વર્ષ 2019 ના મોદી સરકારના 10 મોટા નિર્ણયો જેના કારણે 137 કરોડ ભારતીયોનું બદલાયું ભવિષ્ય

મોદી સરકારે ચાલુ વર્ષે ઘણા નિર્ણયો લીધા જે ઐતિહાસિક છે. આ નિર્ણયોમાં કલમ-370, ત્રિપલ તલાક, નવા મોટર વાહન કાયદા જેવા નિર્ણયોનો સમાવેશ થાય છે. તો ચાલો જાણીએ મોદી સરકારના બીજા કાર્યકાળમાં લીધેલા 10 મોટા નિર્ણયો. 1. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 અને 35A રદ કરવામાં આવી ભાજપ સરકારના એજન્ડામાં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 અને 35A રદ કરવાની યોજના […]

વર્ષ 2019 ના મોદી સરકારના 10 મોટા નિર્ણયો જેના કારણે 137 કરોડ ભારતીયોનું બદલાયું ભવિષ્ય
The 10 major decisions of the Modi government of 2019 will change the future of 137 crore Indians
Follow Us:
| Updated on: Dec 13, 2019 | 12:34 PM

મોદી સરકારે ચાલુ વર્ષે ઘણા નિર્ણયો લીધા જે ઐતિહાસિક છે. આ નિર્ણયોમાં કલમ-370, ત્રિપલ તલાક, નવા મોટર વાહન કાયદા જેવા નિર્ણયોનો સમાવેશ થાય છે. તો ચાલો જાણીએ મોદી સરકારના બીજા કાર્યકાળમાં લીધેલા 10 મોટા નિર્ણયો.

1. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 અને 35A રદ કરવામાં આવી ભાજપ સરકારના એજન્ડામાં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 અને 35A રદ કરવાની યોજના હતી અને રદ કરવા માટે કેટલીક ચર્ચાઓ ચાલી રહી હતી. અચાનક જ 5 ઓગસ્ટના રોજ દુનિયાને ખબર પડી કે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 અને 35A નાબૂદ કરવામાં આવી અને સાથે કેન્દ્રએ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના રૂપમાં બે નવા કેન્દ્ર શાસિત પ્રદેશોને જન્મ આપ્યો છે.

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?
2. ‘ટ્રિપલ તલાક’ કાયદો 26 જુલાઈ 2019 ના રોજ સંસદે ‘મુસ્લિમ મહિલા મેરેજ રાઇટ્સ પ્રોટેક્શન બિલ -2019’ પસાર કર્યું અને ‘ટ્રિપલ તલાક’ પ્રથા એ કાયદાકીય રીતે ગુનો બની ગયો. ત્રણ વખત ‘તલાક’ બોલીની કે એસએમએમ-ઇમેઇલ મોકલીને લગ્ન તોડવા બદલ 3 વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ કરવામાં આવી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

3. 10 સરકારી બેંકના મર્જરની ઘોષણા 30 ઓગસ્ટ 2019 ના રોજ મોદી સરકારે 10 સરકારી બેંકને મર્જ કરી 4 મોટી બેંક બનાવવાની ઘોષણા કરી. વર્ષ 2017 માં 27 સરકારી બેંકો હતી જેની સંખ્યા ઘટીને 12 થઈ જશે.

4. નવો મોટર વાહન અધિનિયમ 5 ઓગસ્ટ 2019 ના રોજ સંસદના બંને ગૃહોની મંજૂરી પછી નવો મોટર વાહન અધિનિયમ 1 સપ્ટેમ્બર 2019 ના રોજ નવો કાયદો અમલમાં આવ્યો. ટ્રાફિકના નિયમોને તોડવા બદલ દંડની રકમમાં 10 ગણો વધારો થયો અને સજાની અવધિમાં પણ વધારો થયો.

5. આતંકવાદ વિરુદ્ધ UAPA એક્ટમાં સુધારો યુએપીએ એટલે કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓનું નિવારણ (સુધારો) બિલ લોકસભા અને રાજ્યસભામાં 2 ઓગસ્ટના રોજ પસાર થયું અને નવો કાયદો અમલમાં આવ્યો. કેન્દ્ર સરકારે આતંક વિરુદ્ધના યુદ્ધમાં આ એક મોટું પગલું ભર્યું છે. આ કાયદા મુજબ શંકાસ્પદ વ્યક્તિને આતંકવાદી જાહેર કરી શકાશે.

6. ઓપરેશન ઓલ આઉટ મોદી સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી આતંકવાદીઓને ખતમ કરવા માટે ઓપરેશન ઓલ આઉટ શરૂ કર્યું. જેના કારણે મોટી સંખ્યામાં આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ ઓપરેશન દ્વારા સરકાર આતંકવાદી સંગઠનોને કાબુમાં લાવવામાં સફળ રહી હતી. જેના કારણે પાછલા વર્ષોની તુલનામાં ખીણમાં આતંકવાદી બનાવોમાં ઘણો ઘટાડો થયો છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

7. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી યોજના ભારત સરકાર દ્વારા ખેડૂતોની આવક વધારવાના ભાગરૂપે ખેતી કરતા ખેડૂત કુટુંબને સહાયરૂપ થવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના જાહેર કરવામાં આવી. ખેડૂત કુટુંબને પ્રતિ વર્ષ રૂ.6000/- સહાય ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ડી.બી.ટી.) માધ્યમથી મળવાપાત્ર થશે. જે 3 સમાન હપ્તામાં 4 માસના અંતરે ચુકવવામાં આવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

8. સિંગલ યુઝ પ્લાસ્ટિક બેન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસે દેશને સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે પહેલ કરી હતી. આ અભિયાન 2 ઓક્ટોબર ગાંધી જયંતિના દિવસથી શરૂ કરવા જણાવ્યું હતું. સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ફક્ત એક જ વાર કરી શકાય છે. હાલ આ પ્લાસ્ટિકનો આડેધડ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. દેશભરમાં દરરોજ 25,940 ટન પ્લાસ્ટિકનો કચરો થાય છે. આમાંથી ફક્ત 60% એટલે કે 15,384 ટન પ્લાસ્ટિકનો કચરો રિસાયકલ કરવામાં આવે છે.

9. ભારતીય નાગરિકતા સુધારણા બિલ ભારતીય નાગરિકતા બિલમાં કેન્દ્ર સરકારના સૂચિત સુધારાને લોકસભા અને રાજ્યસભામાં બહુમતીથી પસાર કરવામાં આવ્યો છે. હવે રાષ્ટ્રપતિની સહી પછી આ બિલ સિટિઝનશીપ એમેન્ડમેન્ટ બિલ (સીએબી) કાયદો બની જશે. કાયદો બનશે ત્યારબાદ બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના હિન્દુઓ તેમજ શીખ, બૌદ્ધ, જૈન, પારસીઓ અને ખ્રિસ્તીઓ માટે માન્ય દસ્તાવેજો વગર તેમને ભારતીય નાગરિકત્વ મળી જશે.

10. ફાસ્ટેગ ટોલ પ્લાઝા પર ટોલ કલેક્શન સિસ્ટમથી થતી સમસ્યાઓને હલ કરવા માટે ભારતના નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમ ભારતમાં રજૂ કરવામાં આવી છે. ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમ અથવા ફાસ્ટેગ યોજના 2014 માં ભારતમાં પ્રથમ રજૂ કરવામાં આવી હતી. જેને ધીરે ધીરે દેશભરના ટોલ પ્લાઝા પર લાગુ કરવામાં આવી રહી છે. ફાસ્ટેગ સમયની સાથે પેટ્રોલ અથવા ડીઝલની પણ બચત કરશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
ડેરી અને હોટલ ઉદ્યોગ પર IT દરોડા દરમિયાન બિન હિસાબી વ્યવહાર મળ્યા
ડેરી અને હોટલ ઉદ્યોગ પર IT દરોડા દરમિયાન બિન હિસાબી વ્યવહાર મળ્યા
Rajkot : પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો
Rajkot : પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો
ચંદુ શિહોરા સામેના વિરોધને શાંત પાડવા પાટીલ સુરેન્દ્રનગર પહોંચ્યા
ચંદુ શિહોરા સામેના વિરોધને શાંત પાડવા પાટીલ સુરેન્દ્રનગર પહોંચ્યા
રાજ્યમાં ગરમીનું યલો અલર્ટ, જાણો ક્યાં પડશે કાળઝાળ ગરમી
રાજ્યમાં ગરમીનું યલો અલર્ટ, જાણો ક્યાં પડશે કાળઝાળ ગરમી
g clip-path="url(#clip0_868_265)">