ક્રૂર ગુનેગારોની રાહ જુએ છે જલ્લાદ, સજા સેકડોને પણ ફાંસીના માચડે કેટલા ગુનેગાર પહોંચ્યા ? 2018માં તે ફાંસીની સજાનો રેકૉર્ડ સર્જાયો ! આપ જાણો છો છેલ્લી ફાંસી ક્યારે અને કોને થઈ ?

ક્રૂર ગુનેગારોની રાહ જુએ છે જલ્લાદ, સજા સેકડોને પણ ફાંસીના માચડે કેટલા ગુનેગાર પહોંચ્યા ? 2018માં તે ફાંસીની સજાનો રેકૉર્ડ સર્જાયો ! આપ જાણો છો છેલ્લી ફાંસી ક્યારે અને કોને થઈ ?


વર્ષ 2018માં દેશમાં 162 લોકોને ફાંસીની સજા સંભળાવામાં આવી. આ આંકડો પાછલા બે દાયકામાં સૌથી વધુ છે. આ લિસ્ટમાં સૌથી આગળ મધ્યપ્રદેશ છે. તેના પછી મહારાષ્ટ્ર અને પછી કર્ણાટકનો નંબર આવે છે.

ભારતની ન્યાય પ્રણાલી અને બંધારણીય પ્રક્રિયા તથા મર્યાદાઓ એવી છે કે ફાંસીની સજા મળવા છતાં ગુનેગારને ફાંસીથી બચવા માટે અનેક તકો આપવામાં આવે છે. એટલે જ તો વર્ષ 2018માં છેલ્લા 20 વર્ષમાં સૌથી વધુ ફાંસીની સજા સંભળાવવામાં આવ્યા છતા, ફાંસી એકેય ગુનેગારને નથી થઈ.

ભારતમાં છેલ્લે આતંકવાદી અફઝલ ગુરુને વર્ષ 2013માં ફાંસીએ લટકાવવામાં આવ્યો હતો અને તે પહેલા મુંબઈ હુમલાનો ગુનેગાર અજમલ કસાબ 2012માં ફાંસીના માચડે લટકાવવામાં આવ્યો હતો. આમ, ભારતમાં છેલ્લા 6 વર્ષમાં એક પણ ગુનેગારને ફાંસી નથી થઈ.

ગયા વર્ષે મધ્યપ્રદેશમાં 22 લોકોને ફાંસીની સજા સંભળાવામાં આવી. તેમાં સૌથી વધારે કેસો યોન-શોષણથી પીડત બાળકોના છે. ગયા વર્ષે મધ્યપ્રદેશમાં ઈન્ડિયન પીનલ કોડની કલમમાં સંશોધન કરતા 12 વર્ષથી નાની ઉંમરની છોકરીઓની સાથે યોન-શોષણના કેસમાં ફાંસીની સજાની જોગવાઈ કરવામાં આવી.

ગયા વર્ષે મહારાષ્ટ્રમાં 16 લોકોને ફાંસીની સજા સંભળાવામાં આવી. તે પછી કર્ણાટક અને ઉતરપ્રદેશમાં 15 લોકોને ફાંસીની સજા સંભળાવામાં આવી. સુપ્રીમ કોર્ટે પણ 11 કેસોના આરોપીઓને ફાંસીની સજા થઈ. 2012 દિલ્લી ગેંગ રેપમાં સામિલ ત્રણ લોકોને ફાંસીની સજા મળી. તેના પહેલા દિલ્લી હાઈકોર્ટે તેમને ફાંસીની સજા આપી હતી.

ગયા વર્ષે જે રાજયોમાં કોઈને ફાંસીની સજા સંભળાવામાં નથી આવી તે રાજયો જમ્મુ-કશ્મીર, ગોવા,અસમ સિવાય ઉતર પુર્વના બાકી 6 રાજયોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

[yop_poll id=874]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

 

Click on your DTH Provider to Add TV9 Gujarati