TVથી લઈને કાર અને હવાઈ સફર સુધી: 1 ફેબ્રુઆરીથી તમારી જિંદગીમાં થવા જઈ રહ્યાં છે આ મહત્ત્વના બદલાવ

1 ફેબ્રુઆરીનો દિવસ ઘણો ખાસ રહેવાનો છે. એટલે કે આવતીકાલથી લોકોની જિંદગીમાં ઘણાં બદલાવ જોવા મળી શકે છે. જ્યાં એકબાજુ સામાન્ય લોકો રોજબરોજના જીવનમાં ઘણી નવી સુવિધાઓ મળવાની છે ત્યાં બીજી કેટલીક સુવિધાઓના કારણે તમારા ખિસ્સા પર બોજ વધશે.  પહેલી ફેબ્રુઆરીથી ટીવી જોવાની રીતમાં બદલાવથી લઈને હવાઈ સફર કરવા સુધી અને સવર્ણોને આરક્ષણ મળવાથી લઈને […]

TVથી લઈને કાર અને હવાઈ સફર સુધી: 1 ફેબ્રુઆરીથી તમારી જિંદગીમાં થવા જઈ રહ્યાં છે આ મહત્ત્વના બદલાવ
Follow Us:
| Updated on: Jan 31, 2019 | 9:51 AM

1 ફેબ્રુઆરીનો દિવસ ઘણો ખાસ રહેવાનો છે. એટલે કે આવતીકાલથી લોકોની જિંદગીમાં ઘણાં બદલાવ જોવા મળી શકે છે. જ્યાં એકબાજુ સામાન્ય લોકો રોજબરોજના જીવનમાં ઘણી નવી સુવિધાઓ મળવાની છે ત્યાં બીજી કેટલીક સુવિધાઓના કારણે તમારા ખિસ્સા પર બોજ વધશે. 

પહેલી ફેબ્રુઆરીથી ટીવી જોવાની રીતમાં બદલાવથી લઈને હવાઈ સફર કરવા સુધી અને સવર્ણોને આરક્ષણ મળવાથી લઈને હોંડાની કાર ખરીવા સુધીના ઘણાં બદલાવ થવા જઈ રહ્યાં છે. તેની લોકોની જિંદગી પર સીધી અસર જોવા મળી શકે છે. આવો, જાણીએ 1 ફેબ્રુઆરીથી કયા કયા બદલાવ થવાના છે.

સવર્ણોને આરક્ષણ

કેન્દ્ર અને કેટલીક રાજ્ય સરકારની નોકરીઓમાં જનરલ કેગેગરીના આર્થિક રીતે નબળા લોકો માટે 10 ટકા આરક્ષણ 1 ફેબ્રુઆરીથી લાગૂ થશે. એટલે કે આ દિવસથી કેન્દ્ર અને રાજ્ય સરકારોની જે પણ નોકરીની તકો આવશે, જેમાં 10 ટકા આરક્ષણ મળશે. આ આરક્ષણનો ફાયદો વાર્ષિક આઠ લાખ રૂપિયાથી ઓછી આવક ધરાવતા પરિવારોને મળશે. સાથે જ ખેડૂત વર્ગમાં 5 એકરથી ઓછી ખેતીની જમીન અને શહેરમાં 1000 સ્ક્વેર ફીટથી ઓછા વિસ્તારનો ફ્લેટ હોવો જોઈએ.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

આરક્ષણનો દાવો કરનાર પરિવારની આવક અને આવકનું સર્ટિફિકેટ પ્રમાણિત કરનાર અધિકારીનો રેન્ક મામલતદારથી નીચો ન હોવો જોઈએ. કેન્દ્ર ઉપરાંત, ઉત્તર પ્રદેશ, ગુજરાત, હિમાચલ પ્રદેશ અને ઝારખંડની સરકાર પણ પોતાના રાજ્યોમાં આ લાગૂ કરી ચૂકી છે.

બદલાઈ જશે ટીવી જોવાની રીત

TRAIએ DTH કંપનીઓ અને કેબલ ઓપરેટર્સ માટે નવા નિયમો બનાવ્યા છે જે 1 ફેબ્રુઆરીથી લાગૂ થશે. આ દિવસથી યૂઝર્સ પોતાની મનપસંદ ચેનલ્સ પસંદ કરશે અને તેટલા જ પૈસા ચૂકવશે. એટલે કે તમે જે ચેનલ જોશો તેટલા જ પૈસા આપશે.

TRAIના નવા રેગ્યુલેશન અંતર્ગત આ નિયમને અનિવાર્ય કરી દેવાયો છે. બેઝ પેકમાં 100 ચેનલ્સ હશે જેમાં Free to air ચેનલનો સમાવેશ થશે. આ બેઝ પેક માટે યૂઝરે 130 રૂપિયા ચૂકવવાના રહેશે. આ પેકમાં દૂરદર્શનની 25 ચેનલ્સ પણ સામેલ હશે જે ફ્રી ટૂ એર છે. જો તમે પૈસા ખર્ચવા નથી માગતા અને માત્ર ફ્રી ટૂ એર ચેનલ્સ જોવા માગો છો તો તમારે માત્ર 154 રૂપિયા ચૂકવવાના રહેશે.

મુંબઈમાં UBER BOAT સેવા

મુંબઈમાં ઉબર પહેલી ફેબ્રુઆરીથી સ્પીડબોટ સેવા લૉન્ચ કરવા જઈ રહી છે. મુંબઈમાં પાયલટ પરિયોજના અંતર્ગત શરૂ થનારી ઓન ડિમાન્ડ સ્પીડબોટ સેવા 3 જગ્યાઓ- ગેટવે ઓફ ઈન્ડિયા, એલીફેન્ટા આઈલેન્ડ અને માંડવા જેટ્ટીની સેવા આપશે. આ સેવામાં રાઈડર્સને બે પ્રકારની સ્પીડબોટ્સ મળે. 6થી 8 સીટોની ઉબર બોટનું ભાડું રૂ.5,700 અને 10 સીટોની ક્ષમતા ધરાવતી ઉબરબોટ-એક્સએલનું એક તરફનું ભાડું 9,500 રૂપિયા હશે.

સેવિંગ અકાઉન્ટ પર મિનિમમ બેલેન્સની લિમિટમાં વધારો

બેંક ઓફ બરોડામાં જો તમારું સેવિંગ અકાઉન્ટ છે તો એક બીજો બદલાવ પણ છે તમારા માટે. 1 ફેબ્રુઆરીથી બેંક ઓફ બરોડાના સેવિંગ અકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ રૂ.1000ની જગ્યાએ 2000 રાખવું પડશે. અને અર્ધ શહેરી બ્રાન્ચમાં ગ્રાહકોને 500 રૂપિયાની જગ્યાએ 1000 રૂપિયા મિનિમમ બેલેન્સ રાખવું પડશે. જોકે ગ્રામીણ વિસ્તારમાં કોઈ મિનિમમ બેલેન્સને લઈને કોઈ બદલાવ નથી કરાયો. જો શહેરી લોકો સેવિંગ અકાઉન્ટમાં 2000 રૂપિયા મિનિમમ બેલેન્સ નહીં રાખે તો તેના માટે તેમણે 200 રૂપિયા ફીસ આપવી પડશે અને અર્ધ શહેરી લોકોએ 100 રૂપિયા ફી આપવી પડશે.

હોંડાની કાર્સ 10 હજાર રૂપિયા સુધી મોંઘી થશે

હોંડાની તમામ કારમાં રૂપિયા 7 હજારથી 10 હજાર સુધીનો વધારો થવા જઈ રહ્યો છે. હોંડા કાર્સ ઈન્ડિયાના સીનિયર VP  અને ડાયરેક્ટર રાજેશ ગોયલનું કહેવું છે કે ઘણી વસ્તુઓની કિંમત અને ફોરેન કરન્સીની વેલ્યૂ વધવાના કારણે ગાડીઓની કિંમતમાં વધારો થઈ રહ્યો છે.

હવાઈ સફર થશે મોંઘી, આપવો પડશે લગેજ સ્કેનિંગ ચાર્જ

જો તમે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટથી સફર કરી રહ્યાં છો તો એક ફેબ્રુઆરીથી મુસાફરોએ પોતાનો સામાન ચેક કરાવવા ચાર્જ ચૂકવવાનો રહેશે. મુસાફરના લગેજના હિસાબ પ્રમાણે એરપોર્ટે એરલાઈન્સને 5થી 50 રૂપિયા સુધીનો લગેજ સ્કેનિંગ ચાર્જ આપવાનો રહેશે.

[yop_poll id=935]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
g clip-path="url(#clip0_868_265)">