ટી-20 લીગ: ઋતુરાજ ગાયકવાડની ધમાકેદાર બેટિંગ, બેંગ્લોર સામે ચેન્નાઈની 8 વિકેટથી જીત

ટી-20 લીગ: ઋતુરાજ ગાયકવાડની ધમાકેદાર બેટિંગ, બેંગ્લોર સામે ચેન્નાઈની 8 વિકેટથી જીત
ટી-20 લીગની 44મી મેચ દુબઈ આંતરરાષ્ટ્રીય સ્ટેડીયમ ખાતે રમાઇ. આજે રવિવારે ડબલ હેડર મેચમાં પ્રથમ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મેચ રમાઇ. બપોરે 03.30 કલાકે શરુ થયેલી મેચમાં બેંગ્લોરે પ્રથમ ટોસ જીતીને બેટીંગ પસંદ કરી હતી. બેંગ્લોરે પ્રથમ બેટીંગ કરતા કેપ્ટન વિરાટ કોહલીની અડધીસદી સાથે, 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 145 રન કર્યા હતા. જેના જવાબમાં ચેન્નાઇએ આજે ધીરજપુર્વક રમત દાખવા આખરે આઠ વિકેટે વિજય મેળવ્યો હતો. રુતુરાજની અણનમ અડધીસદી સાથે જવાબી 150 રન માત્ર બે વિકેટ ગુમાવી કર્યા હતા. 
 
T20 league Ruturaj gayakwad ni dhamakedar batting RCB same CSK ni 8 wicket thi jit

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ચેન્નાઈની બેટીંગ
ચેન્નાઈએ જે શરુઆતથી કરવાનું હતુ એ હવે ટુર્નામેન્ટના અંતિમ પડાવની મેચમાં કરી દેખાડ્યુ છે. ચેન્નાઈએ મેચમાં લક્ષ્યનો પીછો શરુ કરતા ધીરજપુર્વક રમત દાખવી હતી અને વિજય મેળવવા માટે પ્રયાસ કર્યો હતો, જે સફળ નિવડ્યો હતો. ઓપનર રુતુરાજ ગાયકવાડે અણનમ રમત દાખવી હતી અને તેણે 51 બોલમાં 65 રન કર્યા હતા. આ ઉપરાંત ફાફ ડુ પ્લેસીસે 13 બોલમાં 25 રન કર્યા હતા. જ્યારે અંબાતી રાયડુએ 27 બોલમાં 39 રન કર્યા હતા. મહેન્દ્રસિંહ ધોનીએ 21 બોલમાં 19 રન કરીને અણનમ રહ્યો હતો.
T20 league Ruturaj gayakwad ni dhamakedar batting RCB same CSK ni 8 wicket thi jit
 
બેંગ્લોરની બોલીંગ
ક્રિસ મોરીસ અને યુઝવેન્દ્ર ચહલે એક એક વિકેટ ઝડપી હતી. બેંગ્લોર આજે ચેન્નાઈના બેટ્સમેનોને પેવેલીયન મોકલવા માટે અનેક પ્રકારે પ્રયાસ કરવા છતાં પણ નિષ્ફળ નિવડ્યા હતા. આરસીબીને પણ તેના બે પોઈન્ટ મેળવી પ્લેઓફમાં આગળ વધવા માટે બોલરો પર જે આધાર હતો એ પણ નિષ્ફળ નિવડ્યો હતો. મહંમદ સિરાજ એક પણ વિકેટ મેળવી શક્યો નહોતો. પરંતુ 14.50ની ઈકોનોમીથી રન આપ્યા હતા. આમ ક્રિસ મોરીસ અને ચહલ સિવાયના બોલરો વિકેટ પણ મેળવી શકવા કે રનની ગતીને નિયંત્રીત કરવાના પ્રયાસમાં સફળ થઈ શક્યા નહોતા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

T20 league Ruturaj gayakwad ni dhamakedar batting RCB same CSK ni 8 wicket thi jit
બેંગ્લોરની બેટીંગ
ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવા માટે બેંગ્લોરના ઓપનર ક્રિઝ પર આવ્યા હતા. વિરાટ કોહલીએ આજે અડધીસદી ફટકારી હતી. તેણે 43 બોલમાં 50 રન કર્યા હતા. ટીમના બંને ઓપનરોએ 31 રન સુધી ભાગીદારીની રમત રમી એરોન ફીંચની પ્રથમ વિકેટ ગુમાવી હતી. ફીંચે 11 બોલમાં 15 રન કર્યા હતા. જ્યારે દેવદત્ત પડીકલે 21 બોલમાં 22 રન કરીને પોતાની વિકેટ ગુમાવી હતી. આમ ટીમના 46 રનના સ્કોર પર જ ટીમે બે વિકેટ ગુમાવી હતી. જોકે ત્યારબાદ ક્રિઝ પર આવેલા વિરાટ કોહલી અને ડીવિલિયર્સે ઈનીંગને સંભાળી હતી. જોકે બંનેએ સરેરાશ રમત રમી સ્કોરને આગળ વધાર્યો હતો. 128 રનના સ્કોર પર બેંગ્લોરે ત્રીજી વિકેટ ગુમાવી હતી. ડીવિલીયર્સ 39 રન કરીને પેવેલીયન ફર્યો હતો. મોઈન અલી એક રન, ક્રિસ મોરીસ બે રન કરી આઉટ થયા હતા. અંતિમ ઓવરો દરમ્યાન 128 થી 139 રન સુધીમાં જ ટીમે ચાર વિકેટ ગુમાવી દીધી હતી.
 
ચેન્નાઈની બોલીંગ
સેમ કરને ત્રણ વિકેટ ઝડપી હતી, તેણે ત્રણ ઓવરમાં 19 રન આપ્યા હતા. મિશેલ સ્ટેનરે આજે મોકો મળ્યામાં ખરા ઉતરવા પ્રયાસ કર્યો હતો. જેણે ચાર ઓવરમાં 23 રન આપીને કરકસર રન આપવામાં દાખવી હતી. તેણે એક વિકેટ ઝડપી હતી. ઇમરાન તાહિરે ચાર ઓવરમાં 30 રન આપ્યા હતા. દિપક ચહરે પણ બે વિકેટ ઝડપી હતી. તેણે ચાર ઓવરમાં 31 રન ગુમાવ્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Click on your DTH Provider to Add TV9 Gujarati