BCCIએ ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમની કરી જાહેરાત, જાણો કોને કોને મળ્યું ટીમમાં સ્થાન

24 જાન્યુઆરીએ ન્યૂઝીલેન્ડ સામે શરૂ થતી ટી-20 મેચ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત BCCIએ કરી દીધી છે. મુંબઈમાં ઓલ ઈન્ડિયા સીનિયર સિલેક્શન કમેટીની બેઠક પછી 24 જાન્યુઆરીએ શરૂ થતી 5 ટી-20 મેચની સીરીઝ માટે ટીમની જાહેરાત કરવામાં આવી. ટીમમાં રોહિત શર્મા પરત ફર્યા છે. મહેન્દ્રસિંહ ધોનીને આ સીરીઝમાં પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા નથી. ત્યારે […]

BCCIએ ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમની કરી જાહેરાત, જાણો કોને કોને મળ્યું ટીમમાં સ્થાન
Follow Us:
| Updated on: Jan 13, 2020 | 4:07 AM

24 જાન્યુઆરીએ ન્યૂઝીલેન્ડ સામે શરૂ થતી ટી-20 મેચ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત BCCIએ કરી દીધી છે. મુંબઈમાં ઓલ ઈન્ડિયા સીનિયર સિલેક્શન કમેટીની બેઠક પછી 24 જાન્યુઆરીએ શરૂ થતી 5 ટી-20 મેચની સીરીઝ માટે ટીમની જાહેરાત કરવામાં આવી. ટીમમાં રોહિત શર્મા પરત ફર્યા છે. મહેન્દ્રસિંહ ધોનીને આ સીરીઝમાં પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા નથી. ત્યારે સંજૂ સેમસનને આ પ્રવાસ માટે ટીમમાં જગ્યા આપવામાં આવી નથી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ભારત ન્યૂઝીલેન્ડની વચ્ચે આ ટી-20 સીરીઝ 24 જાન્યુઆરીએ શરૂ થશે. પ્રથમ મેચ ઓકલેન્ડમાં રમાશે, બીજી મેચ 26 જાન્યુઆરીએ, ત્રીજી મેચ 29 જાન્યુઆરીએ હેમિલટનમાં, ચોથી મેચ 31 જાન્યુઆરીને વેલિંગટનમાં અને પાંચમી મેચ 2 ફેબ્રુઆરીએ ટોરંગામાં રમાશે. ઉલ્લેખનીય છે કે આ પ્રવાસ પર 5 ટી-20 મેચ સિવાય 3 વન-ડે મેચ અને 2 ટેસ્ટ મેચ પણ રમાવાની છે. ત્યારે BCCIએ ટેસ્ટ અને વન-ડે મેચ માટે ટીમની જાહેરાત કરી નથી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ટી-20 મેચ માટે ટીમમાં વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, કે.એલ.રાહુલ, શિખર ધવન, શ્રેયસ ઐયર, મનીષ પાંડે, રિષભ પંત (વિકેટકીપર), શિવમ દુબે, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, વોશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, નવદીપ સૈની, રવિન્દ્ર જાડેજા અને શાર્દુલ ઠાકુરનો સમાવેશ કરવામાં આવ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">