ટીમ ઇન્ડિયાના ઝડપી બોલર મહમંદ સિરાજના પિતાનુ નિધન, નહી આપી શકે તે અંતિમ વિદાય

ટીમ ઇન્ડિયાના ઝડપી બોલર મહમંદ સિરાજના પિતાનુ નિધન, નહી આપી શકે તે અંતિમ વિદાય

આઇપીએલ 2020 માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર એટલે કે આરસીબીના માટે દમદાર પ્રદર્શન કરનાર, અને ઘરેલુ ક્રિકેટમાં પણ પોતાનો દમ દેખાડનાર ઝડપી બોલર મહંમદ સિરાજ ટીમ ઇન્ડિયામાં પસંદ થયેલો છે. તે ઓસ્ટ્રેલીયા પ્રવાસ દરમ્યાનની ચાર ટેસ્ટ મેચમાં રમનારો છે. જોકે આ દરમ્યાન જ સિરાજને એક દુખદ સમાચાર મળ્યા છે. તેના પિતા મહંમદ ઘોસનું અવસાન થયુ છે. હાલમાં સિરાજ ઓસ્ટ્રેલીયા હોવાથી તેના પિતાને અંતિમ વિદાય નહિ આપી શકે.

સિરાજના પિતા ઘોસ 53 વર્ષના હતા અને ફેફસાની બિમારીથી લડી રહ્યા હતા. એક ક્રિકેટરના રુપમાં સિરાજની સફળતામાં તેના પિતાની ભુમીકા ખુબ જ મહત્વની રહી છે. સિમીત સંસાધનો છતાં પણ તેમણે તેમના પુત્રની મહત્વકાંક્ષાઓનુ સમર્થન કર્યુ હતુ. સિરાજ ની ઇન્ડિયન પ્રિમીયર લીગની ફેંચાઇઝી રોયલ ચેલેન્જર્સ  બેંગ્લોરએ આ વાતની જાણકારી આપી હતી કે, સિરાજના પિતાનુ નિધન થયુ છે. જે ઘણાં લાંબા સમય થી બિમાર હતા.

આરસીબીએ ટ્વીટ કરીને જાણકારી આપી હતી, મહંમદ સિરાજના અને તેમના પરીવાર માટે અમે સર્હદય પ્રાર્થના કરીએ છીએ અને શોક વ્યક્ત કરીએ છે જેમણે પોતાના પિતાના ગુમાવી દીધા છે. આરસીબી પરીવાર આ મુશ્કેલ સમયમાં તમારી સાથે છે. મિયાં મજબૂત બની રહેશો. જાણકારી આવી છે કે, ક્વોરન્ટાઇન થી જોડાયેલા નિયમોને કારણે સિરાજ અંતિમ વિદાયના માટે હૈદરાબાદ નહિ આવી શકે. ભારતીય ટીમ 13 નવેમ્બરે ઓસ્ટ્રેલીયા પહોંચીને 14 દિવસના સમયને પસાર કરી રહી છે.

આરસીબીને માટે યુએઇમાં આઇપીએલ રમી રહ્યો હતો ત્યારે દમદાર પ્રદર્શન કર્યુ હતુ ત્યારે શહેરના તમામ સમાચાર પત્રોમાં તેની તસ્વીર છપાઇ હતી. તે સમયે તેના પિતા બિમાર હતા, પરંતુ બેટાના પ્રદર્શનની તારીફ કરી હતી અને એ દિવસોમાં પ્રસન્ન હતા. જોકે હવે મહમંદ સિરાજ પર દુખનો પહાડ તુટ્યો છે, પરંતુ હવે લોકડાઉન છે અને સિરાજ ઓસ્ટ્રેલીયામાં છે. આમ તે અંતિમ દર્શન માટે ભારત પણ નહી આવી શકે.

https://twitter.com/RCBTweets/status/1329799247613497346?s=20

 

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Click on your DTH Provider to Add TV9 Gujarati