IPL 2022: મુંબઈ ઈન્ડિયન્સના મેચ વિનર ખેલાડીની ભૂલે પલટી નાખી આખી બાજી

મુંબઈ ઈન્ડિયન્સની ટીમને રોમાંચક મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે ત્રણથી હારનો સામનો કરવો પડ્યો હતો. લીગમાં આ તેમની 10મી હાર છે.

IPL 2022: મુંબઈ ઈન્ડિયન્સના મેચ વિનર ખેલાડીની ભૂલે પલટી નાખી આખી બાજી
Mumbai Indians teamImage Credit source: IPL
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 18, 2022 | 6:45 AM

સનરાઈઝર્સ હૈદરાબાદે (Sunrisers Hyderabad) બુધવારે IPL 2022 ની મહત્વપૂર્ણ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને (Mumbai Indians) હરાવીને પ્લેઓફની રેસમાં પોતાની જાતને જાળવી રાખી છે. ત્રણ રનની જીત સાથે પ્લેઓફમાં સ્થાન મેળવવાની તેમની આશા અકબંધ છે. જોકે, પાંચ વખતની IPL ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સને 10મી વખત હારનો સામનો કરવો પડ્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સની ટીમ મેચમાં સારી સ્થિતિમાં હતી પરંતુ તેના એક ખેલાડીની ભૂલે આખી બાજી પલટી નાખી હતી. મુંબઈની ટીમ પહેલેથી જ પ્લેઓફની રેસમાંથી બહાર છે, પરંતુ તેમ છતાં તેના માટે દરેક મેચ વિશ્વસનીયતાની લડાઈ સમાન છે. 10મી હારથી ટીમના ચાહકો ચોક્કસપણે નિરાશ થયા છે.

મુંબઈની ટીમ સામે 194 રનનો ટાર્ગેટ હતો પરંતુ તે તેને હાંસલ કરી શકી નહોતી. ટીમ પાસે દરેક તક હતી. રોહિત શર્મા અને ઈશાન કિશનની ધમાકેદાર શરૂઆત બાદ ટિમ ડેવિડની તોફાની ઈનિંગ્સથી લાગી રહ્યું હતું કે મુંબઈ આ મેચ સરળતાથી જીતી જશે પરંતુ એવું થયું નહીં. ઘણી મેચમાં જીતના હીરો તરીકે જોવામાં આવતો ટિમ ડેવિડ વાસ્તવમાં તેના માટે વિલન બની ગયો હતો.

મુંબઈનો વિજયનો માર્ગ મુશ્કેલ નહોતો

194 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરતા મુંબઈ ઈન્ડિયન્સની શરૂઆત શાનદાર રહી હતી. ટીમના કેપ્ટન રોહિત શર્મા અને વિકેટ કીપર બેટ્સમેન ઈશાન કિશને પાવરપ્લેમાં 51 રન બનાવ્યા હતા. હૈદરાબાદને પહેલી વિકેટ 11મી ઓવરમાં મળી હતી. પહેલા રોહિત આઉટ થયો અને પછી ઈશાન. આ પછી, મુંબઈએ સમયાંતરે વિકેટ ગુમાવવાનું ચાલુ રાખ્યું. ત્યારબાદ ટીમ ડેવિડ (Tim David) મેદાન પર આવ્યો, જેણે સિક્સર અને ફોરનો વરસાદ કર્યો. નટરાજન (T. Natrajan) 18મી ઓવર નાખવા આવ્યો. જેમાં ડેવિડે ચાર સિક્સર ફટકારી. જો કે ડેવિડની 19મી ઓવરની સ્ટ્રાઈક પોતાની પાસે રાખવાની ઈચ્છા જ મુંબઈની હારનું કારણ બની ગઈ.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

ડેવિડની ભૂલ મુંબઈને ભારે પડી

ડેવિડ 18મી ઓવરના છેલ્લા બોલ પર સ્ટ્રાઈક પર હતો. તે બોલ રમ્યો અને રન લેવા દોડ્યો, બીજી તરફ રમણદીપ ક્રિઝ પર હતો. ટિમ ડેવિડ અડધી ક્રિઝથી આગળ આવ્યો ત્યારે રમનદીપ દોડ્યો. ડેવિડ ક્રિઝ પર પહોંચે તે પહેલા નટરાજને બેઈલ ઉડાવી દીધા, ટિમ ડેવિડ માત્ર 17 બોલમાં 46 રન બનાવીને આઉટ થઈ ગયો. ડેવિડની વિકેટ ટીમ માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ. તેની આગલી ઓવર ભુવીએ વિકેટ મેડન નાખી અને ત્યારપછી મુંબઈ છેલ્લી ઓવરમાં જીતવા માટે જરૂરી રન ના બનાવી શકી અને મેચ હારી ગઈ. ત્રણ રનની જીત સાથે હૈદરાબાદે પ્લેઓફની રેસમાં જવાની તક જાળવી રાખી છે.

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">