T-20: પજાબને પ્લેઓફનો ડર તો મુંબઈ પ્રથમ દાવેદારી કરી લેવાની ફીરાક સાથે આજે રમત જમાવશે

T-20: પજાબને પ્લેઓફનો ડર તો મુંબઈ પ્રથમ દાવેદારી કરી લેવાની ફીરાક સાથે આજે રમત જમાવશે

મુંબઇ ઇન્ડિયન્સ લગાતાર પાંચ મેચ જીતી ચુક્યુ છે અને તેના કારણ કે હવે તે મજબુત ટીમ તરીકે ઉભરનવા લાગી છે. પરંતુ ટી-20 લીગની આજે રમાનારી મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબે તેની સામે મજબુતાઇ થી લડત આપવી પડશે. મુંબઇ માત્ર એક જ જીત મેળવવાથી તે હવે પ્લેઓફમાં પહોંચી શકવાની સ્થિતિમાં આવી જશે, જેની સામે એક જ હાર થી હવે પંજાબ પ્લેઓફ થી બહાર ના રસ્તા પર પહોંચતી જોઇ શકાય તેવો અંદાજ માનવામાં આવી રહ્યો છે.

મુંબઇ તેની દમદાર બોલીંગ અને બેટીંગ થી વિરોધી ટીમને આસાની થી પરાસ્ત કરી શકે છે. અગાઉની મેચમાં પણ તેણે કલકત્તાને પણ આઠ વિકેટ થી હાર આપી હતી. પોઇન્ટ ટેબલ પર ટોપ પર સ્થાન ધરાવતી મુંબઇની ટીમ હાલ માં દરેક મોરચે સફળ નિવડી રહી છે. કેપ્ટન રોહિત શર્માં અને ઓપનર જોડીદાર ક્વીન્ટન ડીકોક  પણ સારા ફોર્મમાં છે. જ્યારે મધ્યમક્રમમાં સુર્યકુમાર યાદવ અને ઇશાન કિશાન પણ સારુ પ્રદર્શન કરી રહ્યા છે.

READ  વિશ્વ કપમાં એક પણ મેચ નહી હારનારી ભારતીય ટીમ આજે ટકરાશે વેસ્ટ ઈન્ડીઝ સામે, વિરાટ કોહલી વધુ એક રેકોર્ડ બનાવવા માટે તૈયાર

બોલીંગના મામલામાં જસપ્રિત બુમરાહ અને ટ્રેન્ટ બોલ્ટ અત્યારે ટી-20 લીગ ની સૌથી સફળ બોલીંગ જોડી ના સ્વરુપમાં સામે આવી છે. તેમણે આઠ મેચમાં 12-12 વિકેટ ઝડપી છે. સ્પિન વિભાગમાં પણ યુવા રાહુલ ચહરે પણ પ્રભાવી બોલીંગ કરી છે. તો બીજી તરફ કિંગ્સ ઇલેવન પંજાબ ના ટુર્નામેન્ટમાં સૌથી વધુ 387 રન બનાવનારા અને ટીમના કેપ્ટન કેએલ રાહુલ તેમજ મયંક અગ્રવાલ 337 રન સાથે મજબુત બેટ્સમેન માનવામાં આવી રહ્યા છે. જોકે આમ છતાં પણ પોઇન્ટ ટેબલના મામલે પંજાબની ટીમ તળીયાના ક્રમ પર છે.

પંજાબની સમસ્યા એ છે કે જ્યારે તેના બેટ્સમેન ચાલે છે, ત્યારે જ તેના બોલર નથી ચાલતા. એ વાત અલગ છે કે વેસ્ટઇન્ડિઝના આક્રમક બેટ્સમેન ક્રિસ ગેઇલ ટીમમાં સામેલ થતા હવે ઉત્સાહ વધી ચુક્યો છે. ગેઇલે સિઝનની તેની પ્રથમ મેચમાં જ 45 બોલમાં 53 રન કરીને અર્ધ શતક નોંધાવ્યુ હતુ. જેના કારણે જ પંજાબ વિરાટ કોહલીની ટીમ આરસીબીને પરાસ્ત કરવામાં સફળ રહ્યુ હતુ.

READ  રિઝર્વ બેન્ક 9 ઑક્ટોબરે મૉનેટરી પૉલિસીની જાહેરાત કરશે

આવા સમયે ગેઇલ ને બુમરાહ તેમજ બોલ્ટ વચ્ચે દ્રંદ્ર યુધ્ધ જોવા લાયક હશે. રાહુલ અને મંયક અગ્રવાલ આ બંને ઝડપી બોલરોના પ્રભાવને સંભાળી લઇને ગેઇલ માટે એક સારો માહોલ સર્જી શકે છે. પંજાબને તેની પરેશાની ખાસ કરીને બોલીંગની બાબતમાં છે. મહંમદ શામી અને રવિ બિશ્નોઇ ને છોડીને તેમનો કોઇ પણ બોલર સારો પ્રભાવ સર્જી શક્યો નથી. તેમની ટીમ અનેક વિકલ્પને અપનાવ્યા બાદ પણ યોગ્ય તાલમેલ કરી શકી નથી.

READ  ગાંધીનગર: રાજ્યની પ્રાથમિક શાળાના શિક્ષકો પડતર માગણીઓને લઈ ધરણાં પ્રદર્શન કરશે

કિંગ્સ ઇલેવન પંજાબઃ લોકેશ રાહુલ કેપ્ટન, મયંક અગ્રવાલ, કરુણ નાયર, નિકોલસ પુરન, ગ્લેન મૈક્સવેલ, સરફરાઝ ખાન, કૃષ્ણપ્પા ગૌતમ, ક્રિસ જોર્ડન, મોહમદ શામી, મુરુગન અશ્વિન, મુજીબ ઉર રહેમાન,પ્રભસિમરન સિંહ, જેમ્સ નિસ્સમ, મનદિપ સિંઘ, શેલ્ડન કોટરેલ અને રવિ બિશ્નોઇ.

દિલ્હી કેપીટલ્સ ટીમઃ કેપ્ટન શ્રેયસ ઐયર, રવિચંદ્રન અશ્વિન, શિખર ધવન, પૃથ્વી શો, શિમરોન હેટમાયર, કૈગિસો રબાડા, અજિંક્ય રહાણે, અમિત મિશ્રા, રુષભ પંત, ઇશાંત શર્મા, અક્ષર પટેલ, સંદિપ લામિછાને, કિમો પોલ, ડેનિયલ સૈમ્સ, મોહિત શર્મા, એનરીક નોત્ર્જે, એલેક્સ કૈરી, આવેશ ખાન, તુષાર દેશપાંડે, હર્ષલ પટેલ, માર્કસ સ્ટોઇનિસ અને લલિત યાદવ.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

FB Comments