તામિલનાડુને તબાહ કરનાર ‘ગાજા’ આવ્યુ તો હતું 3 મહિના પહેલા, પણ પીએમ મોદીને તેણે આજે હચમચાવ્યું, મોદીના પ્રવાસ પર ચાલ્યું #GoBackModi કૅમ્પેઇન : જુઓ PHOTOS

તામિલનાડુને તબાહ કરનાર ‘ગાજા’ આવ્યુ તો હતું 3 મહિના પહેલા, પણ પીએમ મોદીને તેણે આજે હચમચાવ્યું, મોદીના પ્રવાસ પર ચાલ્યું  #GoBackModi કૅમ્પેઇન : જુઓ PHOTOS

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે એઇમ્સની હૉસ્પિટલનો પાયો મૂકવા તામિલનાડુના મદુરૈ પહોંચ્યા.

પરંતુ મોદી મદુરૈ પહોંચે, તે પહેલા જ સોશિયલ મીડિયા પર તેમના પ્રવાસ વિરુદ્ધ #GoBackModi ટ્રેન્ડ કરવા લાગ્યું. ટ્વિટર યૂઝર્સે મીમ, કાર્ટૂન, ફોટો અને કેટલાક વીડિયો વડે પીએમ પર કટાક્ષ કર્યા અને તેમને દિલ્હી પરત ફરી જવાનું કહ્યું.

તામિલનાડુના લોકોની આ નારાજગી ગાજા ચક્રવાતને લઈને હતી. હકીકતમાં ગાજાના કારણે તામિલનાડુમાં લગભગ 3 લાખ લોકો બેઘર થઈ ગયા હતાં અને 11 લાખ વૃક્ષો પડી ગયા હતાં, પરંતુ મોદીએ ગાઝા વાવાઝોડા દરમિયાન અસરગ્રસ્ત જિલ્લાઓનો પ્રવાસ ન કર્યો. તેથી લોકોએ ટ્વિટર ઉપરાંત ફેસબુક પર પણ ગો બૅક મોદી ટ્રેંડ કરાવી દિધું.

સોશિયલ મીડિયા પર યૂઝર્સે જે તસવીરે પીએમના પ્રવાસ સમયે શૅર કરવામાં આવી, તેમાંથી કેટલીક તસવીરોમાં તર્કવાદી નેતા ઈવીઆર પેરિયારનું કાર્ટૂન પણ હતું, તો ભગવા રંગના જૅકેટમાં પીએમ પણ તેમાં નજરે પડતા હતા, જેમને કહેવામાં આવી રહ્યું હતું કે – પાછા ફરી જાઓ.

તમે પણ જુઓ લોકોએ કેવી રીતે #GoBackModi ટ્રેન્ડ કરાવ્યું :

 

[yop_poll id=847]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Click on your DTH Provider to Add TV9 Gujarati