‘બૂલબૂલ’ વાવાઝોડાનો કહેર, પશ્ચિમ બંગાળમાં 23,811 કરોડ રૂપિયાનું નુકસાન, 5 લાખથી વધુ ઘર તબાહ

પશ્ચિમ બંગાળમાં ‘બૂલબૂલ’ વાવાઝોડાએ ભયંકર તબાહી મચાવી છે. તેનાથી 23,811 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે અને 3 જિલ્લામાં લગભગ 35 લાખ લોકો પ્રભાવિત થયા છે. રાજ્ય સરકાર દ્વારા વાવાઝોડા ‘બૂલબૂલ’થી થયેલા નુકસાનના સંબંધમાં શનિવારે કેન્દ્ર સરકારની એક ટીમને આપેલા એક રિપોર્ટમાં આ કહેવામાં આવ્યું છે. કેન્દ્રીય દળના સભ્યોને પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ રાજીવ સિંહાની સાથે […]

'બૂલબૂલ' વાવાઝોડાનો કહેર, પશ્ચિમ બંગાળમાં 23,811 કરોડ રૂપિયાનું નુકસાન, 5 લાખથી વધુ ઘર તબાહ
Follow Us:
| Updated on: Nov 17, 2019 | 4:58 AM

પશ્ચિમ બંગાળમાં ‘બૂલબૂલ’ વાવાઝોડાએ ભયંકર તબાહી મચાવી છે. તેનાથી 23,811 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે અને 3 જિલ્લામાં લગભગ 35 લાખ લોકો પ્રભાવિત થયા છે. રાજ્ય સરકાર દ્વારા વાવાઝોડા ‘બૂલબૂલ’થી થયેલા નુકસાનના સંબંધમાં શનિવારે કેન્દ્ર સરકારની એક ટીમને આપેલા એક રિપોર્ટમાં આ કહેવામાં આવ્યું છે.

the loss figure can reach 23000 crores due to bulbul cyclone in west bengal

કેન્દ્રીય દળના સભ્યોને પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ રાજીવ સિંહાની સાથે સચિવાલયમાં એક બેઠક દરમિયાન આ રિપોર્ટ આપવામાં આવ્યો અને અલગથી એક રિપોર્ટ કેન્દ્ર સરકારને મોકલવામાં આવશે. દળના સભ્યોએ શનિવારે રાજ્ય સરકારના અધિકારીઓ સાથે મુલાકાત કરી.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

એક દિવસ પહેલા તેમણે ચક્રવાતથી અસરગ્રસ્ત ઉત્તરીય અને દક્ષિણના 24 પરગણા અને પૂર્વ મિદનાપુર જિલ્લાની મુલાકાત લીધી હતી. એક વરિષ્ઠ અધિકારીએ રિપોર્ટના હવાલાથી કહ્યું કે રાજ્યને ‘બૂલબૂલ’ વાવાઝોડાથી 3 જિલ્લામાં કુલ 23,811 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે, જ્યારે 35 લાખ લોકો તેનાથી પ્રભાવિત થયા છે. વાવાઝોડામાં 5,17,535 ઘર તબાહ થઈ ગયા.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વાવાઝોડામાં પ્રભાવિત થયેલા લોકોની મદદમાં રાજનીતિ ના કરવાની અપીલ કરી છે. રાજ્યપાલ જગદીપ ધનખડે પણ મુખ્યમંત્રીના નિવેદન પર સહમતિ આપી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે ‘બૂલબૂલ’ વાવાઝોડાથી પ્રભાવિતોને રાહત સામગ્રી આપવામાં રાજનીતિ ના થવી જોઈએ.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">