પશુપાલકો માટે ખુશીના સમાચાર! સાબરડેરીએ દુધના ખરીદ ભાવમાં ફરી એકવાર કર્યો વધારો

સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાના સાડા ચાર લાખ જેટલા પશુપાલકો માટે ખુશીના સમાચાર સાબરડેરીએ જાહેર કર્યા છે. આગામી 21 સપ્ટેમ્બરથી સાબરડેરી દ્રારા ખરીદ કરવામાં આવતા દુધના ભાવમાં પ્રતિકીલો ફેટે વધારો જાહેર કરવામાં આવ્યો છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories View more IPL 2024 વચ્ચે પ્રીટિ […]

પશુપાલકો માટે ખુશીના સમાચાર! સાબરડેરીએ દુધના ખરીદ ભાવમાં ફરી એકવાર કર્યો વધારો
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Sep 17, 2019 | 4:56 PM

સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાના સાડા ચાર લાખ જેટલા પશુપાલકો માટે ખુશીના સમાચાર સાબરડેરીએ જાહેર કર્યા છે. આગામી 21 સપ્ટેમ્બરથી સાબરડેરી દ્રારા ખરીદ કરવામાં આવતા દુધના ભાવમાં પ્રતિકીલો ફેટે વધારો જાહેર કરવામાં આવ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

છેલ્લા પાંચ માસમાં સાબરડેરી દ્રારા પાંચમી વાર ભાવ વધારો જાહેર કરવામાં આવ્યો છે.  જેમાં છેલ્લા બે માસમાં બીજી વાર ભાવ વધારો ઈન્ચાર્જ ચેરમેન જંયતિભાઇ પટેલે ભાવ વધારો જાહેર કર્યો હતો. પ્રતિ કિલો ફેટે નવા જાહેર કરાયેલા ભાવ વધારા પ્રમાણે આગામી 21સપ્ટેમ્બરથી ભેંસના દુધને પ્રતિકિલો ફેટે સાબરડેરી 700 રુપિયાના ભાવે ખરીદ કરશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

જે અગાઉ 680 રુપિયા ભાવ હતો. આવી જ રીતે ગાયના દુધનો પ્રતિ કીલો ફેટે 290 રુપીયા હાલનો ભાવ હતો એ હવે 300 રુપિયા થશે. આમ હવે નવા ભાવની અમલવારી કરવામા આવશે અને જેને લઇને પશુપાલકોમાં આનંદ વ્યાપ્યો છે. સાબરડેરી દ્રારા છેલ્લે પહેલી ઓગષ્ટના રોજ થી ભાવને અમલ બનાવ્યા હતા અને ત્યાર બાદ ફરી એકવાર ભાવ વધારો કરાયો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પશુઆહારમાં પણ છેલ્લાં કેટલાક સમયથી ભાવ વધારો થવાને લઇને પશુપાલકો પણ ચિંતીત હતા અને એ દરમ્યાન ફરી એકવાર પશુપાલકો માટે સારા સમાચાર સાંપડતા પશુપાલકોને રાહત સાંપડી છે. જોકે આ ભાવ વધારાને લઇને દુધના ખરીદદાર ગ્રાહકોને હાલમાં કોઇજ ભાવવધારાની અસર નહી પહોંચે એમ અગાઉ એનડીડીબી દ્રારા પણ કહેવાયુ છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">