T-20: ચેન્નાઇ સુપર જીત મેળવવાના ઇરાદેથી મુંબઇ ઇન્ડિયન્સ સામે મેદાનમાં ઉતરશે, ચેન્નાઇ ટુર્નામેન્ટમાંથી આઉટ થશે ?

T-20: ચેન્નાઇ સુપર જીત મેળવવાના ઇરાદેથી મુંબઇ ઇન્ડિયન્સ સામે મેદાનમાં ઉતરશે, ચેન્નાઇ ટુર્નામેન્ટમાંથી આઉટ થશે ?

ટી-20 લીગની 13 મી સીઝનમાં જો કોઇ ટીમનુ સૌથી ખરાબ પ્રદર્શન રહ્યુ હોય તો તે ટીમ છે ચેન્નાઇ સુપર કિંગ્સ. ધોનીની આગેવાની વાળી આ ટીમ આમ તો ટી-20 લીગના ઇતીહાસમાં ત્રણ વાર ચેમ્પીયન્સ રહી ચુકી છે. આઠ ટીમોમાં તે છ પોઇન્ટ સાથે તળીયે આઠમાં સ્થાને છે.

 

હવે શુક્રવારે તેનો મુકાબલો ટુર્નામેન્ટમાં મજબુત ટીમ તરીકે ઉભરી રહેલી મુંબઇ ઇન્ડિયન્સ સામે થનારો છે. બંને ટીમો વચ્ચેનો આ મુકાબલો અબુધાબીના શેખ ઝાયદ સ્ટેડીયમમાં થનારો છે. શુક્રવારે થનારી આ મેચમાં ચેન્નાઇ હવે તેના યુવા ખેલાડીઓ ને અજમાવે તેવી સંભાવનાઓ વધારે વર્તાઇ રહી છે.

એમ.એસ.ધોનીએ રાજસ્થાન રોયલ્સ સામે મળેલી હારના બાદ એ વાતનો સ્વિકાર કર્યો હતો કે, કદાચ તેમના માટે હવે સિઝન ખતમ થઇ રહી છે. જોકે ટીમ ચારેય મેચને જીતી લે છે તો તે 14 પોઇન્ટ મેળવી શકે છે. અને જેના કારણે જો અને તો ની સંભાવનાઓ સાથે પ્લેઓફમાં જગ્યા બનાવવા મળી શકે છે.

 

મુખ્ય કોચ સ્ટીફન ફ્લેમિંગે કહ્યુ  કે, ઉંમરલાયક ખેલાડીઓથી ભરેલી ટીમ પાછળના બે સત્ર દરમ્યાનથી સારુ કર્યા બાદ હવે પોતાની ચમકને ગુમાવી રહ્યુ છે. ચેન્નાઇ સુપર કિગ્સે વર્ષ 2018 માં ટાઇટલ જીત્યુ હતુ. બાદમાં આગળની સિઝનમાં તેણે ફાઇનલમાં સ્થાન મેળવ્યુ હતું. ટુર્નામેન્ટની શરુઆતની મેચમાં મુંબઇ ઇન્ડીયન્સ પર જીત મેળવી હતી. પરંતુ ત્યાર બાદમાં સ્થિતિ કંગાળ થતી ચાલી હતી.

ટીમને રાજસ્થાન રોયલ્સ ના હાથે હાર સ્વિકારવી પડી હતી અને હવે તો ડ્વેન બ્રાવો પણ તેની સાથે નહી હોય. જે ઇજાગ્રસ્ત થવાને લઇને ટુર્નામેન્ટમાંથી બહાર થઇ ગયા હતો. રાજસ્થાનની સામે તેના બેટ્સમેનો પણ ઝઝુમતા જોવા મળી રહ્યા હતા. ને હવે તો જોવાનુ એ રહે છે કે, ટીમ હવે તેના નવા ખેલાડીઓને તચ આપશે કે કેમ. કારણ કે સોમવારે મળેલી હાર બાદ ધોનીએ તેનો સંકેત પણ આપ્યો હતો.

ફાફ ડુપ્લેસીસને છોડીને ધોનીના મોટાભાગના ખેલાડીઓ તેમનુ યોગ્ય પ્રદર્શન કરી રહ્યા નથી. ટીમમાં કેદાર જાદવ નિષ્ફળ થતો રહેતો હોવા છતાં પણ તે લગાતાર સ્થાન મેળવતો રહ્યો છે. આ નિર્ણયની પણ ખુબ જ ચર્ચા અને આલોચના પણ થઇ રહી છે. હવે ધોની તેને બદલીને કોને જગ્યા આપે છે તે પણ જોવુ રહ્યુ. તેની જગ્યાએ એન.જગદીશન અથવા ઋતુરાજ ગાયકવાડ ને મેદાનમાં ઉતરવાની તક મળી શકે છે.

ચાર વારની ચેમ્પીયન્સ શાનદાર ફોર્મમાં છે અને બોલીંગ આક્રમણ પણ વેરીએશન ભર્યુ છે. આવી સ્થિતીમાં ચેન્નાઇ સુપર કિંગ્સના બેટ્સમેનો માટે તો તે મુશ્કેલ બની શકે છે. કારણ કે ચેન્નાઇનો આત્મવિશ્વાસ પણ ખુબ નિચો છે. શારજાહમાં વિકેટ ધીમી હોવાને લઇને ચીજો બદલાતી હોવાનુ જોવા મળી રહ્યુ છે. સાથે જ મુંબઇ ઇન્ડિયન્સ કે લાઇનમાં ક્વિન્ટન ડીકોક ખુબ સારા ફોર્મમાં છે. જ્યારે કેપ્ટન રોહિત શર્મા, સુર્યકૂમાર યાદવ અને ઇશાન કિશન પણ સારુ પ્રદર્શન કરી રહ્યા છે.

મુંબઇ ઇન્ડિયન્સ:  કેપ્ટન રોહિત શર્મા, આદિત્ય તારે, અનમોલ પ્રીત સિંહ અનુકુલ રોય, ક્રિસ લીન, ધવલ કુલકર્ણી, દિગ્વિજય દેશમુખ, હાર્દિક પંડ્યા, ઇશાન કિશન, જેમ્સ પૈટીસન્સ, જસપ્રિત બુમરાહ, જયંત યાદવ, કીરોન પોલાર્ડ, કૃણાલ પંડ્યા, મિશેલ મૈક્લીનાગન, મોહસિન ખાન, નાથન કુલ્ટર નાઇલ, પ્રિંસ બલવંત રાય, ક્વિંટોન ડિ કોક, રાહુલ ચાહર, સૌરભ તિવારી, શેરફેન રધરફોર્ડ, સુર્યકુમાર યાદવ અને ટ્રેન્ટ બોલ્ટ.

 

 

ચેન્નાઇ સુપર કિંગ્સ: મહેન્દ્રસિંહ ધોની કેપ્ટન, મુરલી વિજય, અંબાતી રાયડુ, ફાફ ડુપ્લેસી, શેન વોટસન, કેદાર જાદવ, ડ્વેન બ્રાવો, રવિન્દ્ર જાડેજા, લુંગી એનગિડી, દિપક ચહર, પીયુષ ચાવલા, ઇમરાન તાહિર, મેચેલ સૈટનેર, જોશ હેઝલવુડ, શાર્દુલ ઠાકુર, સૈમ કરન, એન જગદીશન, કેએમ આસિફ, મોનુ કુમાર, આર સાઇ કિશોર, રુતુરાજ ગાયકવાડ અને કર્ણ શર્મા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

 

Click on your DTH Provider to Add TV9 Gujarati