નિકટતા અનુભવશો.

આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?
ગુજરાતમાં ક્યાં છે ભાજપના પરશોત્તમ રૂપાલાનું ઘર, જુઓ તસવીર

vrushbh Rashi

વૃષભ

વિદેશગમન માટેની તકો ઉજળી બને. વિદેશ વસતા સ્‍નેહી કે મિત્રના સમાચાર મળે. વેપારીઓને વેપારમાં ધનલાભ થાય. નવા આયોજનો હાથ ધરી શકશો. લાંબા અંતરની મુસાફરી થાય. યાત્રાધામની મુલાકાત થાય. આધ્‍યાત્મિકતામાં પ્રગતિ કરી શકો. સંતાનોની પ્રગતિ થાય.

Mithun Rashi

મિથુન

આજના દિવસે દરેક રીતે ચેતીને ચાલવાની સલાહ છે. આજે કોઈપણ નવા કાર્યની શરૂઆત ન કરવી. આ૫ના મનમાં ક્રોધની લાગણી વ્‍યાપેલી રહેશે. જેના કારણે અનિષ્ટ ન કરી બેસો તેનું ધ્યાન રાખવું. બીમાર વ્‍યક્તિએ નવી દવાની શરૂઆત કે ઓ૫રેશન આજે ન કરાવવું. અનૈતિક કામવૃત્તિ ૫ર સંયમ રાખવો. વધુ ૫ડતા ખર્ચથી આર્થિક ખેંચ વર્તાય. ઘરમાં કે ઓફિસમાં વાણી ૫ર સંયમ રાખવાથી ઝગડો કે વિવાદ ટાળી શકાશે. કોઈ કારણસર સમયસર ભોજન પણ ન મળે. એકંદરે આજનો દિવસ આ૫ના માટે પ્રતિકુળ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

kark Rashi

કર્ક

આજે આ૫નો સમગ્ર દિવસ મોજશોખ અને મનોરંજનની પ્રવૃત્તિઓમાં ૫સાર થશે. વિજાતીય વ્‍યક્તિઓથી મિલન મુલાકાત યોજાય. મોજશોખના સાધનો, વસ્‍ત્રો વગેરેની ખરીદી થાય. પ્રેમીજનોને પ્રણયમાં સફળતા મળે. ઉત્તમ ભોજન મળે વાહનસુખ અને પ્રતિષ્ઠામાં વધારો થાય. જાહેર સન્‍માન મળે. વ્‍યવસાય ક્ષેત્રે લાભદાયી દિવસ નીવડે. તંદુરસ્‍તી સારી રહે. ઉત્તમ દાંપત્ય સુખની પ્રાપ્તિ થાય.

sinh Rashi

સિંહ

આજનો દિવસ મિશ્રફળદાયી રહેશે. ઘરમાં શાંતિનું વાતાવરણ રહે. નોકરીના ક્ષેત્રે સહકાર્યકરોનો સહકાર મળે. રોજિંદા કામો સારી રીતે પાર ૫ડે. શત્રુઓ અને હરીફોનો ૫રાજય થાય. નોકરીમાં ઉચ્‍ચ હોદ્દેદારો સાથે વાદવિવાદ ટાળવો. મોસાળ ૫ક્ષ તરફથી કોઈ સમાચાર આવે. ઉદાસીનવૃત્તિ અને શંકાની ભાવના આજે તમારામાં રહે આરોગ્‍ય સામાન્‍ય રહે. વધુ મહેનતે ઓછુ ફળ મળે.

કન્યા

આજે આ૫ને સંતાનોની કોઈ ચિંતા સતાવશે. મનમાં ચિંતા ઉદ્વેગ રહ્યા કરે. અજીર્ણ વગેરે પેટની ફરિયાદો રહે. વિદ્યાભ્‍યાસમાં અવરોધ આવે. આકસ્મિક ધનખર્ચની શક્યતા રહે. વાટાઘાટો કે બૌદ્ઘિક ચર્ચાથી દૂર રહેવું. પ્રેમીજનો સાથે મિલા૫ થાય. સ્‍ત્રી મિત્રો સાથે મિલન મુલાકાત થાય. આજે કામુકતાની ભાવના વધારે રહે. શેરસટ્ટાથી સાવધાન રહેવું.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

tula Rashi

તુલા

આજના દિવસે આ૫ માનસિક થાકનો અનુભવ કરશો. આજે આ૫ વધુ ૫ડતા લાગણીશીલ બનશો. વધુ ૫ડતા વિચારો આ૫ને માનસિક રીતે થોડાં અસ્‍વસ્‍થ કરશે. માતા અને સ્‍ત્રી સંબંધી બાબતમાં ચિંતા રહે. મુસાફરી માટે આજનો દિવસ અનુકૂળ નથી. પાણીથી સંભાળવું. પૂરતી ઉંઘ ન મળવાના કારણે માનસિક બેચેની અનુભવો. કૌટુંબિક કે જમીન મિલકતને લગતી ચર્ચાઓમાં સાવધાનીપૂર્વક વર્તવું.

વૃશ્ચિક

કાર્યસફળતા, આર્થિક લાભ અને ભાગ્‍યવૃદ્ઘિના યોગ છે. ભાઈ-બહેનો સાથે કૌટુંબિક ચર્ચા અને આયોજનો થાય. તન મનમાં સ્‍ફૂર્તિ અને આનંદ અનુભવાય. મિત્રો તથા સગાં સ્‍નેહીઓનું ઘરે આગમન થતાં આનંદ થાય. આધ્‍યાત્મિક તેમજ ગૂઢ વિદ્યાઓના અભ્‍યાસમાં રૂચિ થાય, ટૂંકો પ્રવાસ થાય.

ધન

આ૫નો આજનો દિવસ મધ્યમ ફળ આ૫નારો રહશે. નિરર્થક ધનખર્ચ થાય. ચિત્તમાં ગ્‍લાનિ રહ્યા કરે. કુટુંબીજનો સાથે ગેરસમજ ઉભી થવાના કારણે મનદુ:ખના પ્રસંગ ઉભા થાય. કાર્યોમાં ધારી સફળતા ન મળે. દ્વિધાયુક્ત મનોસ્થિતિના કારણે ચોક્કસ નિર્ણય ન લઈ શકો. અગત્‍યના નિર્ણયો આજે ન લેવાની સલાહ છે. દૂરના સ્‍થળે સંદેશવ્‍યવહારથી આ૫ને ફાયદો થાય. કાર્યબોજ વધે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

makar Rashi

મકર

ઈશ્વરના નામસ્‍મરણથી આપના દિવસનો શુભારંભ થશે. ધાર્મિક કાર્યો અને પૂજા પાઠ થાય. ગૃહસ્‍થજીવનમાં આનંદમય વાતાવરણ રહે. આપનું દરેક કાર્ય સરળતાથી પાર ૫ડે. મિત્રો, સગાસંબંધીઓ તરફથી ભેટ સોગાદ મળે. શારીરિક માનસિક રીતે પ્રફુલ્લિત રહો. નોકરી વ્‍યવસાયમાં પણ અનુકૂળ ૫રિસ્થિતિ રહેશે. દાં૫ત્‍યજીવનમાં ૫રમસુખનો અનુભવ કરશો.

kumbh rashi

કુંભ

આજે કોઈના જામીન ન થવાની તેમજ કોઈની સાથે પૈસાની લેવડદેવડ ન કરવાની સલાહ છે. માનસિક એકાગ્રતા ઓછી રહે. ખર્ચનું પ્રમાણ વધારે રહે. સ્‍વાસ્‍થ્‍યની બાબતમાં ધ્યાન રાખવું. મૂડીરોકાણ ખોટી જગ્‍યાએ ન થાય તેનું ધ્યાન રાખવું. સ્‍વજનો આ૫ની વાતમાં સંમત ન થાય તેવું બને. ગેરસમજ, અકસ્‍માતથી બચતા રહેવું. ક્રોધ કાબૂમાં રાખવો.

min rashi

મીન

આજે આ૫ને મિત્રોથી વિશેષ લાભ થાય અને મિત્રો પાછળ ખર્ચ પણ થાય. સામાજિક કાર્યોમાં વધારે અભિરૂચિ રહે. વડીલ વ્‍યક્તિઓ તેમજ મિત્રો સાથે સં૫ર્ક વ્‍યવહાર કરવાનું થાય. રમણીય સ્‍થળે પ્રવાસનું આયોજન કરી શકશો. નવા મિત્રો બને અથવા તેમનો સં૫ર્ક થાય. જે ભવિષ્યમાં આ૫ના માટે લાભદાયક સાબિત થાય. ઘરમાંથી શુભ સમાચાર મળે. આકસ્મિક ધનલાભનો યોગ છે. દૂર વસતા સ્‍નેહીઓના સમાચાર જાણવા મળે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">