સચિન, ધોની, કોહલી, યુવરાજ જેવા ધુરંધરો પણ ન લગાવી શકે ‘ડાર્લિંગ’ જેવો છગ્ગો ! જાણો કેમ ઐતિહાસિક હતી એ SIXER ?

સચિન, ધોની, કોહલી, યુવરાજ જેવા ધુરંધરો પણ ન લગાવી શકે ‘ડાર્લિંગ’ જેવો છગ્ગો ! જાણો કેમ ઐતિહાસિક હતી એ SIXER ?


આજના દોરમાં વન-ડે અને ટી-20 મૅચોમાં છગ્ગાનો વરસાદ થવો સાવ સામાન્ય વાત બની ગઈ છે. જોકે ટેસ્ટ મૅચ આજે પણ કોઠાસૂઝ સાથે રમાતી રમત છે અને એટલે તેમાં ખેલાડીઓ જૂજ છગ્ગા લગાવે છે.

આમ છતાં દાયકાઓ પહેલાની ટેસ્ટ મૅચ અને આજની ટેસ્ટ મૅચની રમતમાં જમીન-આસમાનો ફરક આવી ગયો છે. આજે તો જરૂર પડ્યે ખેલાડીઓ ટેસ્ટ મૅચોમાં પણ છગ્ગાઓ મારતા નથી ખચકાતાં.

જોકે આપણે વાત કરી રહ્યા છીએ ક્રિકેટના ઇતિહાસમાં લગાવવામાં આવેલા પહેલા છગ્ગાની, તો આજે આ વાતને પૂરા 121 વર્ષ થઈ ગયાં છે.

આજે ગુજરાત સહિત આખો દેશ મકર સંક્રાંતિનો પર્વ ઉજવી રહ્યો છે, પરંતુ ક્રિકેટના ઇતિહાસમાં 14 જાન્યુઆરીનો દિવસ ઐતિહાસિક દિવસ છે, કારણ કે બરાબર 121 વર્ષ પહેલા 14 જાન્યુઆરી, 1898ના દિવસે ક્રિકેટની રમતમાં પહેલો છગ્ગો લાગ્યો હતો.

પહેલો છગ્ગો લાગતા 21 વર્ષ લાગ્યાં

ક્રિકેટ ઇતિહાસમાં પ્રથમ છગ્ગો લગાવનાર ઑસ્ટ્રેલિયન ખેલાડી જો ડાર્લિંગ

ક્રિકેટ ઇતિહાસમાં પ્રથમ છગ્ગો લગાવનાર ઑસ્ટ્રેલિયન ખેલાડી જો ડાર્લિંગ

ક્રિકેટના ઇતિહાસમાં પહેલો છગ્ગો લગાવ્યો હતો જો ડાર્લિંગે. ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅંડ વચ્ચે એડિલેડ ઓવલ પર રમવામાં આવેલી ટેસ્ટ મૅચમાં ઑસ્ટ્રેલિયાના જો ડાર્લિંગે આ પ્રથમ છગ્ગો માર્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે ક્રિકેટની રમતની શરુઆતના દોરમાં છગ્ગો મારવો બહુ મુશ્કેલ ગણાતુ હતું. ટેસ્ટ ક્રિકેટની પ્રથમ મૅચ ઑસ્ટ્રેલિયા-ઇંગ્લૅંડ વચ્ચે 1877માં રમાઈ હતી, પરંતુ પહેલો છગ્ગો લાગ્યો 21 વર્ષ બાદ. પહેલો છગ્ગો લગાવનાર ડાર્લિંગે 178 રનની ઇનિંગમાં 26 ચોગ્ગા અને 3 છગ્ગા માર્યા હતાં.

કેમ કઠિન હતું છગ્ગો મારવો ?

તે જમાનામાં છગ્ગો મારવો કોઈ આસાન કામ નહોતું, કારણ કે બૅટ્સમૅને મારેલા શૉટથી બૉલ જો મેદાનની બહાર જાય, તો જ છગ્ગો ગણાતો હતો. તે સમયે ટપ્પા ખાધા વગર બૉલ બાઉન્ડ્રીની બહાર જાય તો 5 રન મળતા હતાં અને ટપ્પો ખાઈને બૉલ બાઉન્ડ્રીની બહાર જાય તો 4 રન મળતા હતા કે જે આજે પણ મળે છે.

[yop_poll id=603]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Click on your DTH Provider to Add TV9 Gujarati