કેન્સર પીડિત દર્દીઓ માટે સુરતની આ યુવતી છે પ્રેરણાની મિશાલ, 36 કીમોથેરાપી બાદ પણ ચહેરા પર અનંત સ્માઈલ

કેન્સર પીડિત દર્દીઓ માટે સુરતની આ યુવતી છે પ્રેરણાની મિશાલ, 36 કીમોથેરાપી બાદ પણ ચહેરા પર અનંત સ્માઈલ
આજે દરેક વ્યક્તિ નાની-નાની વાતોમાં હતાશ થઈ જતો હોય છે. અને જો કોઈ બીમારી તેને લાગુ પડે તો તે હિંમત હારી જતો હોય છે. ત્યારે સુરતની એક યુવતીની હિંમત તમારા માટે પ્રેરણા બની શકે છે. બ્રેઇન ટ્યુમરના છેલ્લા સ્ટેજ પર હોવા છતાં જિંદગીને મન ભરીને જીવી રહી છે. એટલું જ નહીં તેની પાસે સમય ખૂબ ઓછો છે પણ તે એવું કામ કરવા જઈ રહી છે જેથી તે હંમેશા લોકોની યાદમાં કાયમ રહશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સામાન્ય રીતે ટ્યુમર નામ પડતા જ ભલભલાને કંપારી છૂટી જાય છે. વ્યક્તિને ટ્યુમર થયું હોવાની જાણ થતાં જ તેનું મનોબળ તૂટી જાય છે. પણ સુરતની એક યુવતી એ તમામ ટ્યુમરના પીડિતો માટે પ્રેરણાસ્ત્રોત બની છે. જે હતાશ થઈને હિંમત હારી બેસે છે.
સુરતની 27 વર્ષીય શ્રુચિને છ વર્ષ પહેલાં પોતાનાે ટ્યુમર હોવાની જાણ થઈ હતી. તેને સમયસર તમામ સારવાર લેવાની શરૂઆત કરી દીધી આમ છતાં તેની તકલીફમાં ઘટાડો થયો નહોતો. કમજોરી તેના શરીરમાં ઘર કરવા લાગી. વાળ ખરવા લાગ્યા અને અંતમાં તેને ખબર પડી કે, તે બ્રેઇન ટ્યુમરની બીમારીના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. શ્રુચીના જીવનનો આ એવો વળાંક હતો જ્યાંથી તેની દુનિયા બદલાઈ ગઈ હતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

તેનું જીવન પહેલા જેવું રહ્યું નહોતું. બાળપણથી મોટા થવા સુધી જેની સાથે તે રહી તેવી માતાનો હાથ છૂટવાનો ડર હતો. બે વર્ષ પહેલાં જ નાનપણના મિત્ર કે જે તેનો જીવનસાથી છે. તેનાથી પણ વિખુટા થવાની બીક હતી. આ એવા કારણ હતા જેનાથી શ્રુચી હિંમત હારી શકતી હતી. પણ શ્રુચી વડાલિયા એ એવી હિંમત બતાવી જેની ચર્ચા આજે દેશ દુનિયામાં થઈ રહી છે.
શ્રુચિને બ્રેઈન ટ્યુમરના છેલ્લા સ્ટેજમાં છે. હવાના પ્રદૂષણથી કોઈને કેન્સર ન થાય તે માટે પર્યાવરણ બચાવવા અભિયાન શરૂ કરી વિવિધ જગ્યાએ વૃક્ષો ઉગાડી રહી છે. 36 કિમો થેરાપીની અસહ્ય પીડા સહન કરી હોવા છતાં તેણે બે વર્ષમાં 1100 વૃક્ષ ઉગાડ્યાં છે. કારણ કે મૃત્યુ પછી પણ શ્રુચિ લોકોના શ્વાસમાં જીવવા માંગે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પોતે અસાધ્ય કેન્સરની બીમારીથી પીડાઈ રહી છે. પરંતુ ભવિષ્યમાં ગ્લોબલ વોર્મિંગ અથવા અન્ય કોઈ કારણથી કેન્સર ન થાય તે માટે પર્યાવરણ બચાવવાનું અભિયાન ચલાવી રહી છે. શ્રુચીની અંતિમ ઈચ્છા જ એ છે કે તે અસંખ્ય વૃક્ષો ઉગાડે. જેથી શારીરિક રીતે તો મૃત્યુ પામશે પરંતુ વૃક્ષોના કારણે તે લોકોના શ્વાસમાં જીવીશે.
શ્રુચીના કહેવા પ્રમાણે તેની આ હિમતનો સૌથી મોટો પ્રેરણા સ્ત્રોત તેની માતા છે. જે તેની સાથે દરેક મુશ્કેલીમાં ઉભી છે. દીકરીનું આ સ્વપ્ન પૂરું કરવા તેની માતા છાયાબેન વડાલિયા પણ વૃક્ષો વાવવાની ઝુંબેશમાં પ્રાણ પુરી રહી છે. વાપી, વલસાડ અને સુરતમાં ફરીને તેઓ દીકરીની અંતિમ ઈચ્છા પૂર્ણ કરી રહી છે.
આઠમા ધોરણથી શાળામાં સાથે ભણતા તેનો ફ્રેન્ડ સારંગ જે આજે તેનો જીવનસાથી છે. જેણે શ્રુચીને કેન્સર હોવાની જાણ હોવા છતાં તેની સાથે લગ્ન કર્યા. એટલું જ નહીં દરેક પળે તેનો સાથ પણ આપ્યો. સારંગના કહેવા મુજબ શ્રુચી તરફથી તેમને રોજ નવી પ્રેરણા અને ઉર્જા મળે છે. જે જીવનને જીવવા લાયક બનાવે છે. સારંગનું પણ હવે એક જ સપનું છે કે શ્રુચીની ફક્ત એક નહિ દરેક ઈચ્છા પૂર્ણ કરે. જેથી વૃક્ષો વાવવાની ઝુંબેશમાં જીવનસાથી તરીકે તેઓ પણ તેની પડખે ઉભા છે.
એકસમય હતો કે જ્યારે કેન્સર હોવાની જાણ થતાં શ્રુચી સાથે લોકોએ અછૂત જેવું વર્તન પણ કર્યું હતું. તેને નોકરી નહોતી મળતી. લોકો તેની બાજુમાં બેસવા પણ નહોતા માંગતા. પણ આજે સુરતના એક ઉધોગપતિએ કે જેઓ પર્યાવરણની ઝુંબેશ સાથે પહેલાથી સંકળાયેલા છે. તેઓએ તેમની ક્લીન ઇન્ડિયા ગ્રીન ઇન્ડિયાની ઝુંબેશમાં શ્રુચીને બ્રાન્ડ એમ્બેસેડર બનાવી છે. અને શ્રુચી સાથે મળીને બીજા 2500 વૃક્ષો વધુ વાવીને તેના સપનાને આગળ વધાવ્યું છે.
શ્રુચી આવનારી પેઢીના શ્વાસમાં જીવવા માંગે છે..અને આ માટે તે જીવનના અંતિમ શ્વાસ સુધી વૃક્ષ વાવવા માંગે છે. પર્યાવરણના પ્રદૂષણને કારણે કેન્સર જેવી અસાધ્ય બીમારીથી તે તો ન બચી શકી પણ આવનારી પેઢીને તેનાથી બચાવવા માટે તેણે પ્રણ લીધું છે. શ્રુચીને કેન્સર પીડિત કહેવા કરતા પથદર્શક કહેવી વધારે ઉચિત છે. કારણ કે દર્દથી ડરવાને બદલે પોઝિટિવિટીથી તેનો સામનો કઈ રીતે કરી શકાય તે તેણીએ દર્શાવ્યું છે.

Click on your DTH Provider to Add TV9 Gujarati