T-20 લીગ: પંજાબ અને કલકત્તા આજે આમને સામને ટકરાશે, બંને ટીમને માટે જીત છે મહત્વની

T-20 લીગ: પંજાબ અને કલકત્તા આજે આમને સામને ટકરાશે, બંને ટીમને માટે જીત છે મહત્વની

સતત આઠ મેચ જીતવાને લઈને ટી-20 લીગમાં પ્લેઓફમાં જગ્યા બનાવવા માટે મજબુત દાવેદાર ગણાતી કિંગ્સ ઇલેવન પંજાબ આજે પણ તેનો જાદુ જારી રાખવા માટે પ્રયાસ કરશે. પંજાબ આજે કલકત્તા નાઈટ રાઇડર્સ સામે ટકરાશે. સોમવારે કલકત્તા વિરુદ્ધ પંજાબની મેચ રમાનારી છે. કલકત્તા પણ પ્લેઓફની જગ્યા માટે એટલુ જ દાવેદારમાં માનવામાં આવી રહ્યુ છે. કિંગ્સ ઇલેવન પંજાબે તેની 11 મેચોમાંથી 5 મેચોમાં જીત મેળવી 10 અંક મેળવી ચુક્યુ છે. જ્યારે કલકત્તા નાઈટ રાઈડર્સની ટીમ પણ 11 મેચોમાં 6 જીત મેળવીને 12 અંક ધરાવે છે.

  T20 league KXIP ane KKR aaje aamne samne takrashe bane team ne mate jit che mahatvani

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

કલકત્તા હાલમાં ટેબલમાં ચોથા સ્થાન પર છે. પ્લેઓફની દોડ હવે ખુબ જ કશ્મકશ ભરી છે. આવામાં બંને ટીમો સોમવારે જીતના મહત્વને ખુબ સારી રીતે સમજી રહ્યા છે. કિંગ્સ ઇલેવન પંજાબની ટીમ શાનદાર ફોર્મમાં છે. તેણે લગાતાર પાંચ મેચ ગુમાવી હતી અને બાદમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને હરાવ્યુ હતુ. ત્યારબાદ ટોચની બે ટીમો મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપીટલ્સને હરાવી દીધી હતી. સનરાઈઝર્સ હૈદરાબાદ સામે તો તેણે પોતાના ઓછા સ્કોરને પણ સફળતાપુર્વક બચાવ કર્યો હતો. પ્લેઓફમાં પહોંચવાને માટે હવે તેની બાકી બચેલી તમામ ત્રણ મેચ જીતી લેવી જરુરી છે.

T20 league KXIP ane KKR aaje aamne samne takrashe bane team ne mate jit che mahatvani
બોલીંગની બાબતમાં કિંગ્સ ઈલેવન પંજાબનો પક્ષ નબળો માનવામાં આવી રહ્યો છે. મહમદ શામી અને રવિ બિશ્નોઈને છોડીને તેમના કોઈપણ બોલર સારુ નથી કરી રહ્યા. વિશેષ કરીને ડેથ ઓવરોમાં તેઓ પ્રદર્શન સારુ નથી કરી રહ્યા . જોકે શનિવારે તેમના બેટ્સમેન નિષ્ફળ રહ્યા હતા, ત્યારે બોલરો જ સુંદર રમત દર્શાવીને અંતિમ બે ઓવરોમાં પાંચ વિકેટ ઝડપી લીધી હતી. આમ પંજાબના બોલરો હરીફ ટીમને ઓલઆઉટ કરી લેતા 126 રનના લો સ્કોરનો બચાવ કરી લીધો હતો.  પંજાબ પાસે કેપ્ટન કેએલ રાહુલ અને મયંક અગ્રવાલના રુપમાં બે સારા ફોર્મમાં ચાલનારા બેટ્સમેન છે. ક્રિસ ગેઈલની ઉપસ્થિતીમાં ટીમનો ઉત્સાહ વધ્યો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

જ્યારથી ગેઈલને ટીમમાં શામેલ કર્યો હતો ત્યારથી એક પણ મેચ ગુમાવી નથી. નિકોલસ પુરણ પણ ખતરનાક બેટ્સમેનના રુપમાં ઉભર્યો છે. પરંતુ ગ્લેન મેક્સવેલનું ફોર્મ હજુ પણ ચિંતાનો વિષય છે. અગ્રવાલ ઘુંટણની ઈજાને લઈને સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં રમી શક્યો નહોતો. જોકે તેનો કલકત્તા સામે રમવાની આશાઓ વર્તાઈ રહી છે. કલકત્તાની ટીમ પણ દિલ્હી કેપીટલ્સ જેવી મજબુત ટીમ સામે મેચ જીતીને ખુબ જ ઉત્સાહિત છે અને તે વિજય અભિયાન જારી રાખવા માટે બેતાબ હશે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે આઠ વિકેટથી કારમી હાર બાદ બે વારની ચેમ્પિયન્સ કલકત્તાએ પ્રદર્શન સુધારાજનક કર્યુ છે. દિલ્હીને પણ તેણે 59 રને હાર આપી હતી. નિતિશ રાણા પણ ઓપનર બેટ્સમેનના રુપમાં ઉતારવામાં આવ્યો હતો, જેમાં તેણે 81 રનની ઈનીંગ રમી હતી.
T20 league KXIP ane KKR aaje aamne samne takrashe bane team ne mate jit che mahatvani
રાણા અને સુનિલ નરેને 64 રનની પારી સાથે બંને જણાએ મળીને 115 રનની ભાગીદારી ઈનીંગ રમી હતી. લેગ સ્પિનર વરુણ ચક્રવર્તીએ ત્યારબાદ 5 વિકેટ ઝડપીને દિલ્હીના મધ્યમક્રમને તહસ નહસ કરી દીધો હતો. કલકત્તાએ જો પોતાના વિજય અભિયાનને જારી રાખવુ પડશે. કલકત્તાની બોલીંગ લોકી ફર્ગ્યુશનના આવવા બાદ કેટલેક અંશે મજબુત થઈ છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Click on your DTH Provider to Add TV9 Gujarati