T-20 લીગ:સૈમસન અને તેવટીયા પંજાબ પર પડ્યા ભારે, જંગી સ્કોરને આખરેપાર પાડી રાજસ્થાનનો ચાર વિકેટે વિજય

  • Updated On - 11:37 pm, Sun, 27 September 20 Edited By: Kunjan Shukal
T-20 લીગ:સૈમસન અને તેવટીયા પંજાબ પર પડ્યા ભારે, જંગી સ્કોરને આખરેપાર પાડી રાજસ્થાનનો ચાર વિકેટે વિજય


રવીવારની રોમાંચક રહેલી મેચને લઇને ટી-20 લીગના ચાહકોને જાણે કે રોમાંચથી ભરપુર મેચ રહી. યુએઇના શારજાહ આંતરરાષ્ટ્રીય સ્ટેડીયમમાં રમાયેલી સિઝનની નવમી મેચ શાનદાર રહી હતી. કિંગ્સ ઇલેવન પંજાબ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાયેલી મેચમાં ટોસ જીતીને પંજાબને બેટીંગ ઇનીંગ્સ માટે નિમંત્રણ અપાતા 223 રનનું લક્ષ્ય મુક્યુ હતુ. પંજાબના ઓપનરોની ધુંઆધાર બેટીંગને લઇને એક મોટો સ્કોર પંજાબે ખડક્યો હતો. પંજાબે ઈનીંગ્સ દરમ્યાન માત્ર બે જ વિકેટ ગુમાવી હતી. રાજસ્થાને અંતિમ ઓવરો દરમ્યાન 10 બોલમાં 46 રન મેળવતા જ રાજસ્થાનનો પક્ષ મેચમાં મજબુત બન્યો હતો. જવાબમાં ટીમ રાજસ્થાને 06 વિકેટે 226 રન ફટકાર્યા હતા. આમ એકંદરે સિઝનની જબરદસ્ત રોમાંચક મેચ રહેતા ચાહકોને છેક સુધી જકડી રાખ્યા હતા. એક સમયે અશક્ય બનેલો સ્કોર આખરે તેવટીયાના દમે ફરીથી રાજસ્થાનને જીત તરફ દોરી ગયો.

T20 league samsun ane tevatia KXIP par padya bhare Jangi score akhre par padi RR no 4 wicket e vijay

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રાજસ્થાને જવાબી તોફાન સર્જ્યુ. 

રાજસ્થાનના ઓપનરોએ પણ જીત માટે મોટા લક્ષ્યને લઈને પંજાબની માફક જ બેટીંગમાં તોફાન સર્જવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ  મેચની શરુઆતમાં જોસ બટલર માત્ર 04 કરીને ટીમની 19 રને પ્રથમ વિકેટ ગુમાવી હતી. જોકે કેપ્ટન સ્મિથ અને સંજુ સૈમસને બાજી સંભાળવા પ્રયાસ કર્યો હતો. સ્મિથ 27 બોલમાં 50 રન કરી છગ્ગો ફટકારવાના પ્રયાસમાં કેચ આઉટ થયો હતો. 42 બોલમાં 85 રન કર્યા હતા. આમ ત્રીજી વિકેટ 161 રને ગુમાવી હતી. રાહુલ તેવટીયાએ કેટ્રોલની ઓવરમાં સળંગ ચાર છગ્ગા લગાવવા સાથે ઓવરમાં પાંચ છગ્ગા લગાવી ત્રીસ રન મેળવ્યા હતા. તેવટીયાએ અડધી સદી સાથે સાત છગ્ગાની મદદ થી 31 બોલમાં 53 રન ફટકાર્યા હતા.

 

પંજાબની ધુંઆધાર શરુઆત.

પંજાબના ઓપનર તરીકે કેપ્ટન કેએલ રાહુલ અને મયંક અગ્રવાલે ધમાકેદાર બેટીંગ ઇનીંગ્સ ની શરુઆત કરી હતી. શરુઆતથી જ બેટીંગમાં ચોગ્ગા અને છગ્ગા વરસાવવા શરુ કર્યા હતા. મયંક અગ્રવાલે તેની પ્રથમ સદી ફટકારી. જ્યારે કેપ્ટન રાહુલે પણ અડધી સદી સાથે 69 રન ફટકાર્યા હતા. મયંક અગ્રવાલ અને રાહુલે ટીમને ઓપનીંગ ભાગીદારી 183 પુરી પાડતા મજબુત સ્કોર ખડક્યો હતો. પ્રથમ વિકેટ 183 રનના સ્કોર પર અને રાહુલના સ્વરુપમાં બીજી વિકેટ 194 રન પર પડી હતી.

T20 League: Mayank agrawal ni tofani sadi ane rahul ni aaddhi sadi KXIP no 2 wicket e 223 run no score

અગ્રવાલની શાનદાર સદી એળે ગઇ.

અગ્રવાલે ફટકારેલી સદી કોઇપણ ભારતીય ખેલાડીની બીજી સૌથી ફાસ્ટેસ્ટ સદી છે. પ્રથમ ક્રમે વર્ષ 2010માં યુસુફ પઠાણે 37 બોલમાં સદી કરી હતી, જ્યારે ત્રીજા ક્રમે ધકેલાયેલ મુરલી વિજયે 2010માં 46 બોલમાં સદી કરી હતી. પંજાબના ઓપનર મયંક અગ્રવાલે શરુઆતથી જ રાહુલના સાથે મળીને ચોગ્ગા અને છગ્ગા ભરી ઇનીંગ્સ રમી હતી. મયંક અગ્રવાલે સદી પુર્ણ કરતા પહેલા તેના પચાસ રન માત્ર 19 રન પર પુરા કર્યા હતા. આ અગાઉ પણ અગ્રવાલ એક અડધી સદી ટી20 લીગમાં કરી ચુક્યો હતો. તેણે ટી20ની પ્રથમ સદી માત્ર 45 બોલમાં જ ફટકારી દીધી હતી. સદી માટે નવ ચોગ્ગા અને સાત છગ્ગા પણ ફટકાર્યા હતા. તેણે 106 રનનો સ્કોર કરીને ટોમ કરનના બોલ પર આઉટ થયો હતો.

રાજસ્થાનની પહેલા ધુલાઇ.

પંજાબ સામે બોલીંગ કરવા મેદાનમાં ઉતરેલા રાજસ્થાન રોયલ્સના બોલરો શરુઆતથી જ કફોડી સ્થિતીમાં મુકાઇ ગયા હતા. એક બાદ એક તમામ બોલરોની ધુલાઈ થવા લાગી હતી. પ્રત્યેક ઓવરોમાં 10થી વધુ રન ખર્ચતી હોવાને લઇને કેપ્ટન સ્મિથ અને બોલરો ઉકેલ મેળવવા મુંઝવણની સ્થિતીમાં મુકાઇ ગયા હતા. પંજાબના ઓપનરોને કાબુમાં લેવા માટે તમામ પ્રયાસ નિષ્ફળ નિવડ્યા હતા. અગાઉ સફળ નિવડેલ રાહુલ તેવટીયા એ એક જ ઓવરમાં 19 રન આપતા ફરીથી ઓવરથી દુર રાખ્યો હતો. જ્યારે ટોમ કરન અને અંકિત રાજપુતે એક એક વિકેટ મેળવી હતી. જો કે એકંદરે તમામ બોલરોએ સરેરાશ 11 રનની સરેરાશ થી રન આપ્યા હતા.

T20 league samsun ane tevatia KXIP par padya bhare Jangi score akhre par padi RR no 4 wicket e vijay

પંજાબના બોલરોની પણ થઇ ધુલાઇ

વળતા જવાબમાં મજબુત સ્કોર સામે રાજસ્થાનને પરાસ્ત કરવાના મુડથી મેદાનમાં આવેલા પંજાબના બોલર્સોની પણ સ્થિતી એટલી સારી રહી નહોતી. મેક્સવેલ અને રવિ બિશ્નોઈ સિવાય તમામ બોલરો ખર્ચાળ પુરવાર થયા હતા.  મેક્સવેલે 04 ઓવરોમાં 34 રન અને રવિએ ત્રણ ઓવરમાં માત્ર 26 રન આપ્યા હતા. પ્રથમ વિકેટ બટલરની મેળવવા સિવાય રનને કંટ્રોલમાં કરવામાં નિષ્ફળ નિવડ્યા હતા. પંજાબે જેટલી ઝડપે રન બનાવ્યા હતા એટલી જ ઝડપે પંજાબના બોલરો પણ ધોવાઇને રન આપતા હતા. જોકે રાજસ્થાનની 06 વિકેટ મેળવી હતી. શેલ્ડન કોટરેલે ત્રણ ઓવરમાં 52 રન આપ્યા હતા. તેની એક જ ઓવરમાં સળંગ ચાર છગ્ગા સાથે પાંચ છગ્ગા રાહુલે લગાવ્યા હતા. જેમ્સ નિશમે 01 વિકેટ મેળવી હતી. રોમાંચક બનતી મેચમાં પીછો કરતા રાજસ્થાનને અટકાવવાના પ્રયાસ રુપ શામીએ સંજુ સેમસનને આઉટ કર્યો હતો. શામીએ 03 વિકેટ મેળવી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Click on your DTH Provider to Add TV9 Gujarati