Technology : શું તમારા ફોનની બેટરી વારંવાર ઉતરી જાય છે, આ ટ્રીક્સને ફોલોવ કરીને વધારો બેટરી બેકઅપ

જો તમે પણ એમાંના જ એક છો કે જેઓ પોતાના સ્માર્ટફોનની બેટરી જલ્દી પૂરી થઈ જતી હોવાની મુશ્કેલીમાં છો તો આજે અમે તમને બતાવીશું કેટલીક એવી ટિપ્સ કે જેનાથી તમારાા સ્માર્ટફોનની બેટરી લાંબા સમય સુધી ચાલશે.

Technology : શું તમારા ફોનની બેટરી વારંવાર ઉતરી જાય છે, આ ટ્રીક્સને ફોલોવ કરીને વધારો બેટરી બેકઅપ
Increase battery backup by following these tricks
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 30, 2021 | 9:57 AM

આજના સમયમાં સ્માર્ટફોન્સ (Smart Phones) લોકોની રોજબરોજની લાઈફનું જાણે કે એક અભિન્ન અંગ બની ગયું છે પરંતુ સ્માર્ટફોનનો જેટલો વધુ વપરાશ થાય તેટલી જ તેની બેટરી વધારે વપરાય. ઘણી વાર એવું પણ બને, કે જ્યારે તમારા સ્માર્ટફોનને દિવસમાં 2થી 3 વાર ચાર્જિંગમાં મૂકવો પડે.

જો તમે પણ એમાંના જ એક છો કે જેઓ પોતાના સ્માર્ટફોનની બેટરી જલ્દી પૂરી થઈ જતી હોવાની મુશ્કેલીમાં છો તો આજે અમે તમને બતાવીશું કેટલીક એવી ટિપ્સ કે જેનાથી તમારાા સ્માર્ટફોનની બેટરી લાંબા સમય સુધી ચાલશે.

જાણો, સ્માર્ટફોનનું બેટરી બેકઅપ વધારવાની ટીપ્સ

ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?

બ્લૂટૂથ બંધ રાખો

બ્લૂટૂથ હેડસેડ કે સ્પીકર્સ આજકાલ ફોન સાથે ખૂબ વપરાવા લાગ્યા છે. બ્લૂટૂથથી બેટરી ઘણી ઝડપથી વપરાય છે. એટલે જ્યારે પણ જરૂર ન હોય ત્યારે સૌથી પહેલા બ્લૂટૂથ બંધ કરો.

WiFi બંધ રાખો

ફોનમાં જેટલા પર વાયરલેસ કનેક્ટિવિટી ધરાવતા ફીચર્સ હોય છે તે તમારા ફોનની બેટરી બહુ જલ્દી ખતમ કરી દે છે. વાઈફાઈ પણ બ્લૂટૂથની જેમ જ કામ કરે છે. વાઈફાઈ ત્યારે જ ઓન કરો જ્યારે કામ હોય અને કામ પતે એટલે બંધ કરી દો. ઘરેથી કે ઓફિસથી નીકળો ત્યારે પહેલા ચકાસો કે વાઈફાઈ બંધ કર્યું છે કે નહીં.

બેકગ્રાઉન્ડમાં એપ્સ ન ચાલવા દો

કેટલીયે વાર આપણે કોઈ એપ્લિકેશનનો ઉપયોગ કરીએ અને પછી સીધા જ હોમ સ્ક્રિન પર આવી જઈએ. આમ કરવાથી તે એપ્લિકેશન બેકગ્રાઉન્ડમાં ચાલતી રહે છે અને ફોનની બેટરી ખતમ કરી દે છે. એટલે જ્યારે પણ તમે કોઈ એપમાંથી બહાર આવો, એટલે કે તેનું કામ પતી જાય એમ તરત જ તેને બંધ કરી દો.

બ્રાઈટનેસ ઓછી કરી દો.

ઘણી વખત લોકો પોતાના ફોનના ડિસ્પ્લેમાં ફૂલ બ્રાઈટનેસ રાખે છે જેનાથી ફોનની બેટરી બહુ દલ્દી પતી જાય છે. જરૂરિયાત પ્રમાણે બ્રાઈટનેસને વધારો કે ઘટાડો. અથવા તો પછી સેટિંગમાં જઈને અડેપ્ટિવ બ્રાઈટનેસને ઓન કરી દો. જ્યારે બેટની ખૂબ ઓછી હોય ત્યારે બ્રાઈટનેસ એકદમ ઓછી કરી દો તેનાથી બેટરી લાંબી ચાલશે.

વાઈબ્રેશન બંધ રાખો.

જો તમે કોઈ જરૂરી મીટિંગમાં નથી તો વાઈબ્રેશન ઓન રાખવાનો કોઈ અર્થ નથી. જો ફોનની બેટરી લાંબી ચલાવવી હોય તો વાઈબ્રેશન બંધ કરી રિંગર કે નોટિફિકેશન ઓન રાખો. નોટિસ કરજો કે જેવી વાઈબ્રેશન બંધ રાખવાની ટેવ રાખશો ફોનની બેટરી પહેલા કરતા વધારે કામ કરશે.

લોકેશન સર્વિસ અને GPS

ગૂગલ મેપના આવી જવાથી હવે ગમે ત્યાં પહોંચવાનું ખૂબ સરળ બની ગયું છે. પહેલાની જેમ હવે લોકોએ બધાને રસ્તો પૂછવાની જરૂર નથી પડતી પરંતુ ફોનમાં હાજર લોકેશન સર્વિસ અને જીપીએસ નેવિગેશન ફોનની બેટરી સૌથી વધુ જલ્દી ખતમ કરે છે. તેનો ઉપયોગ ન કરો અને જરૂરિયાત ન હોય ત્યારે તેને બંધ જ રાખો.

આ પણ વાંચો –

IPL 2021: યુઝવેન્દ્ર ચહલે ટીમ ઇન્ડીયાના પસંદગીકારોને આપ્યો સણસણતો જવાબ, આઇપીએલ દરમ્યાન કર્યુ જબરદસ્ત પ્રદર્શન

આ પણ વાંચો –

Weird Rules of Pakistan : મીમ્સ પર પ્રતિબંધથી લઇને ગર્લફ્રેન્ડ સુધી એટલા પ્રતિબંધોને લઈ દુનિયા પુછે છે કે લોકો કઇ રીતે રહે છે

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">