T-20 લીગ: KKRએ નિતીશ અને સુનિલની ધુંઆધાર બેટીંગથી 194 રન ખડક્યા, રબાડાની બે વિકેટ

ટી-20માં 13મી સિઝનમાં આજે 42મી મેચ અબુધાબીના મેદાન પર રમાઈ રહી છે. કલકત્તા નાઈટ રાઈડર્સ અને દિલ્હી કેપીટલ્સ વચ્ચે રમાઇ રહેલી, આ મેચમાં ટોસ દિલ્હીએ જીત્યો હતો. પ્રથમ ટોસ જીતીને શ્રેયસ ઐયરે પ્રથમ બોલીંગ પસંદ કરી હતી. જોકે કલકત્તાના નિતીશ રાણા અને સુનિલ નરેને આજે પ્રભાવશાળી દેખાવ કર્યો હતો. ટીમ કલકત્તા તરફથી આ બંને બેટ્સમેનોએ […]

T-20 લીગ: KKRએ નિતીશ અને સુનિલની ધુંઆધાર બેટીંગથી 194 રન ખડક્યા, રબાડાની બે વિકેટ
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Oct 24, 2020 | 5:31 PM

ટી-20માં 13મી સિઝનમાં આજે 42મી મેચ અબુધાબીના મેદાન પર રમાઈ રહી છે. કલકત્તા નાઈટ રાઈડર્સ અને દિલ્હી કેપીટલ્સ વચ્ચે રમાઇ રહેલી, આ મેચમાં ટોસ દિલ્હીએ જીત્યો હતો. પ્રથમ ટોસ જીતીને શ્રેયસ ઐયરે પ્રથમ બોલીંગ પસંદ કરી હતી. જોકે કલકત્તાના નિતીશ રાણા અને સુનિલ નરેને આજે પ્રભાવશાળી દેખાવ કર્યો હતો. ટીમ કલકત્તા તરફથી આ બંને બેટ્સમેનોએ ઝડપથી અડધીસદી ફટકારી હતી. કલકત્તા હાલમાં ચાર નંબર પર પોઈન્ટ ટેબલ પર છે, જે જાળવી રાખવા માટે જરુરી દેખાવ કરવો પણ અનિવાર્ય હતો. કલકત્તાએ 20 ઓવરના અંતે છ વિકેટ ગુમાવીને 194 રન ખડક્યા હતા.

T20 League KKR e nitish ane sunil ni dhuadhar batting thi 194 run khadkya rabada ni 2 wicket

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કલકત્તાની બેટીંગ

સુનિલ નરેને ખુબ ટીપ્પણીઓના સંઘર્ષ બાદ હવે બેટ ખોલીને પ્રદર્શન કર્યુ છે. 24 બોલમાં જ તેણે પોતાનું અડધીસદી લગાવી. તેણે 32 બોલમાં 64રન કર્યા હતા, અને તે રબાડાનો શિકાર બન્યો હતો. નિતિશ રાણાએ પોતાનું બેટ ચલાવતા સિઝનની બીજી અને ટી-20 લીગમાં દશમી અડધીસદી નોંધાવી. તેણે 53 બોલમાં 81 રન કર્યા હતા. ટોસ હારીને બેટીંગમાં આવેલી કલકત્તાને પ્રથમ ઝટકો ઈનીંગની બીજી ઓવરમાં જ મળ્યો હતો. ઓપનર શુભમન ગીલને એનરીચ નોર્તઝેએ કેચ આઉટ કરાવ્યો હતો. ગીલે નવ રન બનાવ્યા હતા. ટીમે બીજી વિકેટ રાહુલ ત્રિપાઠીની ગુમાવી હતી. 13 રન પર જ નોર્તઝે તેને બોલ્ડ કર્યો હતો. ત્યારબાદ કાગીસો રબાડાના બોલ પર પુર્વ કેપ્ટન દિનેશ કાર્તિક પણ ત્રણ રન કરીને વિકેટ પાછળ કેચ આઉટ થયો હતો. કેપ્ટન ઇયોન મોર્ગન નવ બોલમાં 17 રન કરીને આઉટ થયો હતો.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

T20 League KKR e nitish ane sunil ni dhuadhar batting thi 194 run khadkya rabada ni 2 wicket

દિલ્હી કેપીટલ્સ બોલીંગ

નોર્તઝે શરુઆતની જ જોડીને ટીમને સફળ શરુઆતની દિશા આપી હતી, આ દરમ્યાન કાગીસો રબાડાએ પણ તેને સાથ પુરાવતા હરીફ ટીમની ત્રણ વિકેટો પેવેલીયન પહોંચી હતી. પરંતુ ત્યારબાદ નિતીશ રાણા અને સુનિલ નરેનની જોડીને તોડવામાં લાંબો સમય સુધી બોલરોએ ઝઝુમવુ પડ્યુ હતુ. નોર્તઝે ચાર ઓવરમાં 27 રન ગુમાવી અને કાગીસો રબાડાએ 33 રન ગુમાવી બંનેએ બે-બે વિકેટ ઝડપી હતી. આર અશ્વિન આજે ખર્ચાળ બોલર સાબિત થયો હતો. તેણે ત્રણ ઓવરમાં 45 રન ગુમાવ્યા હતા. આમ 15 રનની ઈકોનોમીથી રન ગુમાવ્યા હતા. અંતિમ ઓવર માર્કસ સ્ટોઇનીશે કરવા દરમ્યાન મોર્ગન અને રાણાની વિકેટ ઝડપી ને બે વિકેટ ઝડપી હતી. આમ ચાર ઓવરમાં 41 રન ગુમાવી તેણે બે વિકેટ ઝડપી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">