T-20 લીગ: ચેન્નાઈ સામે બેંગ્લોરે 6 વિકેટ ગુમાવી 145 રન કર્યા, કેપ્ટન કોહલીની ફીફટી, સેમ કરનની ત્રણ વિકેટ

T-20 લીગ: ચેન્નાઈ સામે બેંગ્લોરે 6 વિકેટ ગુમાવી 145 રન કર્યા, કેપ્ટન કોહલીની ફીફટી, સેમ કરનની ત્રણ વિકેટ

ટી-20 લીગની 44મી મેચ દુબઈ આંતરરાષ્ટ્રીય સ્ટેડીયમ ખાતે રમાઈ રહી છે. આજે રવિવારે ડબલ હેડર મેચમાં પ્રથમ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મેચ રમાઈ રહી છે. આજે રમાયેલી મેચમાં ટીમ બેંગ્લોરની ટીમ ગ્રીન ડ્રેસમાં મેદાનમાં ઉતરી હતી. તેઓએ પર્યાવરણ પર સંદેશો આપવા માટે આ પ્રકારે ડ્રેસીંગનો કલર આજની મેચ માટે બદલ્યો હતો. બપોરે 03.30 કલાકે શરુ થયેલી મેચમાં બેંગ્લોરે પ્રથમ ટોસ જીતીને બેટીંગ પસંદ કરી હતી. બેંગ્લોરે પ્રથમ બેટીંગ કરતા કેપ્ટન વિરાટ કોહલીએ 43 બોલમાં 50 રન કર્યા હતા. બેંગ્લોરે 20 ઓવરમાં  છ વિકેટ ગુમાવીને 145 રન કર્યા હતા. 

t20-league-csk-same-rcb-e-6-wicket-gumavi-145-run-karya-kohli-ni-fifty-sam-karan-ni-3-wicket

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

બેંગ્લોરની બેટીંગ
ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવા માટે બેંગ્લોરના ઓપનર ક્રિઝ પર આવ્યા હતા. વિરાટ કોહલીએ આજે અડધીસદી ફટકારી હતી. તેણે 43 બોલમાં 50 રન કર્યા હતા. ટીમના બંને ઓપનરોએ 31 રન સુધી ભાગીદારીની રમત રમી એરોન ફીંચની પ્રથમ વિકેટ ગુમાવી હતી. ફીંચે 11 બોલમાં 15 રન કર્યા હતા. જ્યારે દેવદત્ત પડીકલે 21 બોલમાં 22 રન કરીને પોતાની વિકેટ ગુમાવી હતી. આમ ટીમના 46 રનના સ્કોર પર જ ટીમે બે વિકેટ ગુમાવી હતી. જોકે ત્યારબાદ ક્રિઝ પર આવેલા વિરાટ કોહલી અને ડીવિલિયર્સે ઈનીંગને સંભાળી હતી. જોકે બંનેએ સરેરાશ રમત રમી સ્કોરને આગળ વધાર્યો હતો. 128 રનના સ્કોર પર બેંગ્લોરે ત્રીજી વિકેટ ગુમાવી હતી. ડીવિલીયર્સ 39 રન કરીને પેવેલીયન ફર્યો હતો. મોઈન અલી એક રન, ક્રિસ મોરીસ બે રન કરી આઉટ થયા હતા. અંતિમ ઓવરો દરમ્યાન 128 થી 139 રન સુધીમાં જ ટીમે ચાર વિકેટ ગુમાવી દીધી હતી.
 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ચેન્નાઈની બોલીંગ
સેમ કરને ત્રણ વિકેટ ઝડપી હતી, તેણે ત્રણ ઓવરમાં 19 રન આપ્યા હતા. મિશેલ સ્ટેનરે આજે મોકો મળ્યામાં ખરા ઉતરવા પ્રયાસ કર્યો હતો. જેણે ચાર ઓવરમાં 23 રન આપીને કરકસર રન આપવામાં દાખવી હતી. તેણે એક વિકેટ ઝડપી હતી. ઇમરાન તાહિરે ચાર ઓવરમાં 30 રન આપ્યા હતા. દિપક ચહરે પણ બે વિકેટ ઝડપી હતી. તેણે ચાર ઓવરમાં 31 રન ગુમાવ્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Click on your DTH Provider to Add TV9 Gujarati