T-20: સંજય માંજરેકરે જસપ્રિત બુમરાહને મેન ઓફ ધ મેચ તરીકે પસંદ કરવાને લઇને ઉઠાવ્યા સવાલ

  Web Stories View more હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ ! આજનું રાશિફળ તારીખ : 24-04-2024 લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ […]

T-20: સંજય માંજરેકરે જસપ્રિત બુમરાહને મેન ઓફ ધ મેચ તરીકે પસંદ કરવાને લઇને ઉઠાવ્યા સવાલ
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Nov 06, 2020 | 9:20 PM

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ

ટી-20 લીગની 13 મી સિઝનમાં પ્રથમ ક્વોલીફાયર મેચમાં મુંબઇ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપીટલ્સ વચ્ચે મેચ રમાઇ. જેમાં દિલ્હી સામે મુંબઇની ટીમે એક પક્ષીય જીત હાંસલ કરી હતી. આ જીત બાદ મુંબઇની ટીમ છઠ્ઠી વાર ટી-20 લીગની ફાઇનલમાં પ્રવેશ મેળવી છે. આ મેચમાં ઇશાન કિશન અને હાર્દીક પંડ્યા તોફાની રમત રમીને ટીમનો સ્કોર 200 રન સુધી પહોંચાડ્યો હતો.

પ્રથમ બેટીંગ કરતા મુંબઇની બેટીંગ કંઇ અંશે સારી રહી નહોતી. પરંતુ કેપ્ટન રોહીત શર્માના આઉટ થવા બાદ ક્વિંન્ટન ડિકોકે ઇનીંગને સંભાળી. 3 સતત ઝટકા વાગવાને લઇને મુંબઇની રમત પણ ધીમી બની  હતી. પરંતુ ઇશાન કિશન અને હાર્દીક પંડ્યાએ સ્કોરને આગળ વધાર્યો હતો.

ઇશાને 30 બોલમાં 55 અને હાર્દિકે 14 બોલમાં 37 રનની પારી રમી હતી. આમ ટીમને 200 રન સુધી પહોંચાડી દીધી. દિલ્હીની ટીમને ટ્રેન્ટ બોલ્ટ અને જસપ્રિત બુમરાહે શરુઆતી ઓવરોમાં જ 4 ઝટકા આપીને દિલ્હીને બેકફુટ પર ધકેલી દીધી હતી.

બુમરાહે 14 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. જ્યારે બોલ્ટે બે ઓવરમાં 09 રન આપીને બે વિકેટ ઝડપી હતી. બુમરાહને તેની બોલીંગ પ્રદર્શનને લઇને મેન ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.

પુર્વ ભારતીય ક્રિકેટર સંજય માંજરેકરે કહ્યુ છે કે, ભલે બુમરાહે શાનદાર બોલીંગ કરી હોય પરંતુ મેચને તો બેટસમેનોએ બનાવી હતી. તેણે ટ્વીટ કરીને લખ્યુ છે કે, જ્યારે તમે મેન ઓફ ધ મેચ તરીકે એવોર્ડને પસંદ કરો છો, ત્યારે એ ચોક્કસ જોવુ જોઇએ કે અડધા સમય સુધી મેચ કેવી ચાલી હતી. મુંબઇ ની ટીમે બેટીંગ કરીને જ મેચને પોતાના પક્ષે કરી લીધી હતી. આ કારણે મને લાગે છે કે, જીતનો પ્રભાવ બેટ્સમેનો દ્રારા બનાવવામાં આવ્યો હતો. બોલ્ટ અને બુમરાહનુ હું પુરપુરુ સન્માન કરુ છુ. પરંતુ માનુ છુ કે મેન ઓફ ધ મેચ તો બેટ્સમેનોને જ આપવો જોઇએ.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો


Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">