અંબાણી પરિવારના આંગણે બાપ્પાના દર્શને નેતાઓ અભિનેતાઓ સહિત દિગ્ગજોનો જમાવડો, જુઓ VIDEO

અંબાણી પરિવારના આંગણે બાપ્પાના દર્શને નેતાઓ અભિનેતાઓ સહિત દિગ્ગજોનો જમાવડો, જુઓ VIDEO

મહારાષ્ટ્રમાં ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. નેતાઓ, અભિનેતાઓ ક્રિકેટ જગતની હસ્તીઓથી માંડીને મોટા મોટા ઉદ્યોગપતિઓએ ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરી છે. દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ પોતાના નિવાસસ્થાન એન્ટેલિયામાં દુંદાળા દેવની સ્થાપના કરી છે. ગઈકાલે રાત્રે યોજાયેલા આ ખાસ કાર્યક્રમમાં એન્ટેલિયાનો દુલ્હનની જેમ શણગાર કરવામાં આવ્યો. એન્ટેલિયામાં ગણપતિની પૂજામાં બોલીવુડ અને ક્રિકેટ જગતથી માંડીને રાજકારણની મોટી મોટી હસ્તીઓ સામેલ થઈ હતી.

આ પણ વાંચો: જૂનાગઢ પંથકમાં જામ્યો મેહુલિયો, દામોદર કૂંડ છલકાયો, જુઓ VIDEO

તો એન્ટેલિયામાં ગણપતિ પૂજા દરમિયાન નીતા અંબાણી પોતાની પુત્ર ઈશા અંબાણી સાથે નજરે પડી હતી. તો અનંત અંબાણી પોતાની ગર્લફ્રેન્ડ રાધિકા મર્ચન્ટ સાથે નજરે પડ્યા હતા. બાપ્પાની સ્થાપનાના આ અવસર પર દરેક વ્યક્તિ ખાસ પારંપરિક વસ્ત્રોમાં નજરે પડ્યા હતા. મુકેશ અંબાણીના ભાઈ અનિલ અંબાણી પણ પોતાના પત્ની ટીના અંબાણી સાથે ગણપતિ બાપ્પાના દર્શન કરવા આવ્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તો બોલીવુડમાંથી કેટરિના કૈફ, કાજોલ, માધુરી દિક્ષીત, સુનિલ શેટ્ટી, વિક્કી કૌશલ, આમીર ખાન, અનિલ કપુર, ઈશા કોપીકર, અનુમલિક અને વિદ્યા બાદલ પોતાના પતિ સિદ્ધાર્થ રોય કપુર સાથે ગણપતિના દર્શન કરવા માટે આવા હતા. તો રણબીર કપુર, આલિયા ભટ્ટ પણ બાપ્પા દર્શન માટે આવ્યા હતા. તો ફેશન ડિઝાયનર મનીષ મલ્હોત્રા પણ ગણપતિ પૂજામાં ભાગીદાર બન્યા હતા. જ્યારે પૂર્વ ક્રિકેટર સચિન તેંદુલકર પોતાની પુત્રી સારા અને પુત્ર અર્જુન સાથે એન્ટેલિયામાં પહોંચ્યા હતા. જ્યારે પાર્થિવ પટેલ અને હાર્દિક પંડ્યા પણ વિઘ્નહર્તાના દર્શન માટે આવ્યા હતા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

હવે વાત કરીએ રાજકીય નેતાઓની તો, શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે ઉપરાંત મનસે પ્રમુખ રાજ ઠાકરે પોતાની પત્ની ઉર્મિલા સાથે એન્ટેલિયામાં બાપ્પાના દર્શન માટે આવ્યા હતા.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati