T-20 લીગ ટુર્નામેન્ટમાં પુરસ્કારોનો વરસાદ વરસ્યો, આ ખેલાડીઓએ મારી બાજી, જાણો કોણ કોણ છે સામેલ

T-20 લીગની 13 સિઝનનું આયોજન સંયુક્ત આરબ અમિરાતમાં થયુ હતુ. 19 સપ્ટેમ્બર થી શરુ થયેલી ટુર્નામેન્ટની ફાઇનલ મેચ 10 નવેમ્બરે દુબઇના મેદાન પર યોજવામાં આવી હતી. સિઝન 2020 ની વિજેતા મુંબઇ ઇન્ડિયન્સ રહી હતી, જેણે આ અગાઉ પણ ચાર વાર ખિતાબ મેળ્યો હતો. મુંબઇ ઇન્ડિયન્સે દિલ્હી કેપીટલ્સને ફાઇનલ મેચમાં પાંચ વિકેટ થી હરાવી ખિતાબ જીત્યો […]

T-20 લીગ ટુર્નામેન્ટમાં પુરસ્કારોનો વરસાદ વરસ્યો, આ ખેલાડીઓએ મારી બાજી, જાણો કોણ કોણ છે સામેલ
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Nov 11, 2020 | 12:46 PM

T-20 લીગની 13 સિઝનનું આયોજન સંયુક્ત આરબ અમિરાતમાં થયુ હતુ. 19 સપ્ટેમ્બર થી શરુ થયેલી ટુર્નામેન્ટની ફાઇનલ મેચ 10 નવેમ્બરે દુબઇના મેદાન પર યોજવામાં આવી હતી. સિઝન 2020 ની વિજેતા મુંબઇ ઇન્ડિયન્સ રહી હતી, જેણે આ અગાઉ પણ ચાર વાર ખિતાબ મેળ્યો હતો. મુંબઇ ઇન્ડિયન્સે દિલ્હી કેપીટલ્સને ફાઇનલ મેચમાં પાંચ વિકેટ થી હરાવી ખિતાબ જીત્યો હતો. ટુર્નામેન્ટમાં ટીમ અને વ્યક્તિગત રીતે શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ખેલાડીઓને પણ એવોર્ડ આપવામાં આવ્યા હતા.

ટી-20 લીગ ના વિજેતા મુંબઇ ઇન્ડિયન્સને ટ્રોફી સાથે દશ કરોડનો ચેક મળ્યો હતો. સાથે જ અન્ચ ખેલાડીઓને તેમના પ્રદર્શન મુજબ એવોર્ડ થી નવાજવામાં આવ્યા હતા. ફાઇનલ મેચમાં જરદસ્ત પ્રદર્શન કરનારા ટ્રેન્ટ બોલ્ટને મેન ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

ફાઇનલ મેચમાં મેન ઓફ ધ મેચઃ મુંબઇ ઇન્ડિયન્સ ના ઝડપી બોલર ટ્રેન્ટ બોલ્ટે ફાઇનલ મેચમાં ચાર ઓવરમાં ત્રણ વિકેટ ઝડપી હતી. જેમાં ઇનીંગની પ્રથમ બોલ પર જ ઓપનર સ્ટોઇનિશની વિકેટ ઝડપી હતી, બીજી ઓવરમાં અજીંક્ય રહાણેની વિકેટ પણ ઝડપતા દિલ્હી ભીંસમાં મુકાઇ જતા મુંબઇનો પક્ષ મજબુત બન્યો હતો.

ઇમેર્જીંગ પ્લેયર ઓફ ધ સિઝનઃ દેવદત્ત પડિક્કલ

આઇપીએલમાં એક યુવા ભારતીય ખેલાડીને ઇમેર્જીંગ પ્લેયર ઓફ ધ યરનો ખિતાબ આપ્યો છે. જેણે ટુર્નામેન્ટમાં સારુ પ્રદર્શ કર્યુ હતુ. આ એવોર્ડ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના દેવદત્ત પડિક્કલને મળ્યો હતો. જેણે 15 મેચ રમીને 473 રન બનાવ્યા હતા. જેમાં પાંચ અર્ધ શતક પણ સામેલ છે.

ફેયર પ્લે ઓવોર્ડઃ મુંબઇ ઇન્ડિયન્સ

આઇપીએલની દરેક સિઝન બાદ એક ટીમને ફેયર પ્લે એવોર્ડ આપવામાં આવે છે. આ વખતે આ એવોર્ડ મુંબઇ ઇન્ડિયન્સ ને આફવામાં આવ્યો છે. આ એવોર્ડ તે ટીમને મળવા પાત્ર હોય છે, કે જે ટીમ ટુર્નામેન્ટમાં ખેલ ભાવનાને વધુ સારી રીતે જાળવણી કરે છે. જે માટે ટીમના તમામ ખેલાડીઓના વર્તન અને ગતિવીધી પર વ્યક્તિગત રીતે નજર રાખવામાં આવી રહી છે.

ગેમ ચેન્જર ઓફ ધ સિઝનઃ કેએલ રાહુલ

ટુર્નામેન્ટમાં એક એવોર્ડનુ નામ ગેમ ચેન્જર ઓફ ધ સિઝન છે. આ એવોર્ડ તે ખેલાડીને આપવામાં આવે છે, જેણે બોલીંગ અને અથવા બેટીંગ વડે ટુર્નામેન્ટમાં સૌથી વધુ વખત મેચના પાસાને પલટ્યુ હોય. આ વખતે આ એવોર્ડ કેએલ રાહુલના ખાતામાં ગયો છે. જેણે ટુર્નામેન્ટમાં ખુબ સારુ પ્રદર્શન કર્યુ છે.

સુપર સ્ટ્રાઇકર ઓફ ધ સિઝનઃ કિરોન પોલાર્ડ

સૌથી તેજ ગતિ થી રન બનાવવા વાળા ખેલાડી માટે એક એવોર્ડ આપવામાં આવે છે. આ વખતે આ એવોર્ડ કિરોન પોલાર્ડને આ એવોર્ડ અપાયો છે. તેણે 191.42 ના સ્ટ્રાઇક રેટ થી સિઝનમાં 12 ઇનીંગ રમીને 268 રન બનાવ્યા છે.

મોસ્ટ સિક્સીસ ઇન ધ સિઝનઃ ઇશાન કિશન

ટુર્નામેન્ટના અંતમાં સૌથી વધુ છગ્ગા લગાવવા વાળા ખેલાડીને પણ સન્માન કરવામાં આવે છે. આ એવોર્ડ સૌથી વધુ સિક્સર લગાવવા વાળા ખેલાડી ઇશાન કિશનને મળ્યો છે. જેમે ટુર્નામેન્ટમાં 30 છગ્ગા લગાવ્યા છે.

પાવર પ્લેયર ઓફ ધ સિઝનઃ ટ્રેન્ટ બોલ્ટ

આ વખતે એવોર્ડ લીસ્ટમાં એક નામ પાવર પ્લેયર ઓફ ધ સિઝનને પણ ઉમેરવામાં આવ્યુ છે. આ એવોર્ડ તે ખેલાડીને આપવામાં આવે છે, જેણે પાવર પ્લેમાં રન બનાવ્યા છે અથવા તો વિકેટો ઝડપી છે. આવામાં ટ્રેન્ટ બોલ્ટે પાંચ મેચોમાં શાનદાર બોલીંગ કરતા તેને આ એવોર્ડ મળ્યો છે.

પર્પલ કેપ પ્લેયર ઓફ ધ સિઝનઃ કાગિસો રબાડા

દરેક સિઝન બાદ એક ખેલાડીને પર્પલ કેપ મળે છે, જે ખેલાડીએ સૌથી વિકેટ સિઝનમાં ઝડપી હોય તેને આ કેપ નસીબ થતી હોય છે. આ વખતે દિલ્હી કેપીટલ્સના બોલર્સ કાગીસો રબાડા એ 30 વિકેટ ઝડપી હતી. બે વખત તો તેમે ટુર્નામેન્ટમાં ચાર-ચાર વિકેટ ઝડપી હતી.

ઓરેંન્જ કેપ પ્લેયર ઓફ ધ સિઝનઃ કેએલ રાહુલ

ટુર્નામેન્ટની ફાઇનલ સુધીમાં જે બેટ્સમેન સૌથી વધુ રન બનાવે છે, તેને ઓરેન્જ કેપ આપવામાં આવે છે. આ વખતે કેએલ રાહુલે આ કેપ કબજે કરી લીધી છે. જેણે 14 મેચ રમીને એક શતક અને પાંચ અર્ધ શતક ની મદદ થી 670 રન બનાવ્યા હતા.

મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર ઓફ ધ સિઝનઃ જોફ્રા આર્ચર

અહી મેન ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ તો નહી પંરતુ, મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર એવોર્ડ મળે છે. જેમાં ટુર્નામેન્ટ દરમ્યાનન બોલીગ, બેટીંગ અને ફીલ્ડીંગમાં સારુ કામ કર્યુ હોય. જોફ્રા આર્ચરને આ સન્માન મળ્યુ છે, જેમે 20 વિકેટ ઝડપી છે, પાંચ કેચ ઝડપ્યા છે અને 10 છગ્ગા પણ લગાવ્યા છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">