લગ્ન પ્રસંગમાં રહેજો સાવધાન: લગ્નની સિઝન શરૂઆતથી પાર્ટી પ્લોટ અને વાડીઓમાં ‘ચોર ટોળકી’ સક્રિય

લગ્ન પ્રસંગમાં રહેજો સાવધાન: લગ્નની સિઝન શરૂઆતથી પાર્ટી પ્લોટ અને વાડીઓમાં 'ચોર ટોળકી' સક્રિય


લગ્ન પ્રસંગમાં સાવધાન રહેજો. કારણ કે લગ્નની સિઝન શરૂ થતાં જ મોટા પાર્ટીપ્લોટ અને વાડીઓમાં ચોર ટોળકી સક્રિય થઈ ગઈ છે. સોલામાં પણ આવું જ બન્યું છે. રિશેપ્સન દરમિયાન પરિવાર ફોટા પડાવવામાં વ્યસ્ત હતો તે દરમિયાન એક ગઠિયો ચાંદલાની 2.5 લાખની રકમ લઈને ફરાર થઈ ગયો. સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. ઘટના છે રિંગ રોડ પર આવેલા ઉમિયા ફાર્મની.

આ પણ વાંચોઃ MBBSના અભ્યાસ માટે ચીન પહોંચેલી વડોદરાની વિદ્યાર્થિની કોરોના વાઈરસની સમસ્યાઓ વચ્ચે ફસાઈ

દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે, પરિવાર જે સમયે ફોટા પડાવી રહ્યો હતો તે સમયે ગઠીયો સ્ટેજ ઉપર જ હતો. તે તકની રાહ જોતો થોડીવાર સ્ટેજ ઉપર જ ઉભો રહ્યો. આ દરમિયાન તેને કોઈ જોતુ નથી તેવું લાગતાં તે ગણતરીની સેકન્ડોમાં જ ચાંદલાના કવરથી ભરેલો થેલો લઈને ફરાર થઈ જાય છે. જોકે તેની આ કરતૂત કેમેરામાં કેદ થઈ ગઈ છે. સમગ્ર ઘટનાને લઈ પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Click on your DTH Provider to Add TV9 Gujarati