T-20 લીગ: મુંબઈને 10 વિકેટે હરાવીને હૈદરાબાદ શાનદાર રીતે પ્લેઓફમાં પહોંચ્યુ, બંને ઓપનરની ફિફ્ટી

ટી-20 લીગની 13મી સિઝનમાં 56મી મેચ શારજાહ ખાતે રમાઈ રહી છે. મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે આ મેચ રમાઈ રહી છે. હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વોર્નરે ટોસ જીતીને બોલીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. રોહિત શર્મા ઈજામાંથી બહાર આવીને આજે મેદાન પર જોવા મળ્યો હતો. જો કે આજે તે બેટીંગમાં ચાલી શક્યો નહોતો. ચાર બનાવીને તે આઉટ […]

T-20 લીગ: મુંબઈને 10 વિકેટે હરાવીને હૈદરાબાદ શાનદાર રીતે પ્લેઓફમાં પહોંચ્યુ, બંને ઓપનરની ફિફ્ટી
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Nov 03, 2020 | 11:10 PM

ટી-20 લીગની 13મી સિઝનમાં 56મી મેચ શારજાહ ખાતે રમાઈ રહી છે. મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે આ મેચ રમાઈ રહી છે. હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વોર્નરે ટોસ જીતીને બોલીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. રોહિત શર્મા ઈજામાંથી બહાર આવીને આજે મેદાન પર જોવા મળ્યો હતો. જો કે આજે તે બેટીંગમાં ચાલી શક્યો નહોતો. ચાર બનાવીને તે આઉટ થયો હતો. મુંબઈ ઈન્ડિયન્સે 20 ઓવરના અંતે આઠ વિકેટ ગુમાવીને 149 રન કર્યા હતા. વળતા જવાબમાં હૈદરાબાદે પણ તેના જુસ્સાને આજે પણ જાળવી રાખીને પ્લેઓફમાં સ્થાન બનાવી લેવા માટેની લડત પુરી પાડી હતી. હૈદરાબાદે બોલીંગમાં સફળ નિવડ્યા બાદ બેટીંગમાં પણ દમ દેખાડતી રમત સિઝનની નંબર વન ટીમ સામે દાખવી હતી. હૈદરાબાદે 17.1 ઓવરમાં જ 10 વિકેટે શાનદાર વિજય મેળવ્યો હતો. આમ હૈદરાબાદ આ જીત સાથે પ્લેઓફમાં પણ સ્થાન મેળવી લીધુ હતુ.

T20 league MI ne 10 wicket e haravi ne SRH shandar rite Playoff ma pohchyu bane opner ni fifty

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

સનરાઈઝર્સ હૈદરાબાદની બેટીંગ

હૈદરાબાદનો સિઝનના ગૃપ લીગ સ્ટેજમાં બીજા તબક્કામાં જબરદસ્ત જુસ્સો જોવા મળ્યો, હૈદરાબાદે લક્ષ્ય પ્લેઓફનું રાખ્યુ હતુ અને તે જાણે આજે સફળતાપુર્વક પાર પાડ્યુ હતુ. હૈદરાબાદે બોલીંગમાં સફળ નિવડ્યા બાદ બેટીંગમાં પણ દમ દાખવ્યો હતો. જેના ફળ સ્વરુપે સિઝનની નંબર વન ટીમને હાર આપી હતી. કેપ્ટન ડેવિડ વોર્નરે કેપ્ટન ઈનીંગ રમી હતી. કેપ્ટન વોર્નરને રિદ્ધીમાન સાહા બંનેએ શરુ કરેલી ઓપનીંગ બેટીંગને અંત સુધી જાળવી રાખી હતી. બંનેએ મકમતાપુર્વકની રમત દાખવીને રમતને જીતમાં પલટી હતી. બંનેએ શાનદાર રમત સાથે અડધીસદી લગાવી હતી. ડેવિડ વોર્નરે 58 બોલમાં 85 રન, જ્યારે રિદ્ધીમાન સાહાએ 45 બોલમાં 58 રન કર્યા હતા.

મુંબઇ ઈન્ડિયન્સની બોલીંગ

સિઝનમાં એક મજબુત ટીમ ગણાતી અને સારા બોલીંગ આક્રમણને ધરાવતી મુંબઈ આજે જાણે કે હૈદરાબાદ સામે બેટીંગ અને બોલીંગ બંને રીતે નબળી પુરવાર થઈ હતી. હૈદરાબાદના જુસ્સા સામે તેની બોલીંગ પણ કારગત નિવડી શકી નહોતી. નાથન કુલ્ટર, જેમ્સ પૈટીસન્સ, રાહુલ ચહર અને કૃણાલ પંડ્યા આ તમામ બોલરો સંઘર્ષ કરતા જોવા મળી રહ્યા હતા. મુંબઈના બોલરો હૈદરાબાદને ઓપનરોને તોડવા તો ઠીક પરંતુ પરેશાન કરવામાં પણ નાકામિયાબ લાગી રહ્યા હતા. મુંબઈના બોલરોએ રન પણ પ્રમાણમાં લુટાવ્યા હતા અને તેમાં પણ નિયંત્રણ કરી શક્યા નહોતા.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

T20 League SRH same MI 8 wicket gumavi ne 149 run no score karyo sandip sharma ni 3 wicket

મુંબઇ ઇન્ડિયન્સની બેટીંગ

ટીમના કેપ્ટન રોહિત શર્મા ઈજામાંથી સ્વસ્થ થઈને આજે મેદાનમાં જોડાયો હતો. પરંતુ આજે તે સસ્તામાં જ પેવેલીયન પરત ફર્યા હતો. રોહિત શર્માને સંદિપ શર્માએ શિકાર બનાવ્યો હતો, માત્ર ચાર રન જોડીને તે આઉટ થયો હતો. મુંબઈ વતી આજે કોઈ ખેલાડી મોટી પારી રમી શક્યો નહોતો, સાથે જ સમયાંતરે વિકેટ પણ ગુમાવતા રહ્યા હતા. ક્વિન્ટન ડીકોક 13 બોલમાં 25 રન કર્યા હતા, સુર્યકુમાર યાદવે 29 બોલમાં 36 રન કર્યા હતા. જ્યારે ઈશાન કિશને 30 બોલમાં 33 રન કર્યા હતા. કૃણાલ પંડ્યા શુન્ય અને સૌરભ તિવારી એક રન કરીને આઉટ થયા હતા. 81 અને 82 રનના સ્કોર પર જ મુંબઈએ ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. આવી જ રીતે 115 અને 116 રનના સ્કોર પર પણ બે વિકેટ ગુમાવી હતી. આમ શરુઆતમાં ઝડપથી રન કરવા સામે ધીરે ધીરે રન રેટ ધીમી પડી ગઇ હતી. જોકે અંતમાં 19મી ઓવરમાં પોલાર્ડે સળંગ ત્રણ સિક્સર લગાવી હતી અને વીસમી ઓવરમાં એક સિક્સર લગાવીને સ્કોરબોર્ડને ઝડપથી ફેરવી દીધુ હતુ. પોલાર્ડે 24 બોલમાં 41 રન કર્યા હતા.

T20 League SRH same MI 8 wicket gumavi ne 149 run no score karyo sandip sharma ni 3 wicket

સનરાઇઝર્સ હૈદરાબાદની બોલીંગ

સંદિપ શર્માએ આજે મુંબઈની કમરતોડ બેટીંગ કરી હતી, કહી શકાય કે સંદિપે બેટીંગ ક્રમની કમર જ શરુઆત થી જ તોડી પાડી દીધી હતી. ચાર ઓવરમાં 34 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. રોહિત શર્મા, ડીકોક અને ઈશાનને તેણે પોતાના શિકાર બનાવ્યા હતા. શાહબાઝ નદિમે પણ પ્રભાવશાળી દેખાવ કર્યો હતો. તેણે ચાર ઓવરમાં 19 રન આપીને બે વિકેટ ઝડપી હતી. જેસન હોલ્ડરે પણ બે વિકેટ ઝડપી હતી. રાશિદ ખાને એક વિકેટ ઝડપી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">