વડોદરામાં રખડતાં ઢોરનો ત્રાસ અટકાવવામાં ઘણા લાંબા સમયથી નિષ્ફળ ગયેલા તંત્રએ ફરીથી ઝુંબેશ હાથ ધરી

વડોદરામાં રખડતાં ઢોરનો ત્રાસ અટકાવવામાં ઘણા લાંબા સમયથી નિષ્ફળ ગયેલા તંત્રએ ફરીથી ઝુંબેશ હાથ ધરી
stray cattle (File photo)

મહત્વનું છે કે કોર્પોરેશનના સત્તાધીશો અનેકવાર ઢોરમુક્ત શહેરના દાવા કરી ચૂક્યા છે. તેમને સફળતા મળવાની વાત તો દૂર રહી પરંતુ કરેલા દાવા પોકળ સાબિત કરતી ઘટનાઓ ખૂબ વધી ગઈ છે. સ્થિતિ અંકુશમાં આવવાની જગ્યાએ વણસી રહી છે.

TV9 GUJARATI

| Edited By: kirit bantwa

May 25, 2022 | 11:27 AM

વડોદરા (Vadodara) ના રસ્તાઓ પર છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરો  (Stray cattle)નું સામ્રાજ્ય ચાલી રહ્યું છે. ત્રાસ એટલી હદે વધી ગયો છે કે રોજેરોજ ગાયો લોકોને ભેટા મારીને ઈજા પહોંચાડી રહી છે. છેલ્લા કેટલાક સમયથી અવારનવાર રખડતાં ઢોર કોીને કોઈ માણસને અડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડી રહ્યાં છે તેવામાં ઘણા લાંબા સમયથી નિષ્ફળ ગયેલા કોર્પોરેશન તંત્રએ ફરીથી ઝુંબેશ હાથ ધરી છે. રખડતા ઢોરોને પકડવા માટે 8 ટીમો રાઉન્ડ ધ ક્લોક ફરજ પર છે. મહત્વનું છે કે કોર્પોરેશનના સત્તાધીશો અનેકવાર ઢોરમુક્ત શહેરના દાવા કરી ચૂક્યા છે. તેમને સફળતા મળવાની વાત તો દૂર રહી પરંતુ કરેલા દાવા પોકળ સાબિત કરતી ઘટનાઓ ખૂબ વધી ગઈ છે. સ્થિતિ અંકુશમાં આવવાની જગ્યાએ વણસી રહી છે. જેના પરથી એ પુરવાર થાય છે કે કોર્પોરેશનની ઢોર પાર્ટીની કામગીરીમાં હજુ પણ બેદરકારી ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે વડોદરામાં છેલ્લા એક અઠવાડિયામાં અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.. ફક્ત એક જ દિવસમાં રખડતા ઢોરોએ 5 લોકોને ઈજાગ્રસ્ત કર્યા છે. વડોદરાના અલકાપુરી જેતલપુર રોડ અને વડોદરા નજીક આવેલા કોયલીમાં ગાય અથડાતાં દાદા-દાદી અને પૌત્રી પટકાયા હતા. જ્યારે અલકાપુરી રોડ પર યુવકને ગાયે ઈજાગ્રસ્ત કરતાં તેને પ્રિવેડિંગ શૂટિંગ રદ કરવું પડ્યું હતું. સત્તાધીશોનો દોવો છે કે ઢોર પાર્ટીએ ચાર મહિનામાં 1400 જેટલા પશુઓ પકડ્યા છે. અને માર્ચ-એપ્રિલ દરમિયાન 39 પશુમાલિકો સામે ફરિયાદ દાખલ કરી છે.

કોયલી ગામ પાસે બાળકી ઇજાગ્રસ્ત

વડોદરા શહેરમાં રખડતા ઢોરનો આતંક સમય જતા વધતો જઇ રહ્યો છે. સતત ત્રીજા દિવસે રખડતા ઢોરના કારણે એક બાળકી ઇજાગ્રસ્ત થયા હોવાની ઘટના સામે આવી છે. ગઇકાલે રાત્રે અને બપોરે પણ રખડતા ઢોરના કારણે બે વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતા. આજની વાત કરીએ તો વડોદરાના કોયલી ગામ પાસે ગાયે બાળકીને અડફેટે લીધી હતી. જેમાં 9 વર્ષની બાળકીને ઇજા પહોંચી છે. બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. બાળકીને આંખના ભાગે આવ્યા 6થી 7 ટાંકા આવ્યા છે.

અલકાપુરીમાં યુવકને અડફેટે લીધો

વધુ એક ઘટના અલકાપુરી વિસ્તારની છે. જ્યાં એક ગાયે એક્ટિવા ચાલક યુવકને અડફેટે લેતાં તેને ગંભીર ઈજા પહોંચી છે. તેને મોઢાના ભાગે 12 ટાંકા આવ્યા છે અને તે SSG હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મળતી માહિતી પ્રમાણે, ટેટૂ બનાવવાનો વ્યવસાય કરતો હિરેન પરમાર નામનો યુવક સોમવારે રાત્રે 9થી 10 વાગ્યાના અરસામાં જેતલપુર રોડથી અલકાપુરી તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન રસ્તા પર અચાનક દોડી આવેલી ગાયે એક્ટિવા સાથે તેને પછાડ્યો હતો. જેને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. એક તરફ સત્તાધીશો ઢોરમુક્ત વડોદરાના દાવા કરવામાં મસ્ત રહે છે. બીજી તરફ રોજેરોજ લોકો ઢોરના ત્રાસનો ભોગ બનતા રહે છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati