ખેલૈયાઓને નથી મંદીનો ડર! નવરાત્રીમાં કરે છે હજારો રૂપિયાનો ખર્ચ, જુઓ VIDEO

  એક તરફ મંદીનો માહોલ ચાલી રહ્યો છે તો બીજી તરફ નવરાત્રી માટે ખેલૈયાઓ તૈયારી કરી રહ્યા છે. નવરાત્રીમાં માતાજીના ગરબે ઘુમવા ખેલૈયાઓએ મંદીના માહોલ વચ્ચે પણ પોતાના માટે અવનવા ડ્રેસ તૈયાર કરાવ્યા છે અને તેમાં પણ આ વખતે સેમી ટ્રેડિશનલ અને કુર્તા ઓની વચ્ચે રજવાડી સ્ટાઇલના ડ્રેસની ભારે ડિમાન્ડ રહી છે. રજવાડી સ્ટાઇલના કેડિયા […]

ખેલૈયાઓને નથી મંદીનો ડર! નવરાત્રીમાં કરે છે હજારો રૂપિયાનો ખર્ચ, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Sep 27, 2019 | 7:05 AM

એક તરફ મંદીનો માહોલ ચાલી રહ્યો છે તો બીજી તરફ નવરાત્રી માટે ખેલૈયાઓ તૈયારી કરી રહ્યા છે. નવરાત્રીમાં માતાજીના ગરબે ઘુમવા ખેલૈયાઓએ મંદીના માહોલ વચ્ચે પણ પોતાના માટે અવનવા ડ્રેસ તૈયાર કરાવ્યા છે અને તેમાં પણ આ વખતે સેમી ટ્રેડિશનલ અને કુર્તા ઓની વચ્ચે રજવાડી સ્ટાઇલના ડ્રેસની ભારે ડિમાન્ડ રહી છે. રજવાડી સ્ટાઇલના કેડિયા અને ભરવાડા ડ્રેસની ડિમાન્ડ વધુ જોવા મળી રહી છે. ખેલૈયાઓ આ ડ્રેસ પાછળ 8થી 10 હજાર રૂપિયાનો ખર્ચો કરતા જોવા મળી રહ્યા છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

નવરાત્રીની હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ખેલૈયાઓ પોતપોતાની રીતે નવરાત્રીના ચણીયા ચોલી અને ડ્રેસની તૈયારી કરી રહ્યા છે. છેલ્લા ચાર-પાંચ વર્ષથી નવરાત્રી દરમિયાન સેમી ટ્રેડિશનલ ડ્રેસનો ટ્રેન્ડ જોવા મળ્યો હતો. જો કે આ વર્ષે આ ટ્રેન્ડ બદલાયો છે. આ વર્ષે ખેલૈયા ફુલ્લી ટ્રેડિશનલ રજવાડી ડ્રેસ અને ચણિયાચોળી બનાવડાવી રહ્યા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ખેલૈયાઓ કહી રહ્યા છે કે માર્કેટમાં ભલે મંદી હોય પરંતુ નવરાત્રીએ તેમનો મનગમતો તહેવાર છે, આ માટે અમે ત્રણ-ચાર મહિના પહેલા જ તૈયારી શરૂ કરી દેતા હોય છે. રહી વાત ડ્રેસની તો તેઓ દર વર્ષે ડ્રેસમાં કંઈક નવીન કરતા હોય છે અને એક ડ્રેસ પાછળ તેઓ 9 થી 10 હજાર રૂપિયા ખર્ચતા પણ અચકાતા નથી. આ ઉપરાંત ઘરેણાં,મેકઅપ, નવરાત્રીના પાસ બધું મળીને જોવા જઈએ તો એક દિવસનો ખર્ચ 15 હજાર કરતા પણ વધી જાય છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">