T-20 લીગ: ઓપનર બેટ્સમેનની તોફાની બેટિંગ, CSKની ધમાકેદાર જીત

ટી-20 લીગની અઢારમી અને રવિવારની બીજી ચેન્નાઈ સુપર કિંગ્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ બંને વચ્ચે યોજાઈ હતી. કિંગ્સ ઈલેવન પંજાબે પ્રથમ ટોસ જીતીને પહેલા બેટીંગ કરી હતી. ચેન્નાઈ સુપર કિંગ્સ માટેની મેચ હતી અને તે લગાતાર ત્રણ મેચમાં હાર જોયા પછી શાનદાર જીત મેળવી બતાવી છે. પંજાબે ચાર વિકેટ ગુમાવીને ચેન્નાઈ સામે 179 રનનો લક્ષ્યાંક […]

T-20 લીગ: ઓપનર બેટ્સમેનની તોફાની બેટિંગ, CSKની ધમાકેદાર જીત
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Oct 04, 2020 | 11:30 PM

ટી-20 લીગની અઢારમી અને રવિવારની બીજી ચેન્નાઈ સુપર કિંગ્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ બંને વચ્ચે યોજાઈ હતી. કિંગ્સ ઈલેવન પંજાબે પ્રથમ ટોસ જીતીને પહેલા બેટીંગ કરી હતી. ચેન્નાઈ સુપર કિંગ્સ માટેની મેચ હતી અને તે લગાતાર ત્રણ મેચમાં હાર જોયા પછી શાનદાર જીત મેળવી બતાવી છે. પંજાબે ચાર વિકેટ ગુમાવીને ચેન્નાઈ સામે 179 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. જેના જવાબમાં ચેન્નાઇએ એક પણ વિકેટ ગુમાવ્યા વિના સિઝનની શાનદાર જીત મેળવી હતી. અઢારમી ઓવરના ચોથા બોલે પ્લાસીસે ચોગ્ગો ફટકારી 179ના લક્ષ્યાંકને વટાવી 181 રન નોંધાવ્યા હતા. આમ પંજાબના બોલરો વિકેટ માટે તરસતા રહ્યા અને ઓપનરોએ જ વિજયી સ્કોરને ભેદી લીધો હતો.

T20 league opner batsman ni tofani batting CSK ni dhamakedar Jit

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ચેન્નાઇનો જીત ભર્યો વળતો જવાબ

ચેન્નાઈ જાણે કે એક શાનદાર જીત મેળવતી રમત રમી છે. છેલ્લી ત્રણ મેચથી ચાહકોને નિરાશા બાદ એક સુંદર રમત દર્શાવી હતી. એક પણ વિકેટ ગુમાવ્યા વિના અને શાંત ચિત્તે તેના ઓપનરોએ જ મેચો વિજયી અંત આણ્યો હતો. ઓપનરોએ જાણે કે લાંબી નિરાશાઓને ખંખેરતી રમત દાખવી હતી. શરુઆતથી જ શાંત રમત દાખવી હતી અને સાથે જ વિકેટ પણ સાચવી હતી. બંને ઓપનરોએ વિજયી લક્ષ્યાંક સુધી રમત દર્શાવી હતી. શેન વોટ્સને 53 બોલમાં 83 રન અને ફાફ ડુ પ્લેસીસે 53 બોલમાં 87 રનની રમત રમી હતી. આમ બંને ઓપનરોએ અડધી સદી સાથે મેચને વિજયી બનાવી હતી.

પંજાબની વિકેટ તરસતી બોલીંગ

પંજાબના બોલરો અને ટીમ એક વિકેટ માટે તરસતુ રહ્યુ અને ચેન્નાઈના ઓપનરોએ મચક આપ્યા વિના રમત દાખવતા બોલરોને પરસેવો વહી ગયો હતો. ક્રિસ જોર્ડન આજે ખર્ચાળ બોલર સાબિત થયો હતો. તેણે ત્રણ ઓવરમાં 14 રનની ઇકોનોમી સાથે 42 રન લુંટાવી દીધા હતા. આવી જ રીતે હરપ્રિત બ્રારે પણ ચાર ઓવરમાં 41 રન આપ્યા હતા. જ્યારે શેલ્ડન કોટ્રેલે 30 રન ત્રણ ઓવરમાં આપ્યા હતા. મોહમંદ શામીએ 03.04 ઓવરમાં 35 રન આપ્યા હતા.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

T20 league KXIP e CSK ne jitva mate aapyo 179 run no lakshyank

કિંગ્સ ઈલેવન પંજાબની બેટીંગ ઇનીંગ્સ

પંજાબે આજે તેની સારી શરુઆત સાથેની રમત દાખવી હતી. કેપ્ટન કેએલ રાહુલ લાંબા સમય સુધી ક્રિઝ પર ઉભો રહી શક્યો હતો, રાહુલે 52 બોલમાં 63 રનની ઈનીંગ રમી હતી. સાથે જ તેણે સિઝનમાં બીજી અડધી સદી ફટકારી. મયંક અગ્રવાલ 19 બોલમાં 26 રનની પારી રમ્યો હતો. મનદિપ સિંઘે 27 રન કર્યા હતા. આ ઉપરાંત નિકોલસ પુરન પણ ઝડપથી રન નિકાળી રહ્યો હતો પરંતુ તે ઠાકુરના બોલ પર આઉટ થયો હતો. તેણે 17 બોલમાં 33 રન કર્યા હતા. જોકે રાહુલ અને પુરન બંને સેટ હતા અને ઝડપી રમત જોવા મળે તેવી આશા દરમ્યાન જ ઠાકુરની ઓવરમાં સળંગ બે બોલમાં બંને ખેલાડી આઉટ થયા હતા. પંજાબે ઇનીંગ્સમાં ચાર વિકેટ ગુમાવી હતી. જોકે અંતિમ ઓવરોમાં વિકેટો હાથ પર હોવા છતાં ઝડપી રમત જોઈએ તેટલી દાખવી નહોતી.

T20 league KXIP e CSK ne jitva mate aapyo 179 run no lakshyank

ચેન્નાઇની બોલીંગ

ચેન્નાઇ આજે જીત મેળવવા માટે પ્રયાસ કરી રહ્યુ છે. અગાઉની મેચની ભુલોને દુર કરવાના પ્રયાસ કરી રહ્યુ હોય એમ જણાતુ હતુ. પરંતુ બોલરો ઝડપથી વિકેટ મેળવવામાં સફળ રહ્યા નહોતા. શાર્દુલ ઠાકુરે તેની બે વિકેટો તેની ત્રીજી ઓવર દરમ્યાન સળંગ બે બોલમાં બે વિકેટ રુપે મેળવી હતી. જે ચેન્નાઈ માટે અત્યંત મહત્વના સમયે મહત્વની વિકેટો ઝડપાઈ હતી. પિયુષ ચાવલાએ બે ઓવરમાં 22 રન આપ્યા હતા અને એક વિકેટ લીધી હતી. જ્યારે રવિન્દ્રસિંહ જાડેજાએ ચાર ઓવરમાં 30 રન આપી એક વિકેટ ઝડપી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">