T-20 લીગ: હૈદરાબાદ સામે શિખર ધવનની શાનદાર ફીફટી સાથે દિલ્હીએ 3 વિકેટ ગુમાવી 189 રનનો સ્કોર ખડક્યો

ટી-20 લીગની 13મી સિઝનની બીજી ક્વોલીફાયર મેચ અબુધાબીના મેદાન પર આજે રમાઈ રહી છે. દિલ્હી કેપીટલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ રહેલી આ મેચમાં દિલ્હીના કેપ્ટન શ્રેયસ ઐયરે ટોસ જીતીને પહેલા બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. દિલ્હીએ બેટીંગની સારી શરુઆત કરી હતી. ઓપનર શિખર ધવને ધુંઆધાર રમત રમીને 78 રન કર્યા હતા. 20 ઓવરના અંતે […]

T-20 લીગ: હૈદરાબાદ સામે શિખર ધવનની શાનદાર ફીફટી સાથે દિલ્હીએ 3 વિકેટ ગુમાવી 189 રનનો સ્કોર ખડક્યો
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Nov 08, 2020 | 9:28 PM

ટી-20 લીગની 13મી સિઝનની બીજી ક્વોલીફાયર મેચ અબુધાબીના મેદાન પર આજે રમાઈ રહી છે. દિલ્હી કેપીટલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ રહેલી આ મેચમાં દિલ્હીના કેપ્ટન શ્રેયસ ઐયરે ટોસ જીતીને પહેલા બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. દિલ્હીએ બેટીંગની સારી શરુઆત કરી હતી. ઓપનર શિખર ધવને ધુંઆધાર રમત રમીને 78 રન કર્યા હતા. 20 ઓવરના અંતે દિલ્હીએ 189 રનનો સ્કોર ત્રણ વિકેટ ગુમાવીને કર્યો હતો.

T20 league SRH same shikhar dhavan ni shandar fifty sathe DC e 3 wicket gumavi 189 run no score khadkyo

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

દિલ્હી કેપીટલ્સ ની બેટીંગ

ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરતા સારી શરુઆત કરી હતી. સિઝનના અંતિમ પડાવની મહત્વની મેચમાં આજે દિલ્હીએ તેના બેટીંગ પ્રદર્શનમાં સમજદારી પુર્વકની બેટીંગ કરી હતી. આજની મહત્વની મેચમાં પૃથ્વી શોને પડતો મુકાયો હતો. ઓપનર શિખર ધવન અને માર્કસ સ્ટોઈનીશે ઈનીંગને મજબુત શરુઆત કરાવી હતી. શિખર ધવને શાનદાર રમત રમીને અડધીસદી લગાવી હતી, ધવને 50 બોલમાં 78 રન કર્યા હતા, ધવન રીવર્સ સ્વીંગ કરવા જતા સંદિપ શર્માના બોલ પર એલબીડબલ્યુ આઉટ થયો હતો. બંનેએ કોઈપણ નુકશાન વગર પ્રથમ વિકેટ માટે 65 રન જોડ્યા હતા. સ્ટોઈનિશે 27 બોલમાં 38 રન કર્યા હતા. જોકે તે રાશિદ ખાનના બોલ પર ક્લીન બોલ્ડ થયો હતો. કેપ્ટન શ્રેયસ ઐયર 21 રન કરીને હોલ્ડરનો શિકાર બન્યો હતો. આમ ટીમે 126 રનના સ્કોર પર બીજી વિકેટ ગુમાવી હતી. ત્રીજી વિકેટ 178 રનન સ્કોર પર ધવનના રુપે ગુમાવી હતી. શિમરોન હૈયટમાયરે પણ અંતિમ ઓવરોમાં ધવન અને પંત સાથે મળીને ઝડપી રમત રમી હતી. શિમરોને 22 બોલમાં 42 રનની ઝડપી રમત રમીને ટીમને મોટા સ્કોર તરફ લઈ જવા મદદ કરી હતી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

T20 league SRH same shikhar dhavan ni shandar fifty sathe DC e 3 wicket gumavi 189 run no score khadkyo

સનરાઈઝર્સ હૈદરાબાદની બોલીંગ

હૈદરાબાદ પાસે આમ તો બોલીંગ આક્રમણ મજબુત છે, પરંતુ આ મજબુત આક્રમણ દિલ્હીના બેટ્સમેનો અને ખાસ કરીને શિખર ધવન સામે રીતસરનું સંઘર્ષ કરતા નજરે ચઢ્યુ હતુ. શરુઆતની મજબુત ભાગીદારીને રાશિદ ખાને તોડી હતી. રાશિદે રનના મામલામાં કરકસર કરવાનો સફળ પ્રયાસ કર્યો હતો.  કેપ્ટન ઐયરને પણ હોલ્ડરે બહાર મોકલ્યો હતો. પરંતુ બાકીની વિકેટો ઝડપવી મુશ્કેલ બની રહી હતી. શાહબાઝ નદીમની પણ આજે રનોમાં ધુલાઇ થઇ હતી. તેણે 12ની ઈકોનોમી સાથે ચાર ઓવરમાં 48 રન આપ્યા હતા. હોલ્ડરે પણ રનને લુટાવ્યા હતા, તેણે ચાર ઓવરમાં 50 રન આપ્યા હતા. સંદિપ શર્માએ પણ અંતમાં શિખર ધવનની વિકેટ ઝડપીને એક વિકેટ મેળવી હતી. તેણે 30 રન આપ્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">