T-20 લીગ: CSKએ સિઝનમાં ટકી રહેવા માટે આજે દરેક મોરચે લડી લેવુ પડશે, હૈદરાબાદ માટે નબળી બોલીંગ ચિંતાનો વિષય

ચેન્નાઈ સુપર કિંગ્સએ લીગમાં પોતાની આશાઓને જીવંત રાખવા માટે આજે હૈદરાબાદ સામેની મેચને જીતવી પડશે. આજે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડીયમ ખાતે ચેન્નાઇ વિરુદ્ધ હૈદરાબાદ સનરાઇઝર્સ વચ્ચે મેચ યોજાનારી છે. જેમાં ટીમ ધોનીએ હવે દમદાર વાપસી કરવી જરુરી બની ગઇ છે. ત્રણવાર ચેમ્પિયન અને પાછલી સિઝનમાં ઉપ વિજેતા નિવડેલી ચેન્નાઈ સુપર કિંગ્સની સ્થિતી ચાલુ સિઝનમાં ખરાબ છે. […]

T-20 લીગ: CSKએ સિઝનમાં ટકી રહેવા માટે આજે દરેક મોરચે લડી લેવુ પડશે, હૈદરાબાદ માટે નબળી બોલીંગ ચિંતાનો વિષય
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Oct 13, 2020 | 4:32 PM

ચેન્નાઈ સુપર કિંગ્સએ લીગમાં પોતાની આશાઓને જીવંત રાખવા માટે આજે હૈદરાબાદ સામેની મેચને જીતવી પડશે. આજે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડીયમ ખાતે ચેન્નાઇ વિરુદ્ધ હૈદરાબાદ સનરાઇઝર્સ વચ્ચે મેચ યોજાનારી છે. જેમાં ટીમ ધોનીએ હવે દમદાર વાપસી કરવી જરુરી બની ગઇ છે.

ત્રણવાર ચેમ્પિયન અને પાછલી સિઝનમાં ઉપ વિજેતા નિવડેલી ચેન્નાઈ સુપર કિંગ્સની સ્થિતી ચાલુ સિઝનમાં ખરાબ છે. અત્યાર સુધીની સાત મેચમાંથી 5 મેચમાં હાર મેળવી ચુક્યુ છે, હવે તે જીતને મેળવવા માટે તરસી રહ્યુ છે. આઠ ટીમોના પોઈન્ટ ટેબલની વાત કરીએ તો તે અત્યારે સાતમા ક્રમાંકે છે. લીગના ઈતિહાસમાં ચેન્નાઈને લક્ષ્યનો પીછો કરવા વાળી સૌથી સારી ટીમ માનવામાં આવી રહી છે, જોકે આ વર્ષે પાંચેય હાર લક્ષ્યનો પીછો કરવામાં જ મેળવી છે. કારણ કે તેની બેટીંગ લાઈન નિષ્ફળ નિવડી રહી છે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

શેન વોટ્સન અને ફાફ ડુપ્લેસીએ ટોચના ક્રમ પર સારુ પ્રદર્શન કર્યુ છે, પરંતુ મધ્યમ ક્રમે હવે શ્રેષ્ઠ દેખાવ કરવો પડશે. કેદાર જાદવ સતત નબળું પ્રદર્શન દાખવી રહ્યો છે. ગઇ મેચમાં તેને બહાર કરી દેવામાં આવ્યો હતો અને તેની જગ્યાએ નારાયણ જગદીશને પસંદ કર્ય હતો. જેણે 28 બોલમાં 33 રન બનાવ્યા હતા. તેણે અંબાતી રાય઼ડુ સાથે મળીને પારીને સંભાળી હતી. જોકે બંનેના આઉટ થતા જ ચેન્નાઇની બેટીંગ લાઇન જાણે કે વિખરાઈ ગઈ હતી. સૈમ કુરન, રવિન્દ્ર જાડેજા અને ડ્વેન બ્રાવો પણ બેટીંગમાં અસફળ રહ્યા છે. ધોની પણ અપેક્ષીત રીતે ઝડપથી રન નથી બનાવી શક્યો, કેપ્ટન ધોનીએ પણ બાદમાં સ્વીકાર કર્યો હતો કે તેમણે મેચ જીતવી હશે તો બેટ્સમેનોએ સારુ પ્રદર્શન કરવુ પડશે. પાછળની મેચ બાદ ધોનીએ બેટીંગમાં થોડી ચિંતાનો વિષય છે અમારે તેમાં કંઈક કરવાની જરુર છે એમ કહ્યુ હતુ. બોલીંગના મામલામં દિપક ચહર અને રવિન્દ્રસિંહ પ્રભાવશાળી રહ્યા છે, બ્રાવોની વાપસી ટીમને સંતુલન કરી રહી છે, પરંતુ કરન, શાર્દુલ ઠાકુર અને કર્ણ શર્માએ સારા પ્રદર્શન કરવાની જરુર છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

સનરાઇઝર્સ હૈદરાબાદની સ્થિતી પણ કંઇક ખાસ નથી. તેણે પણ સાત મેચમાં માત્ર ત્રણ જ જીત મેળવી છે અને તે પોઈન્ટ ટેબલ પર પાંચમા સ્થાન પર છે. રાજસ્થાન રોયલ્સ સામે રવિવારે પાંચ વિકેટે હાર મળતા ટીમને ઝાટકો લાગ્યો હશે. કારણ કે ચાર વિકેટ પર 158 રન બનાવ્યા હતા, આમ છતાં પણ એક સમયે તેમણે મેચ પર એક સારુ નિયંત્રણ બનાવ્યુ હતુ. બેટીંગ લાઈન સનરાઇઝર્સ માટે ચિંતાનો વિષય નથી કારણ કે, જોની બેયરસ્ટો, કેપ્ટન ડેવિડ વોર્નર, મનિષ પાંડે અને કેન વિલિયમસન સતત સારો સ્કોર કરી રહ્યા છે સાથે જ જવાબદારી પણ ઉઠાવી રહ્યા છે. જો કે તેમનો પક્ષ બોલીંગના મામલામાં કમજોર દેખાઈ રહ્યો છે.

ભુવનેશ્વર અને માર્શને ગુમાવવાને લઇને હૈદરાબાદની બોલીંગ આક્રમણ ને અસર પહોંચી છે. ઝડપી બોલર ભુવનેશ્વર અને ઓલરાઉન્ડર મિશેલ માર્શ મેદાનથી બહાર થતા સનરાઇઝર્સ હૈદરાબાદની બોલીંગ નબળી પડી ગઈ છે. લેગ સ્પીનર રાશિદ ખાન અને યોર્કર ટી નટરાજને જોકે મોરચો સંભાળીને સારી બોલીંગ કરી રહ્યા છે. બંનેનું પ્રદર્શન સારુ રહ્યુ છે. સંદિપ શર્મા, ખલીલ અહમદ અને યુવા અભિષેક શર્મા તેમની બોલીંગની કમજોર કડી થઇ રહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">