ભારત ઓસ્ટ્રેલીયા વચ્ચે બોક્સિંગ ડે ટેસ્ટ મેચમાં 25,000 દર્શકોને મળશે સ્ટેડિયમમાં પ્રવેશ

ભારત ઓસ્ટ્રેલીયા વચ્ચે બોક્સિંગ ડે ટેસ્ટ મેચમાં 25,000 દર્શકોને મળશે સ્ટેડિયમમાં પ્રવેશ

ટી-20 લીગના તુરત બાદ જ હવે ભારત અને ઓસ્ટ્રેલીયા સીરીઝ શરુ થશે. આ માટે ભારતીય ટીમ ઓસ્ટ્રેલીયાનો પ્રવાસ ખેડનારી છે. જ્યાં ઓસ્ટ્રેલીયા સામે ક્રિકેટના ત્રણેય પ્રકારના ફોર્મેટની સીરીઝ રમાનારી છે. ટી-20 અને વન ડે સીરીઝ પછી ચાર મેચની ટેસ્ટ સીરીઝ રમાનારી છે. આ ટેસ્ટ સીરીઝમાં મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાનારી બોક્સીંગ ડે ટેસ્ટ મેચ પણ સામેલ છે.

  બોક્સીંગ ડે ટેસ્ટ મેચમાં દર્શકોને સ્ટેડીયમમાં જવાની પરવાનગી આપવામાં આવી છે. સ્ટેડીયમાં સામાન્ય સંખ્યા જ નહી પરંતુ 25,000 દર્શકોને આવવાની પરવાનગી જાહેર કરવામાં આવી છે. આમ મોટી સંખ્યામાં દર્શકો સ્ટેડીયમમાં બેસીને બોક્સીંગ ડે ટેસ્ટ મેચ નિહાળવાની મઝા માણી શકશે.

કોવીડ-19 મહામારીના ચાલવા દરમ્યાન ભારત અને યજમાન ઓસ્ટ્રેલીયા ના વચ્ચે મેલબોર્નમાં 26 ડિસેમ્બરે બીજી ટેસ્ટ મેચ રમાનારી છે. જે બોક્સીંગ ડે ટેસ્ટ મેચ હશે, કારણ કે વર્ષની આખરમાં યોજાનારી ટેસ્ટ મેચને બોક્સીંગ ડે ટેસ્ટ ની સંજ્ઞા આપવામાં આવેલી છે. એમસીજી એ આ બોક્સીંગ ડે ટેસ્ટ માટે સ્ટેડીમયની ક્ષમતા કરતા ચોથો ભાગ દર્શકોના માટે રાખવામાં આવ્યો છે. એમસીજી એ અત્યાર સુધી દુનિયાના મોટા ક્રિકેટ સ્ટેડીયમ પૈકીનુ એક છે. જેની દર્શક ક્ષમતા એક લાખ દર્શકોની છે.

વિરાટ કોહલીની કેપ્ટનશીપ વાળી ભારતીય ટીમ 17 ડીસેમ્બરે એડિલેડમાં ઓસ્ટ્રેલીયા સામે રમાનારી ડે-નાઇટ ટેસ્ટ મેચ થી બોર્ડર-ગાવાસ્કર ટ્રોફી ટાઇટલ બચાવના અભીયાનની શરુઆત કરશે. એડિલેડમાં થનારી આ પહેલી ડે નાઇટ મેચ બાદ બંને ટીમો 26 ડીસેમ્બર થી મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં બીજી ટેસ્ટ, 7 જાન્યુઆરી 2021  થી સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં ત્રીજી ટેસ્ટ અને 15 જાન્યુઆરી થી બ્રિસબેનમાં ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ રમાશે.

પ્રથમ વાર ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે ડે-નાઇટ ટેસ્ટ મેચ રમાનારી છે. ભારતીય ટીમે અત્યાર સુધીમાં એક માત્ર પિંક બોલ ટેસ્ટ બાંગ્લાદેશ ની સામે કલકત્તાના ઇડન ગાર્ડન સ્ટેડીયમમાં રમી હતી. તે મેચમાં ભારતને જીત મળી હતી. જ્યારે કાંગારુ ટીમ પણ ક્યારેય ડે-નાઇટ ટેસ્ટ મેચ ને હારી નથી. આવા માં આ પ્રવાસ અને મુકાબલા દિલ ચસ્પ બની રહેશે. ઓસ્ટ્રેલીયાએ ન્યુઝીલેન્ડ, સાઉથ આફ્રીકા, ઇગ્લેન્ડ અને પાકિસ્તાન સામે ચાર ડે નાઇટ ટેસ્ટ મેચ રમી છે અને ચારેય મેચ જીતી છે.


આ પણ વાંચોઃ ભારતીય ટીમમાં પસંદગી પામેલા મિસ્ટ્રી સ્પિનરે, એક ફિલ્મમાં પણ કર્યુ હતુ કામ, જાણો કેવો હતો તેનો રોલ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Click on your DTH Provider to Add TV9 Gujarati