T-20 લીગ: રાજસ્થાન સામે પંજાબે 4 વિકેટ ગુમાવી 185 રનનો સ્કોર ખડક્યો, ક્રિસ ગેઈલ 99 રને બોલ્ડ

T-20 લીગ: રાજસ્થાન સામે પંજાબે 4 વિકેટ ગુમાવી 185 રનનો સ્કોર ખડક્યો, ક્રિસ ગેઈલ 99 રને બોલ્ડ

ટી-20 ક્રિકેટ મેચમાં આજે 50મી મેચ અબુધાબીના શેખ ઝાયદ સ્ટેડીયમ ખાતે યોજાઈ. કિંગ્સ ઈલેવન પંજાબ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ રમાઈ હતી. બંને ટીમોને માટે  પ્લેઓફની રેસમાં ટકી રહેવા માટે જીત ખુબ જ જરુરી છે. રાજસ્થાન રોયલ્સે પ્રથમ ટોસ જીતીને ફીલ્ડીંગ પસંદ કરી હતી. ક્રિસ ગેઈલની ધુંધાઆર બેટીંગ કરતા 99 રન કર્યા હતા. આમ તે એક રન માટે તેની સદી ચુક્યો હતો. પંજાબની ટીમે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 185 રન કર્યા હતા. 

T20 League RR Same KXIP e 4 wicket gumavi 185 run no score khadkyo gayle 99 run e bold

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

પંજાબની બેટીંગ

ક્રિસ ગેઈલે ધમાકેદાર બેટીંગ કરી હતી, ગેઈલ એક રન માટે આજે સદી ચુક્યો હતો. તેણે 63 બોલમાં 99 રન કર્યા હતા. તે 99 રન પર જ જોફ્રા આર્ચરે તેને ક્લીન બોલ્ડ કરી દીધો હતો. પંજાબે પ્રથમ વિકેટ પ્રથમ ઓવરમાં જ મનદિપ સિંઘની ગુમાવી દીધી હતી. એ વેળા ટીમનો સ્કોર માત્ર એક જ રન હતો. મનદિપ શુન્ય રન પર જ કેચ આઉટ થયો હતો. જોકે ઓપનર કેપ્ટન કેએલ રાહુલે 46 રનની ઈનીંગ રમી હતી. તેની સાથે ક્રિસ ગેઈલે પણ એક સારી રમત દાખવી હતી. નિકોલસ પુરન પણ 10 બોલ રમીને ત્રણ છગ્ગા લગાવ્યા હતા અને તેણે 22 રન કરીને છગ્ગો મારવાના ચક્કરમાં બાઉન્ટ્રી પર કેચ આઉટ ઝડપાયો હતો. મેક્સવેલ છ રન કરીને અણનમ રહ્યો હતો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

T20 League RR Same KXIP e 4 wicket gumavi 185 run no score khadkyo gayle 99 run e bold

રાજસ્થાન રોયલ્સની બોલીંગ

બેન સ્ટોક્સે ચાર ઓવરમાં 32 રન ગુમાવીને બે વિકેટ ઝડપી હતી. જોફ્રા આર્ચરે પણ બે વિકેટ ઝડપી હતી. તેણે ચાર ઓવરમાં 26 રન આપ્યા હતા. વરુણ આરોને ચાર ઓવરમાં 47 રન, કાર્તિક ત્યાગી ચાર ઓવરમાં 47 રન તેમજ રાહુલ તેવટીયાએ ત્રણ ઓવરમાં 22 રન આપીને એક પણ વિકેટ ઝડપી નહોતી. 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati