ગુજરાતમાં લોકસભા ચૂંટણીના પરિણામ બાદ આ 4 ધારાસભ્યો રાજીનામું આપશે

લોકસભાની ચૂંટણીના પરિણામો આવી ગયા અને ભારતમાં ભાજપે એકલા હાથે પોતાની તાકાત બતાવી છે. ગુજરાતમાં પણ ભાજપ 26 લોકસભાની બેઠકોમાંથી 26 બેઠકો પર વિજય મેળવવામાં સફળ રહી છે. ગુજરાતમાં ચાર સીટીંગ ધારાસભ્યે પણ લોકસભાની ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું અને તેમાં તેનો વિજય થયો છે. આ ચાર ધારાસભ્યો જે લોકસભાની ચૂંટણી જીતીને સાંસદ બન્યા છે તેમાં થરાદમાંથી […]

ગુજરાતમાં લોકસભા ચૂંટણીના પરિણામ બાદ આ 4 ધારાસભ્યો રાજીનામું આપશે
Follow Us:
| Updated on: May 24, 2019 | 9:33 AM

લોકસભાની ચૂંટણીના પરિણામો આવી ગયા અને ભારતમાં ભાજપે એકલા હાથે પોતાની તાકાત બતાવી છે. ગુજરાતમાં પણ ભાજપ 26 લોકસભાની બેઠકોમાંથી 26 બેઠકો પર વિજય મેળવવામાં સફળ રહી છે. ગુજરાતમાં ચાર સીટીંગ ધારાસભ્યે પણ લોકસભાની ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું અને તેમાં તેનો વિજય થયો છે.

આ ચાર ધારાસભ્યો જે લોકસભાની ચૂંટણી જીતીને સાંસદ બન્યા છે તેમાં થરાદમાંથી ધારાસભ્ય હતા તે પરબતભાઈ પટેલ બનાસકાંઠાથી લોકસભાની ચૂંટણી જીત્યા છે. જ્યારે અમદાવાદ પૂર્વ બેઠક પરથી લોકસભા જીતીને પટેલ હસમુખભાઈ અમરાઈવાડી વિધાનસભા બેઠકથી પોતાનું રાજીનામું આપશે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

ખેરાલુના ધારાસભ્ય ડાભી ભરતસિંહ પણ પાટણથી લડ્યા હતા અને તેમણે લોકસભાની જીત મેળવી છે અને હવે તેઓ પોતાના ધારાસભ્યપદેથી રાજીનામું આપશે. લુણાવાડાના ધારાસભ્ય રાઠોડ રતનસિંહ પણ લોકસભાની ચૂંટણીમાં પંચમહાલ બેઠક પરથી જીત્યા છે અને તેના લીધે તેઓ લુણાવાડાના ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">